Vadodara : કાળા કાચ વાળી સ્કોર્પિયોમાં નિયમો તોડીને કરેલી 'રીલબાજી' વાયરલ
- વડોદરાના સોશિયલ મીડિયામાં કાળી સ્કોર્પિયોમાં રીલબાજી વાયરલ
- ખોટી વાતોને પ્રોત્સાહન આપવામાં આવતું હોવાનો લોકોનો મત
- આ મામલે અકોટા પોલીસ મથક દ્વારા કાર્યવાહી શરૂ કરાઇ
Vadodara : સામાન્ય રીતે આપણે સ્ટંટબાજી ફિલ્મોમાં જોતા હોય છે. તે પણ નિષ્ણાંતોની દેખરેખ હેઠળ ભજવાય છે. પરંતુ હવે સોશિયલ મીડિયામાં વાયરલ (Social Media - Viral) થવા માટે કોઇ પણ વ્યક્તિ જોખમી સ્ટંટબાજી (Risky Stunt Viral - Vadodara) કરતા સહેજ પણ ખચકાતો નથી. વડોદરામાં આ વાતની સાબિતી આપતા વીડિયો ભારે વાયરલ (Risky Stunt Viral - Vadodara) થઇ રહ્યા છે. જેમાં કાળા કાચ વાળી સ્કોર્પિયો કારમાં જોખમી સ્ટંટબાજી કરવામાં આવી છે. યુવકો દ્વારા સાઉથની ફિલ્મોની જેમ સીનસપાટા કરવા માટે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ડ્રોનની મંજુરી લીધી છે કે નહીં તે તપાસનો વિષય છે. વીડિયો વાયરલ થતા હવે આવા રીલબાજો વિરૂદ્ધ કડક કાર્યવાહીની માંગ ઉઠી છે.
આ ઘટનાને ડ્રોન કેમેરાથી કેદ કરવામાં આવી
વડોદરાના સોશિયલ મીડિયા વર્તુળોમાં એક ચોંકાવનારો વીડિયો વાયરલ (Risky Stunt Viral - Vadodara) થયો છે. જેમાં ત્રણ કાળા કાચ વાળી સ્કોર્પિયો કાર સીનસપાટા કરી રહી છે. રોડ પર જોખમી રીતે કાર હાંકીને તેને નવલખી મેદાનના હેલીપેડ ગ્રાઉન્ડ પર લઇ જવામાં આવે છે. જ્યાં ડાંગ જેવું હાથમાં રાખીને રીલબાજી કરવામાં આવી છે. સાઉથની ફિલ્મોની જેમ વચ્ચે યુવકો ઉભા છે, અને તેમની આજુબાજુમાં સ્કોર્પિયો કાર ફરી રહી છે. આ ઘટનાને ડ્રોન કેમેરાથી કેદ કરવામાં આવી છે. આ વીડિયો ભારે વાયરલ થવાના કારણે લોકોના મનમાં તરહ તરહના સવાલએ સ્થાન લીધું છે.
લોકો રીલબાજીનું આંધળું અનુકરણ કરી રહ્યા છે
લોકોનું કહેવું છે કે, નિયમો તોડીને રીલબાજી (Risky Stunt Viral - Vadodara) કરનારાઓ વિરૂદ્ધ કડક હાથે કાર્યવાહી થવી જોઇએ. સાથે જ જો ડ્રોન પરમિશન વગર ઉડાડ્યો હોય તો તેની પણ તપાસ થવી જોઇએ. હાલના સમયમાં લોકો રીલબાજીનું આંધળું અનુકરણ કરી રહ્યા છે. ત્યારે જો આ પ્રકારના રીલબાજો વિરૂદ્ધ કડક કાર્યવાહી નહીં કરવામાં આવે તો અન્ય પણ નિયમો તોડવા માટે પ્રેરાઇ શકે છે, તે વાતનો ભય વડોદરાવાસીઓના મનમાં છે. નવલખી મેદાનનો વીડિયો સામે આવ્યા બાદ અકોટા પોલીસ મથક દ્વારા કસુરવારો વિરૂદ્ધ પહોંચવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. હવે આ મામલે કેટલા સમયમાં પોલીસ નિયમો તોડનારને દબોચે છે તે જોવું રહ્યું.
આ પણ વાંચો ----- Vadodara : તિરંગા યાત્રાને લઇને તંત્રએ કમર કસી, 50 હજાર લોકોને જોડવાનું આયોજન