Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Vadodara : ભાયલી ગેંગરેપ કેસમાં આરોપીની ચોંકાવનારી કબૂલાત, કહ્યું- સમગ્ર ઘટનામાં માત્ર..!

Vadodara નાં ભાયલી સામૂહિક દુષ્કર્મનો મામલો હેવાન બળાત્કારીનું ચોંકાવનારું કબૂલાતનામું આરોપી શાહરુખે દોષનો ટોપલો મુખ્ય આરોપી મુન્ના પર ઢોળ્યો આ સમગ્ર ઘટનામાં માત્ર મુન્નાનો જ વાંક છે : શાહરૂખ વડોદારાનાં (Vadodara) ભાયલી સામૂહિક દુષ્કર્મ મામલે મોટા સમાચાર આવ્યા છે....
vadodara   ભાયલી ગેંગરેપ કેસમાં આરોપીની ચોંકાવનારી કબૂલાત  કહ્યું  સમગ્ર ઘટનામાં માત્ર
  1. Vadodara નાં ભાયલી સામૂહિક દુષ્કર્મનો મામલો
  2. હેવાન બળાત્કારીનું ચોંકાવનારું કબૂલાતનામું
  3. આરોપી શાહરુખે દોષનો ટોપલો મુખ્ય આરોપી મુન્ના પર ઢોળ્યો
  4. આ સમગ્ર ઘટનામાં માત્ર મુન્નાનો જ વાંક છે : શાહરૂખ

વડોદારાનાં (Vadodara) ભાયલી સામૂહિક દુષ્કર્મ મામલે મોટા સમાચાર આવ્યા છે. હેવાન બળાત્કારીએ ચોંકાવનારી કબૂલાત કરી છે. આરોપી શાહરુખ બંજારાએ દોષનો ટોપલો મુખ્ય આરોપી મુન્નાનાં માથે ઢોળ્યો છે. આરોપી શાહરૂખે પોલીસને કહ્યું કે, આમાં મુન્નાનો જ વાંક છે. પહેલા શરૂઆત મુન્નાએ કરી હતી, મુન્નાએ દાદાગીરી કરી હતી.

Advertisement

આ પણ વાંચો - VADODARA : ગેંગ રેપના આરોપીના ઘરનું પાણી, ડ્રેનેજ અને વિજ કનેક્શન કપાયું

Advertisement

આમાં મુન્નાનો જ વાંક છે : આરોપી શાહરૂખ

સમગ્ર રાજ્યને હચમચાવી દેનારા વડોદરાનાં (Vadodara) ભાયલી ગેંગરેપ કેસમાં (Bhayli Gang Rape) પોલીસ દ્વારા આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. અહેવાલ અનુસાર, પોલીસની તપાસમાં આરોપી શાહરૂખ બંજારાએ (Shahrukh Banjara) ચોંકાવનારી કબૂલાત કરી છે અને દોષનો ટોપલો મુખ્ય આરોપી મુન્ના પર ઢોળ્યો છે. આરોપી શાહરૂખે પોલીસને કહ્યું કે, સમગ્ર ઘટનામાં મુન્નાનો જ વાંક છે. પહેલા શરૂઆત મુન્નાએ કરી હતી. મુન્નાએ પીડિતા અને તેમનાં મિત્ર સાથે દાદાગીરી કરી હતી. શાહરૂખે આગળ કહ્યું કે, મુન્નાએ પીડિતા અને તેના મિત્રને ખેંચી ગાળો ભાંડી હતી અને ત્યાર બાદ સગીરાનાં મિત્રને ભગાડી મૂક્યો હતો.

આ પણ વાંચો - VADODARA : ભાયલી ગેંગ રેપ કેસના આરોપીઓના વધુ 4 દિવસના રિમાન્ડ મેળવતી પોલીસ

Advertisement

'પીડિતાનાં મિત્રે પ્રતિકાર કરતા મુન્નો બાઈક લઈને ભાગી ગયો'

અહેવાલ મુજબ, શાહરૂખે કબૂલાત કરતા પોલીસને કહ્યું કે, આખી ઘટના બની, દાદાગીરી કરી, આ બધામાં ફક્તને ફક્ત મુન્નાનો જ હાથ છે. પીડિતાનાં મિત્રને મેં મોકલ્યો હતો. જ્યારે મુન્નાએ (Munna) તેને ગાળો ભાંડી ખેંચ્યો હતો. પીડિતાનાં મિત્રે પ્રતિકાર કરતા મુન્નો બાઈક લઈને ભાગી ગયો હતો. જો કે, આ મામલે વડોદરા પોલીસે (Vadodara Police) વધુ પૂછપરછ હાથ ધરી છે.

આ પણ વાંચો - VADODARA : ભાયલી ગેંગ રેપ કેસમાં પીડિતાએ મેજીસ્ટ્રેટ સમક્ષ નિવેદન નોંધાવ્યું

Tags :
Advertisement

.