VADODARA : ચોમાસા પૂર્વે તરાપાનું પૂજન કરાયું, તંત્ર પર વિશ્વાસનો અભાવ
- વડોદરામાં ચોમાસામાં પૂરને લઇને લોકોમાં ભય
- સયાજીગંજ વિસ્તારમાં સામાજીક કાર્યકર દ્વારા તરાપાનું પૂજન કરાયું
- પૂર આવે તો તેની મદદ મળી રહે તેવા આશયથી આ કાર્ય કરાયું
VADODARA : વડોદરા (VADODARA) માં ગત વર્ષે ત્રણ વખત પૂર (VADODARA - FLOOD) ના પાણી શહેરભરમાં ફરી વળ્યા હતા. જેનો ભય આજે પણ લોકોના મનમાંથી જતો નથી. હવે શહેરમાં ચોમાસું બેસવાને જુજ દિવસો બાકી છે, ત્યારે સામાજીક કાર્યકરે તરાપાનું ફૂલો વડે પૂજન કર્યું છે. પાલિકા (VADODARA - VMC) દ્વારા વિશ્વામિત્રી પ્રોજેક્ટ (VISHWAMITRI PROJECT) હાથ ધરવામાં આવ્યા બાદ પણ લોકોના મનમાંથી પૂરના પાણીનો ભય ઓછો થવાનું નામ નથી લઇ રહ્યો. સયાજીગંજ વિસ્તારના નીચાણવાળા વિસ્તારમાં સામાજીક કાર્યકર દ્વારા પૂજન હાથ ધરાયું છે.
લોકોનો વિશ્વાસ જીતવામાં પાલિકા તંત્ર નિષ્ફળ
વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં નીચાણવાળા ભાગોમાં ગત વર્ષે પૂરના પાણી ફરી વળતા ભારે મુશ્કેલી સર્જાઇ હતી. આ વખતે પાલિકા દ્વારા વિશ્વામિત્રી પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી છે. પરંતુ પ્રોજેક્ટને લઇને લોકોનો વિશ્વાસ જીતવામાં પાલિકા તંત્ર નિષ્ફળ રહ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. આજે પરશુરામ ભઠ્ઠામાં સામાજીક કાર્યકર દ્વારા તરાપાનું પૂજન કરવામાં આવ્યું છે. આ વખતે જો પૂરના પાણી ફરી વળે ત્યારે મદદ મળે તે આશયથી આ કાર્ય કરવામાં આવ્યું હોવાનું તેમણે મીડિયાને જણાવ્યું હતું.
પાલિકા તરફથી કોઇ ખાસ મદદ મળી શકી ન્હતી
સામાજીક કાર્યકર વિઠ્ઠલ આયરે મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, ગયા વર્ષે પૂરની દુખદ ઘટના ઘટી હતી. તાજેતરમાં અકોટાના ધારાસભ્યએ કહ્યું હતું કે, પૂર તો આવવાનું જ છે. જેથી અમે અગાઉથી તરાપાનું પૂજન અર્ચન કરીને તૈયારીઓ કરી રહ્યા છીએ. જેથી કરીને વિસ્તારના લોકોને કોઇ તકલીફ ના પડે, અને તેમને મદદ મળી રહે. પાણી ભરાય ત્યારે તરાપાની મદદ મળી રહે તે અમારો ઉદ્દેશ્ય છે. ગત વર્ષે જ્યારે પાણી ભરાયું હતું ત્યારે પાલિકા તરફથી કોઇ ખાસ મદદ મળી શકી ન્હતી. ગત વર્ષે પૂર સમયે મારા પાડોશમાં રહેતા યુવકનું મૃત્યું થયું હતું. અમે જ તેને તરાપામાં છેલ્લી ઘડીએ લઇને દોડ્યા હતા. પરંતુ તેને બચાવી શક્યો ન્હતો. તેમણે આરોપ મુકતા કહ્યું કે, આ વખતે પૂર આવી શકે છે. નદીમાંથી કાઢેલી માટીનો કદાચ કોઇ વ્યવહાર પણ થઇ ગયો હોય.
આ પણ વાંચો --- VADODARA : રૂ. 86 ના બાકી વીજ બીલ માટે કંપનીએ કનેક્શન કાપી મીટર ઉઠાવી લીધું