Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Vadodara : વાઘોડિયામાં વિદેશી દારૂના કટીંગ પર SMCની મોટી કાર્યવાહી, PI પૃથ્વીરાજસિંહ જાડેજા સસ્પેન્ડ

Vadodara : જિલ્લાના વાઘોડિયામાં વિદેશી દારૂની તસ્કરી અને લોકલ પોલીસની બેદરકારી અને બેજવાબદારીના કેસમાં મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ (SMC)ની કડક કાર્યવાહી બાદ વાઘોડિયા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર પૃથ્વીરાજસિંહ જાડેજાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
vadodara   વાઘોડિયામાં વિદેશી દારૂના કટીંગ પર smcની મોટી કાર્યવાહી  pi પૃથ્વીરાજસિંહ જાડેજા સસ્પેન્ડ
Advertisement
  • Vadodara : વાઘોડિયા બસ સ્ટેન્ડ પાછળ દરોડો બાદ 9 ડાયરીઓ મળી, PI જાડેજા સસ્પેન્ડ
  • કરોડોની લેવડદેવડના હિસાબ ખુલ્યા : વાઘોડિયા પોલીસ ઈન્સ્પેક્ટર પૃથ્વીરાજસિંહ જાડેજા સસ્પેન્ડ
  • SMCના દરોડામાં 6129 બોટલ વિદેશી દારૂ જપ્ત : વાઘોડિયા PI સસ્પેન્ડ, પોલીસ વડા સુધી પહોંચ્યો મામલો
  • વાઘોડિયામાં દારૂ તસ્કરી કેસ : PI પૃથ્વીરાજસિંહ જાડેજાની સસ્પેન્શન, ડાયરીમાં અનેક પોલીસકર્મીઓના નંબર

Vadodara :  જિલ્લાના વાઘોડિયામાં વિદેશી દારૂની તસ્કરી અને લોકલ પોલીસની બેદરકારી અને બેજવાબદારીના કેસમાં મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ (SMC)ની કડક કાર્યવાહી બાદ વાઘોડિયા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર પૃથ્વીરાજસિંહ જાડેજાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

Vadodara : દારૂના કટીંગ વખતે SMC ત્રાટકી

આ મામલો વાઘોડિયા બસ સ્ટેન્ડની પાછળ આવેલા વિસ્તારમાં વિદેશી દારૂના કટીંગ (વેચાણના સ્થળ) પર SMC દ્વારા પાડવામાં આવેલા દરોડા સાથે જોડાયેલો છે. દરોડા દરમિયાન પોલીસે અંદાજે 17 લાખ રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ (6129 બોટલો) જપ્ત કર્યો હતો. આ કાર્યવાહી દરમિયાન મળી આવેલા મહત્વના પુરાવાઓમાં 9 ડાયરીઓ પણ સામે આવી હતી.

Advertisement

ડાયરીથી પોલીસકર્મીઓની મીલીભગતનો થયો ખુલાસો

આ ડાયરીઓમાં કરોડો રૂપિયાની લેવડદેવડના હિસાબ નોંધાયા હતા. સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ ડાયરીઓમાં અનેક પોલીસકર્મીઓના ફોન નંબરો અને સંપર્ક વિગતો મળી આવી હતી. આ બાબત રાજ્યના પોલીસ વડા સુધી પહોંચતા તપાસ અને કાર્યવાહીને વેગ મળ્યો હતો.

Advertisement

પીઆઈને કરવામાં આવ્યા સસ્પેન્ડ

તાજેતરમાં જ વાઘોદિયા પોલીસ સ્ટેશનમાંથી બદલી થયા બાદ પણ PI પૃથ્વીરાજસિંહ જાડેજા સામે કાર્યવાહી કરવામાં આવી છે. ઉચ્ચ અધિકારીઓના આદેશ મુજબ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ કેસમાં વધુ તપાસ ચાલુ છે અને ડાયરીમાં નોંધાયેલા અન્ય સંબંધિત વ્યક્તિઓ સુધી પહોંચવાના પ્રયાસો ઝડપથી ચાલી રહ્યા છે.

પોલીસ કર્મચારીઓને ખુલ્લો સંદેશ

ઉલ્લેખનિય છે કે દારૂ તસ્કરીના નેટવર્કમાં સ્થાનિક પોલીસ અધિકારીઓની સંડોવણી સામે આવતી રહી છે. પરંતુ આ અંગેનો કોઈ નક્કર પુરાવા સામે આવી શકતા નથી. પરંતુ આ કેસમાં તો ડાયરીના રૂપમાં પોલીસની મીલિભગતના પુરાવાઓ સામે આવતા ખળભળાટ મચ્યો છે. આ પુરાવાઓના આધારે જ પોલીસ ઈન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાની વાત સામે આવી રહી છે. તો બીજી તરફ SMCની આ કાર્યવાહી અને ત્યારબાદની સસ્પેન્શનથી વહીવટી તંત્રમાં સ્વચ્છતા અને પારદર્શિતા જાળવવાનો સંદેશ આપવામાં આવ્યો છે.

જણાવી દઈએ કે, વડોદરા જિલ્લામાં દારૂ તસ્કરી અને બુટલેગિંગ સામે પોલીસ વિભાગ દ્વારા સતત કાર્યવાહી ચાલી રહી છે. આ કેસની તપાસમાં જે પણ નવી વિગતો સામે આવશે તેને લઈને લોકોમાં રસ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો-સુરતમાં મોતીવાલા પરફ્યુમની ‘સુગંધ’ બગડી! ₹3.40 કરોડની GSTની ચોરી પકડાઈ

Tags :
Advertisement

.

×