VADODARA : ખબર કાઢવા આવેલા મુખ્યમંત્રીને સિનિયર ધારાસભ્યની રજુઆત
- વડોદરાના સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલને એડમિટ કરવામાં આવ્યા હતા
- તબિયત સુધરતા રજા અપાઇ, આજે ખબર કાઢવા મુખ્યમંત્રી પહોંચ્યા
- ધારાસભ્યએ મુખ્યમંત્રીને પ્રજાહિત માટે બે મહત્વના મુદ્દે રજુઆત કરી
VADODARA : વડોદરાના માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય યોગેશ પટેલ (BJP MLA YOGESH PATEL - VADODARA) ની તબિયત નાદુરસ્ત થતા તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી તેઓ સાજા થતા તેમને રજા આપી દેવામાં આવી છે. આજે વડોદરાની મુલાકાતે આવેલા મુખ્યમંત્રી, ધારાસભ્યની ખબર કાઢવા માટે તેમના નિવાસ સ્થાને પહોંચ્યા હતા. તે સમયે ધારાસભ્યએ વિશ્વામિત્રી નદી અને અમદાવાદથી ભરૂચ તરફ તળાવોને પાણીથી ભરી આપવાના મહત્વના મુદ્દે રજુઆત કરી દીધી હતી. જેની સામે મુખ્યમંત્રી દ્વારા યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.
સમસ્યાનો નિકાલ કરવા અંગેનું આયોજન કરી શકીએ
ધારાસભ્ય યોગેશ પટેલે મીડિયાને જણાવ્યું કે, અગાઉ ગૃહમંત્રી તથા અન્ય આવ્યા હતા. તે સમયે હું તડકામાં વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરી નિહાળવા ગયો હતો. તે તાપમાં મને અસર થતા મને એડમિટ કરવો પડ્યો હતો. ત્રણ દિવસની સારવાર બાદ મને રજા આપી દેવામાં આવી હતી. હું જ્યારે દવાખાનામાં હતો ત્યારે ટેલિફોનીક વાત ચાલતી હતી. ઘરે આવીને તેમણે આજે મારી ખબર અંતર કાઢી છે. મુખ્યમંત્રી અને દંડક મારા નિવાસ સ્થાને આવ્યા હતા. ત્યારે મેં વિશ્વામિત્રી નદી માટે વધારાની માંગણી કરી છે, વિશ્વામિત્રી પસાર થાય છે ત્યાં ચાર વિધાનસભા લાગે છે, સોસાયટીઓનું ગંદુ પાણી વિશ્વામિત્રીમાં છોડવામાં આવે છે. સરકાર અમને પૈસા આપે, જેથી અમે (પાલિકા) આ સમસ્યાનો નિકાલ કરવા અંગેનું આયોજન કરી શકીએ. તથા વિશ્વામિત્રી નદીનું પાણી ચોખ્ખું થાય. ગટરોનું પાણી ટ્રીટ કરવા માટે નવા એસટીપી પ્લાન્ટ ઉભા કરવા પડે. ગંદુ પાણી જો સ્વચ્છ થઇને જાય તો નદી ચોખ્ખી થઇ જાય.
150 ગામડાઓમાં આવેલા તળાવોને ભરવા માટે પણ ચર્ચા થઇ
વધુમાં જણાવ્યું કે, બીજું વર્ષોથી માંગણી છે કે, અમદાવાદથી ભરૂચ સુધીના 150 ગામડાઓ છે, તેમાં આવેલા તળાવોને ભરવા માટે પણ ચર્ચા થઇ છે. તે અંગે તેમણે ભરી આપવા માટે જણાવ્યું છે. ગ્રામજનો અને ઢોરોને તેનાથી રાહત રહેશે. તેમણે ગામડાને પાણીની સુવિધા કરી આપવાની વાત કહી છે.
આ પણ વાંચો --- VADODARA : કરોડોના વિકાસકાર્યોનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી, કહ્યું, 'લોકો વડોદરાને શોધતા આવશે'


