Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : રોકાણના નામે ઠગતા બે ઝબ્બે, 700 શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન મળ્યા

VADODARA : ટ્રેડિંગ મારફતે એપ્લીકેશનમાં નફો બતાવવામાં આવ્યો હતો. જેથી ફરિયાદીને વધુ વિશ્વાસ જાગ્યો હતો. અને તેમણે મોટું રોકાણ કર્યું હતું
vadodara   રોકાણના નામે ઠગતા બે ઝબ્બે  700 શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન મળ્યા
Advertisement

VADODARA : તાજેતરમાં વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ મથક (VADODARA CYBER CRIME POLICE STATION) માં ઠગાઇની ફરિયાદ નોંધવામાં આવી હતી. જે અનુસાર, ફરિયાદીને વોટ્સએપ ગ્રુપમાં જોડીને શેર માર્કેટમાં રોકાણ (SHARE MARKET INVESTMENT SCAM) અંગેની ટીપ્સ આપવામાં આવતી હતી. ત્યાર બાદ બનાવટી એપ્લીકેશન પર રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું હતું. ત્યાર બાદ ટ્રેડિંગ મારફતે એપ્લીકેશનમાં નફો બતાવવામાં આવ્યો હતો. જેથી ફરિયાદીને વધુ વિશ્વાસ જાગ્યો હતો. અને તેમણે મોટું રોકાણ કર્યું હતું. ત્યાર બાદ ફરિયાદીને આઇપીઓ લાગ્યો હોવાનું એપ્લીકેશનમાં દર્શાવવામાં આવતું હતું. ગઠિયાઓ દ્વારા ફરિયાદીને મોટા નફાના ઝાંસામાં લઇને કુલ મળીને રૂ. 15.70 લાખ ભરાવવામાં આવ્યા હતા. તે પૈકી રૂ. 2 લાખ પરત જમા કરાવવામાં આવ્યા હતા.

દિલ્હીથી આરોપીઓની ધરપકડ કરાઇ

આખરે ફરિયાદીને મોટી રકમ પરત નહીં કરતા રૂ. 13.70 લાખની છેતરપિંડી થઇ હોવાની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જે બાદ પોલીસે ટેક્નિકલ અને હ્યુમન સોર્સના આધારે આરોપીઓને દબોચવા માટેના ચક્રોગતિમાન કર્યા હતા. તેવામાં ચોક્કસ વિગતોના આધારે અભિષેક સુભાષસંદ્ર ગર્ગ (રહે. પ્રિતમ પુરા, દિલ્હી) અને ઇંદરપુરણ દશરથ પાલ (રહે. રોહીણી, દિલ્હી) ની ધરપકડ કરવામાં આવી હતી.

Advertisement

શું હતી આરોપીઓની ભૂમિકા

આરોપી અભિષેક સુભાષસંદ્ર ગર્ગ (રહે. પ્રિતમ પુરા, દિલ્હી) દ્વારા ગુનાના કામમાં સંકળાયેલું બેંક ખાતુ ઓપરેટ કરવામાં આવતું હતું. અને આરોપી ઇંદરપુરણ દશરથ પાલ (રહે. રોહીણી, દિલ્હી) દ્વારા સહઆરોપી સાથે મળીને ફ્રોડની રકમ જમા થતી હતી, તે બેંક ખાતુ ફ્રિઝ થતા ફરિયાદીને લોભ લાલચ આપીને સમાધાન કરી ચાલુ તપાસમાં નુકશાન પહોંચાડવાનું કામ કરતો હતો. તથા તપાસ કરનાર એજન્સીઓ વિરૂદ્ધ ખોટી અરજીઓ કરવાનું કામ કરતો હોવાનું જાણવા મળી રહ્યું છે. બંને આરોપીઓ દ્વારા ઇમેલ આઇડીનો સંયુક્ત રીતે ઉપયોગ કરવામાં આવતો હતો.

Advertisement

લેપટોપ અને મોબાઇલ જપ્ત કરાયા

તપાસ દરમિયાન આરોપી ઇંદરપુરણ દશરથ પાલ (રહે. રોહીણી, દિલ્હી) ના લેપટોપ ડિવાઇઝની સઘન તપાસ કરતા તેમાંથી 700 થી વધુ શંકાસ્પદ બેેંક ટ્રાન્ઝેક્શનની ચોંકાવનારી વિગતો સામે આવી હતી. જે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ ગુનામાં પોલીસે અગાઉ 4 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. ઉપરોક્ત આરોપીઓ પાસેથી મોબાઇલ - 5 અને લેપટોપ - 2 રિકવર કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો --- VADODARA : ગેરકાયદે રહેતા 14 બાંગ્લાદેશી વિરૂદ્ધ ફોરેનર્સ એક્ટ હેઠળ કાર્યવાહી

Tags :
Advertisement

.

×