ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Vadodara : કારની બંને બાજુ મોત હતું, સેફ્ટીવોલના સહારે બેના જીવ જતા બચ્યા

Vadodara : ખાખરીયા કેનાલ વચ્ચે ડમ્પર ટ્રક અને કાર વચ્ચે ભયાનક અકસ્માત થયો હતો. આ ઘટનામાં ડમ્પર કારને કેનાલની સેફ્ટી વોલ સુધી ઢસડી ગયું
12:51 PM Aug 30, 2025 IST | PARTH PANDYA
Vadodara : ખાખરીયા કેનાલ વચ્ચે ડમ્પર ટ્રક અને કાર વચ્ચે ભયાનક અકસ્માત થયો હતો. આ ઘટનામાં ડમ્પર કારને કેનાલની સેફ્ટી વોલ સુધી ઢસડી ગયું

Vadodara : વડોદરા ગ્રામ્ય (Vadodara Rural) માં આવતા સાવલી-હાલોલ રોડ (Savli - Halol Road) પર ગોઝારા અક્સમાતની ઘટના સામે આવી છે. આ ઘટનામાં વડોદરા તરફ આવતી કારને ખાખરીયા કેનાલ (Khalkhariya Canal - Savli) પાસે ડમ્પરે અડફેટે લીધી હતી. કારને જોરદાર ટક્કર લાગતા ડમ્પર તેને કેનાલની સેફ્ટી વોલ સુધી ઢસડી ગયું (Car - Dumper Accident) હતું. જો કે, સેફ્ટી વોલની આડાશ મળતા કાર પાણીના પ્રવાહમાં ગરકાવ થતા બચી ગઇ હતી. આ ઘટનામાં કારમાં સવાર બે લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ મામલે સ્થાનિક પોલીસે બેદરકાર ડમ્પર ચાલક વધુ કાર્યવાહી હાથ ધરી છે. ઘટનાને પગલે સ્થળ પર હળવા ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાયા હતા.

કેનાલની સેફ્ટી વોલ સુધી ઢસડી ગયું

વડોદરા શહેર અને જિલ્લામાં રોડ અકસ્માતની ઘટનાઓમાં ઘટાડો કરવામાં જોઇએ તેવી તંત્રને સફળતા મળી નથી. અવાર-નવાર ગંભીર અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે. ગત મોડી સાંજે વડોદરા ગ્રામ્યમાં આવતા સાવલી હાલોલ રોડ પર ગોઝારા અકસ્માતની ઘટના સામે આવી છે. પ્રાથમિગ વિગતો અનુસાર, વડોદરા પાર્સિંગની કાર શહેર તરફ આવી રહી હતી. દરમિયાન ખાખરીયા કેનાલ વચ્ચે ડમ્પર ટ્રક અને કાર વચ્ચે ભયાનક અકસ્માત થયો હતો. આ ઘટનામાં ડમ્પર કારને કેનાલની સેફ્ટી વોલ સુધી ઢસડી ગયું (Car - Dumper Accident) હતું. કારની એક તરફ યમરાજ રૂપી ડમ્પર અને બીજી તરફ કેનાલમાં પાણીનો પ્રવાહ હતો.

સ્થાનિક પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી

આ વચ્ચે કેનાલની સેફ્ટી વોલના સહારે કાર અટકી હતી. આ ઘટનામાં (Car - Dumper Accident) કારમાં સવાર બંનેની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. બંનેને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામાં બેજવાબદાર ડમ્પર ચાલક વિરૂદ્ધ સ્થાનિક પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ઘટના સાવલી આઉટ પોસ્ટ પાસે સર્જાતા હળવા ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાયા હતા. આવો ગંભીર અકસ્માત સામે આવ્યા બાદ, હવે આ પ્રકારની ઘટના રોકવા માટે કયા પ્રકારના પગલાં લેવામાં આવે છે, તે જોવું રહ્યું.

આ પણ વાંચો ----- Himatnagar માં સાસરિયાના માનસિક ત્રાસથી કંટાળીને મહિલાએ ગળાફાંસો ખાધો, 6 સામે નોંધાઇ પોલીસ ફરિયાદ

Tags :
CarDumperAccidentGujaratFirstgujaratfirstnewsKhaKhariyaCanalRoadAccidentVadodaraSavli
Next Article