VADODARA : સાવલીમાં ઇન્દિરા આવાસમાં મકાનનો સ્લેબ તૂટ્યો, 4 ઇજાગ્રસ્ત
- વહેલી સવારે મોટો ધડાકો થતા લોકો દોડ્યા
- ઇન્દિરા આવાસ યોજનાના મકાનની છતનો ભાગ તુટ્યો
- મકાનનું તાળું તોડીને તેમને બચાવ્યા હતા - સ્થાનિક
VADODARA : વડોદરા ગ્રામ્યમાં આવતા સાવલી (VADODARA RURAL - SAVLI) ના પરથમપુરામાં પાટડી ફળિયામાં આવેલા ઇન્દિરા આવાસ યોજનાના મકાન (INDIRA AWAS HOUSE) માં સ્લેબ તુટીને પડતા (CEILING SLAB COLLAPSE) અનેકને ઇજા પહોંચી હોવાની ઘટના સામે આવી છે. આ મામલે બે નાના બાળકો અને એક મહિલા અને એક પુરૂષ ઇજાગ્રસ્ત થયા છે. આ મકાનો 25 વર્ષ પહેલા બનાવવામાં આવ્યા હતા. ધડાકાભેર સ્લેબ તુટી પડવાના કારણે આસપાસના લોકો એકત્ર થઇ ગયા હતા. આ ઘટનાને પગલે આસપાસમાં રહેતા રહીશોમાં ભારે ફફડાટ વ્યાપ્યો છે. હવે આ ઘટના સામે આવતા આવાસ વિભાગના અધિકારીઓ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું રહ્યું.
ઘટનાને પગલે આસપાસના લોકો મદદે દોડી આવ્યા
તાજેતરમાં સાવલીના પરથમપુરા ગામમાં આવેલી પાટડી ફળિયામાં આવેલા ઇન્દિરા આવાસ યોજનાના મકાનમાં છતનો સ્લેબ તુટી પડવાની ઘટના સામે આવી છે. વહેલી સવારે ધડાકાભેર સ્લેબનો ભાગ પડતા બે બાળકો સહિત ચાર લોકો ઇજાગ્રસ્ત થયા છે. તે પૈકી એકનું માથું ફૂટ્યું હોવાનું સ્થાનિક સુત્રો જણાવી રહ્યા છે. આ ઘટનાને પગલે આસપાસના લોકો મદદે દોડી આવ્યા હતા. અને ઘટનામાં ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાને પગલે પરથમપુરા ગામના સરપંચ અને તલાટી પણ સ્થળ પર દોડી આવ્યા હતા.
ઘટના બાદ તલાટી અને ગ્રામ સેવક આવ્યા હતા
આ ઘટનાને પગલે ઇન્દિરા આવાસમાં રહેતા લોકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. તમામની માંગણી છે કે, તુટી ગયેલા ઘરને નવું બનાવી આપવામાં આવે. સમગ્ર ઘટના અંગે પરમાર રાજીવભાઇએ મીડિયાને જણાવ્યું કે, સવારે 6 વાગ્યે ઘટના સર્જાઇ હતી. અમે દોડી ગયા, મકાનનું તાળું તોડીને તેમને બચાવ્યા હતા. મોટો ધડાકો થયો એટલે અમે દોડ્યા હતા. તે સમયે ઘરમાં 4 લોકો હતા. આગળથી દરવાજો ના ખુલ્યો, એટલે અમે પાછળથી તાળું તોડ્યું હતું. આ ઘટનામાં ચાર લોકોને માથા અને પગમાં વાગ્યું હતું. ઘટના બાદ તલાટી અને ગ્રામ સેવક આવ્યા હતા. તેઓ ફોટા પાડી ગયા છે. અને સહાય મળશે તેવું જણાવીને ગયા છે.
આ પણ વાંચો ---- Pharma Company Human Trafficking Racket: ફાર્મા કંપનીના માલિક માનવ તસ્કરી રેકેટ ચલાવતા હોવાના આક્ષેપથી ખડભડાટ