Vadodara: માતા-પિતા સાથે સૂતેલી બાળકીનું અપહરણ, 3 દિવસ બાદ કેનાલમાંથી મળ્યો મૃતદેહ
શિનોરના સતીષાણા ગામે ૧૪મી જૂનની રાત્રે 5 વર્ષીય દિવ્યાનું અપહરણ થયું હતું. ત્રણ દિવસની શોધખોળ બાદ વણીયાદ નર્મદા કેનાલમાંથી તેનો મૃતદેહ મળતા પંથકમાં શોક છવાયો છે. હત્યાની આશંકાએ એલસીબી અને એસઓજી સહિતનો પોલીસ કાફલો તપાસમાં લાગ્યો છે. પોલીસે કેટલાક શંકાસ્પદોને અટકાયતમાં લીધા છે અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ આગળની કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
Advertisement
Vadodara Crime: વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના સતીષાણા ગામે એક અત્યંત ચોંકાવનારી અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં 14મી જૂનની રાત્રે પોતાના માતા-પિતા સાથે નિદ્રાધીન રહેલી 5 વર્ષીય દિવ્યા નામની માસૂમ બાળકીનું રહસ્યમય સંજોગોમાં અપહરણ (Kidnapping) થયું હતું. આ ઘટના બાદ સમગ્ર પંથકમાં ભારે ગભરાટ અને શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. પરિવારજનો દ્વારા બાળકીની શોધખોળ કરવામાં આવી હતી, પરંતુ કોઈ પત્તો મળ્યો ન હતો.

