Gujarat : વડોદરા સાવલી નગરપાલિકાએ ટેન્ડર વગર સરકારી જમીન પર કોમ્પ્લેક્સ બનાવ્યું
- ટેન્ડર વગર સરકારી જમીન પર કોમ્પ્લેક્સ બનાવ્યું
- પાલિકાએ દુકાનદારો પાસે સંમતિ કરાર કરાવ્યા
- દુકાનદારોને વીજ કનેક્શન આપવા MGVCLને પત્ર લખ્યો
Vadodara Savli Municipality scam: વડોદરા સાવલી નગરપાલિકા કૌભાંડનો પર્દાફાશ થયો છે. જેમાં ટેન્ડર વગર સરકારી જમીન પર કોમ્પ્લેક્સ બનાવ્યું અને પાલિકાએ દુકાનદારો પાસે સંમતિ કરાર કરાવ્યા છે. તથા દુકાનદારોને વીજ કનેક્શન આપવા MGVCLને પત્ર લખ્યો છે. કેતન ઈનામદારે સાવલી નગરપાલિકાનો લૂલો બચાવ કર્યો છે. જેમાં કેતન ઇનામદારે જણાવ્યું છે કે દુકાનદારોએ કોમ્પ્લેક્સ કોન્ટ્રાક્ટર પાસે બનાવ્યું છે. પણ કોમ્પ્લેક્સ પર સાવલી નગરપાલિકાનું બેનર દેખાતા અનેક સવાલો ઉભા થયા છે.
નગરપાલિકાની જગ્યા નથી છતાં કોમ્પલેક્ષ ઉભું કરાયું હોવાની ચર્ચા
નગરપાલિકાની જગ્યા નથી છતાં કોમ્પલેક્ષ ઉભું કરાયું હોવાની ચર્ચા છે. પ્રત્યેક દુકાનદાર પાસે સાડા 3 લાખ રૂપિયા ઉઘરાયા હોવાની ચર્ચા છે. તથા દુકાનદાર અને નગરપાલિકાનું સોગંદનામુ સામે આવ્યું છે. પ્રથમ પક્ષકાર તરીકે દુકાનદાર, બીજા પક્ષકાર તરીકે નગરપાલિકા છે. જેમાં સોગંદનામાં ઉલ્લેખ કરાયો છે કે તારીખ 1 થી 5 માં નગરપાલિકા 2500 રૂપિયા ભાડું વસૂલશે. આ સોગંદનામાં દુકાનનો માલિકી હક ફેર નહીં થાય દર ત્રણ વર્ષે ભાડુ વધારવાની શરતે દુકાનો આપી છે. સાવલી નગરપાલિકાએ પીપીપી ધોરણ હેઠળ દુકાન બનાવી આપેલ છે. સાવલી નગરપાલિકા દુકાનદારોને વીજ કનેક્શન આપવા વિનંતી કરતો પત્ર પણ સામે આવ્યો છે. આ લેટરમાં સાવલી નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરની સહી પણ કરવામાં આવી છે.
ધારાસભ્યની પ્રેસ કોન્ફરન્સ બાદ તપાસ કરતા સમગ્ર મામલો સામે આવ્યો
આ જમીન ઉપર નગરપાલિકાએ કોમ્પ્લેક્સ બનાવી 95 લાખ રૂપિયા જેટલી માતબર રકમ ઉઘરાવી હોવાની ચર્ચા છે. ગઈકાલે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કેતન ઇનામદાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ દુકાનો કોન્ટ્રાક્ટર દ્વારા બાંધવામાં આવી છે. જ્યારે પાલિકાએ દુકાનદારો સાથે કરેલ કરાર કરેલા ડોક્યુમેન્ટ સામે આવ્યા છે. પાલિકાના કોર્પોરેટર હસુભાઈ પટેલે સમગ્ર મામલે ધારાસભ્યની પ્રેસ કોન્ફરન્સ બાદ તપાસ કરતા સમગ્ર મામલો સામે આવ્યો છે.
આ પણ વાંચો: Gujarati Top News : આજે 5 જૂન 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?