VADODARA : પફમાંથી અઢી ઇંચ જેટલો મોટો બોલ્ટ નીકળતા ગ્રાહક ચોંક્યો
- અતુલ બેકરીના સંચાલકોની ગંભીર બેદરકારી સામે આવી
- આજવા રોડ પર આવેલા આઉટલેટનો આ વીડિયો હોવાનો અંદાજ
- ગ્રાહકે સવાલ કરતા સંચાલકોએ કોઇ દાદ ના આપી
VADODARA : આજકાલ બેકરી આઇટમ્સ ખાવાનું ચલણ વધ્યું છે. તેવામાં બેકરી સંચાલકોની બેદરકારીના કિસ્સા પણ વધી રહ્યા છે. તાજેતરમાં વડોદરાના સોશિયલ મીડિયા સર્કલમાં એક વીડિયો ભારે વાયરલ થઇ રહ્યો છે. જેમાં ગ્રાહક અતુલ બેકરીની (ATUL BAKERY) પ્લેટમાં પફ (PUFF) ખાય છે. તેમાં પફમાંથી અઢી ઇંચ જેટલો મોટો બોલ્ટ (BOLT IN PUFF FOUND) નીકળ્યો હોવાનો વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે, ગ્રાહક કોઇ રજુઆત કરવા જાય છે, ત્યારે તેને કોઇ સાંભળતું નથી. આ વીડિયો વડોદરાના આજવા રોડ પર આવેલા અતુલ બેકરીના આઉટલેટનો હોવાનો અંદાજ છે.
એક ગ્રાહક અતુલ બેકરીની ડીશમાં પફ ખાઇ રહ્યો છે
વડોદરા સહિત રાજ્યભરમાં ખાદ્યપદાર્થોમાં સંચાલકોની બેદરકારીના કિસ્સાઓ સામે આવતા રહે છે. પરંતુ નક્કર કાર્યવાહીના અભાવે આવા કિસ્સાઓ પર જોઇએ તેવી લગામ લાગી નથી. આવો જ વધુ એક બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે. તાજેતરમાં વડોદરાના સોશિયલ મીડિયા સર્કલમાં એક વીડિયો વાયરલ થવા પામ્યો છે. જેમાં એક ગ્રાહક અતુલ બેકરીની ડીશમાં પફ ખાઇ રહ્યો છે. દરમિયાન પફમાંથી અઢી ઇંચ જેટલો મોટો બોલ્ટ નીકળ્યો હોવાનો વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઘટનાને પગલે ગ્રાહક બેકરી સંચાલકને સવાલ કરવા જાય છે, પરંતુ તેને કોઇ દાદ આપતું નથી. જે બાદ આ વીડિયો વાયરલ થયો હોવાનો અંદાજો લગાડવામાં આવી રહ્યો છે.
ઓપરેશન કરાવીને જ તેને કાઢવો પડે તેવી સ્થિતીનું નિર્માણ થાત
જો આ પફ ભૂલથી પણ ગ્રાહક ખાઇ ગયો હોત, અને તેના પેટમાં અઢી ઇંચનો બોલ્ટ જતો રહ્યો હોત તો ઓપરેશન કરાવીને જ તેને કાઢવો પડે તેવી સ્થિતીનું નિર્માણ થાત. આવી અતિગંભીર ભૂલ કરનાર બેકરી સંચાલકો વિરૂદ્ધ હવે વડોદરા પાલિકાનું ખોરાક શાખાનું તંત્ર શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું. જ્યાં સુધી ઉદાહરણરૂપ કાર્યવાહી કરવામાં નહીં આવે ત્યાં સુધી આવા કિસ્સાઓ પર લગામ કરવામાં જોઇએ તેવી સફળતા નહીં મળે.
આ પણ વાંચો ---- VADODARA : SSG હોસ્પિટલનો કામનો ભાર હળવો થશે, GMERS માં PM શરૂ


