Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Vadodara: શિનોર ભાજપમાં ભડકો, "ભાજપ જ ભાજપને હરાવી રહ્યું છે", સંગઠન પ્રમુખના નિવેદનથી ખળભળાટ

વડોદરાના શિનોર તાલુકામાં ભાજપની અંદર ઉકળતો ચરુ હવે બહાર આવ્યો છે. સંગઠન પ્રમુખે જાહેરમાં જે રીતે પક્ષના આંતરિક સમીકરણો અને વિખવાદની પોલ ખોલી છે, તેનાથી રાજકીય ગલિયારાઓમાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. ચૂંટણીના નિર્ણાયક તબક્કે જ "ઘરના જ ઘાતકી" બન્યા હોવાની આ કબૂલાત પાછળના અસલી ખેલાડીઓ કોણ છે અને આ વિવાદ ક્યાં જઈને અટકશે તે જાણવું રસપ્રદ રહેશે.
vadodara  શિનોર ભાજપમાં ભડકો   ભાજપ જ ભાજપને હરાવી રહ્યું છે   સંગઠન પ્રમુખના નિવેદનથી ખળભળાટ
Advertisement
  • Vadodara ના શિનોર તાલુકામાં ભાજપનો જૂથવાદ આવ્યો સામે
  • શિનોર ભાજપ સંગઠન પ્રમુખે જાહેરમાં આપ્યું વિસ્ફોટક નિવેદન
  • ભાજપ જ ભાજપને હરાવી રહ્યું છે: પ્રમુખ સંકેત પટેલના આકરા તેવર
  • સ્થાનિક ચૂંટણીના પ્રચાર દરમિયાન આંતરિક જૂથવાદનો પર્દાફાશ
  • પક્ષના જ નેતાઓ વિરુદ્ધ નિવેદન આપતા જિલ્લા ભાજપમાં ખળભળાટ
  • ચૂંટણી ટાણે જ શિનોર ભાજપમાં ભડકો થતા વિપક્ષોમાં અનેક ચર્ચાઓ

વડોદરા (Vadodara): ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો માહોલ જામ્યો છે ત્યારે વડોદરા જિલ્લાના શિનોર (Shinor) તાલુકામાં ભારતીય જનતા પાર્ટી (BJP) નો આંતરિક જૂથવાદ જાહેરમાં આવ્યો છે. શિનોર ભાજપ સંગઠન પ્રમુખ (Organization President) સંકેત પટેલ (Sanket Patel) દ્વારા કરવામાં આવેલા એક વિસ્ફોટક નિવેદને પક્ષના હાઈકમાન્ડની ઊંઘ ઉડાડી દીધી છે. ચૂંટણી પ્રચાર દરમિયાન યોજાયેલી એક બેઠકમાં તેમણે પક્ષના જ કાર્યકરો અને નેતાઓ સામે ગંભીર આક્ષેપો કર્યા હતા.

Vadodara_gujarat_first

Advertisement

Vadodara: જૂથવાદની આગ સપાટી પર

શિનોરમાં ભાજપના કાર્યકરોને સંબોધતા સંકેત પટેલે ખુલ્લેઆમ સ્વીકાર્યું હતું કે, "અત્યારે ભાજપને હરાવવા માટે કોઈ વિપક્ષની જરૂર નથી, પરંતુ ભાજપ જ ભાજપને હરાવી રહ્યું છે." આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે પક્ષ એકતાના દાવા કરી રહ્યો છે. તેમણે ઈશારો કર્યો હતો કે પક્ષની અંદર જ કેટલાક એવા તત્વો સક્રિય છે જેઓ સત્તાવાર ઉમેદવારોને નુકસાન પહોંચાડવા માટે આંતરિક રીતે કામ કરી રહ્યા છે. આ નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા વડોદરા જિલ્લા ભાજપ (Vadodara District BJP) માં સોપો પડી ગયો છે.

Advertisement

ચૂંટણી સમયે જૂથવાદ

સ્થાનિક ચૂંટણી (Local Election) ના પ્રચારમાં વ્યસ્ત ભાજપ માટે આ સ્થિતિ પડકારજનક બની છે. શિનોર તાલુકામાં લાંબા સમયથી જૂથવાદની ચર્ચાઓ ચાલતી હતી, પરંતુ સંગઠન પ્રમુખના હોદ્દા પર રહેલી વ્યક્તિ જ્યારે જાહેરમાં આવી વાત કરે ત્યારે તે પક્ષની શિસ્ત પર સવાલ ઊભા કરે છે. સંકેત પટેલના આ નિવેદન બાદ હવે જિલ્લા કક્ષાના નેતાઓ ડેમેજ કંટ્રોલ કરવા માટે દોડતા થયા છે. શું આ જૂથવાદ ચૂંટણીના પરિણામો પર અસર કરશે કે કેમ? અને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારાઓ સામે સંગઠન કેવા પગલાં લેશે, તે હવે જોવાનું રહેશે.

આ પણ વાંચો: Panchmahal: ભાજપની મોટી કાર્યવાહી, પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર બળવાખોરો ઘરભેગા

Tags :
Advertisement

.

×