Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : સાવલીના કુખ્યાત બુટલેગર મુન્ના ઘરમાંથી 17 નંબર પ્લેટ મળી

VADODARA : સર્ચ દરમિયાન મુન્નાના ઘરેથી વડોદરા, અમદાવાદ, ભરૂચ, હિંમતનગર અને રાજપીપળા આરટીઓની નંબર પ્લેટો મળી આવી
vadodara   સાવલીના કુખ્યાત બુટલેગર મુન્ના ઘરમાંથી 17 નંબર પ્લેટ મળી
Advertisement
  • SMC ના દરોડા બાદ સ્થાનિક પોલીસ એક્શનમાં આવી
  • દારૂ કટીંગના મુખ્યસુત્રધારને રાજસ્થાનની હોટલમાંથી દબોચી લેવાયો
  • એક દિવસના રિમાન્ડ મેળવી આરોપીને સાથે રાખીને તેના ઘરે તપાસ કરાઇ

VADODARA : તાજેતરમાં વડોદરા ગ્રામ્ય (VADODARA RURAL) માં આવતા સાવલી (SAVLI) માં સ્ટેટ મોનિટરિંગ સેલ (STATE MONITORING CELL) ની ટીમો દ્વારા દારૂના કટીંગ પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહીમાં ફરાર કુખ્યાત બુટલેગર ઘવલ ઉર્ફે મુન્નાની ઘરપકડ કરીને તેના ઘરે સર્ચ હાથ ધરવામાં આવ્યું હતું. આ સર્ચ દરમિયાન તેના ઘરેથી અલગ અલગ 5 જિલ્લાની 17 નંબર પ્લેટ મળી આવી હતી. આ નંબર પ્લેટોનો ઉપયોગ દારૂની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાતા વાહનોમાં કરવામાં આવતો હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ સાથે જ પોલીસે ઘવલનો વરઘોડો પણ કાઢ્યો હતો.

બિચ્છુવાડની લક્ષ્મી હોટલમાંથી દબોચી લીધો

સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા સાવલી પોલીસ મથકથી માત્ર 100 મીટર જ દુર ટ્રકમાંથી દારૂના કટીંગ વેળાએ દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહીમાં રૂ. 39 લાખનો વિદેશી દારૂ પકડી પાડવામાં આવ્યો હતો. આ કાર્યવાહીમાં મુખ્યસુત્રધાર સહિત અનેકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં મહત્વની ભૂમિકા ભજવનાર કુખ્યાત ધવલ ઉર્ફે મુન્નાને ગ્રામ્ય પોલીસે રાજસ્થાનના બિચ્છુવાડની લક્ષ્મી હોટલમાંથી દબોચી લીધો હતો. ત્યાર બાદ તેના એક દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા.

Advertisement

તમામ એસએચઆરપી પ્લેટ જણાઇ આવી

આ દરમિયાન મુન્નાનો વરઘોડો કાઢીને તેના ઘરે સર્ચ હાથ ધરવામાં આવ્યું હતું. આ સર્ચ દરમિયાન મુન્નાના ઘરેથી 5 જિલ્લા વડોદરા, અમદાવાદ, ભરૂચ, હિંમતનગર અને રાજપીપળા આરટીઓની મળીને કુલ 17 જેટલી વાહનોની નંબર પ્લેટો મળી આવી હતી. આ તમામ એસએચઆરપી પ્લેટ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ નંબર પ્લેટનો ઉપયોગ દારૂ ઘૂસાડવા માટેના વાહનોમાં થતો હોવાનો અંદાજો લગાડવામાં આવી રહ્યો છે. આ નંબર પ્લેટો મુન્નાએ બનાવડાવી કે પછી ચોરી કરીને મેળવવામાં આવી છે, તે તપાસના અંતે જ સ્પષ્ટ થશે.

Advertisement

બે એએસઆઇ અને ત્રણ કોન્સ્ટેબલોની ટ્રાન્સફર

સાવલીમાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા બાદ જિલ્લા એસપી દ્વારા બે એએસઆઇ અને ત્રણ કોન્સ્ટેબલોને ડેસર, મંજુસર અને ભાદરવા પોલીસ મથકમાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા હતા. જો કે, આ મામલે હજીસુધી કોઇ ઉચ્ચ અધિકારી પર પગલાં લેવામાં આવ્યા નથી. ખાસ કરીને ગ્રામ્ય એસલીબી પર પગલાં લેવામાં નહિં આવતા તરહ તરહની લોકચર્ચાઓએ સ્થાન લીધું છે.

આ પણ વાંચો --- VADODARA : મેરાકૂવા દૂધ મંડળીના પ્રમુખ અને મંત્રી વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ

Tags :
Advertisement

.

×