Vadodara : MD ડ્રગ્સનો જથ્થો મંગાવનાર વોન્ટેડ આરોપીને ડ્રોન સર્વેલન્સથી દબોચતી SOG પોલીસ
- એમડી ડ્રગ્સ મંગાવનાર દબોચી લેવાયો
- ભરૂચથી ડ્રગ્સની ડીલીવરી કરનાર શખ્સ પહેલા પકડાયો હતો
- પોલીસે ડ્રોન સર્વેલન્સ થકી ફરારને ઝબ્બે કર્યો
Vadodara : તાજેતરમાં વડોદરા પોલીસ (Vadodara SOG Police) દ્વારા બાતમીના આધારે ભરૂચથી એમડી ડ્રગ્સની ડીલીવરી (MD Drug Case - Vadodara) કરવા આવેલા શખ્સને દબોચી લેવામાં આવ્યો હતો. આ મામલે ડ્રગ્સનો જથ્થો મંગાવનાર આરોપી વોન્ટેડ હતો. અને એસઓજી પોલીસ તેની શોધમાં હતી. દરમિયાન આજે એસઓજી પોલીસ દ્વારા આરોપી ઉપર ડ્રોન સર્વેલન્સ થકી નજર રાખીને તેને દબોચી લેવામાં સફળતા મળી છે. આરોપી યુવક વિરૂદ્ધ અગાઉ પણ ત્રણ જેટલા ગુનાઓ નોંધાયા હોવાનું જાણવા મળી રહ્યું છે. 25, જુલાઇના રોજ એમડી ડ્રગ્સ પકડી પાડવામાં આવ્યું હતું. આ મામલે વોન્ટેડ આરોપીને ઝાડીઓમાંથી પકડી પાડવામાં સફળતા મળી છે.
જેપી રોડ પોલીસ મથકમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ
સમગ્ર મામલે પ્રાપ્ત વિગતો અનુસાર, 24 જુલાઇના રોજ વડોદરા શહેરના જુના પાદરા રોડ પર રીલાયન્સ મોલની પાછળ આવેલા ગરબા ગ્રાઉન્ડમાં ભરૂચનો શખ્સ એમડી ડ્રગ્સની ડીલીવરી (MD Drug Case - Vadodara) કરવા આવ્યો હોવાની બાતમી વડોદરા એસઓજી પોલીસને મળતા ટીમો પહોંચી હતી. ત્યાર બાદ દરોડામાં ભરીચના સાદીક શેખની રૂ. 9.33 લાખના એમડી ડ્રગ્સના જથ્થા જોડે ધરપકડ કરવામાં આવી હતી. આ મામલે જેપી રોડ પોલીસ મથકમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જો કે, આ મામલે એમડી નો જથ્થો મંગાવનાર આરોપી સાગર કલ્પેશ સુથાર વોન્ટેડ હતો. જેને દબોચવા માટે એસઓજી પોલીસે વોચ ગોઠવી હતી.
ભાગવા જતા આરોપીની ધરપકડ
દરમિયાન એસઓજીના હેડ કોન્સ્ટેબલને બાતમી મળી કે, ફરાર આરોપી (MD Drug Case - Vadodara) સાગર મિસ્ત્રી તેના કાકાના ઘરે સ્વામી વિવેકાનંદ ફ્લેટ્સ, સમતા નજીક આવેલી ઝાડીઓમાં દિવસના સમયે છુપાઇને રહે છે. જેના આધારે પોલીસે વિસ્તારમાં ડ્રોન સર્વેલન્સ એક્ટિવ કરી દીધું હતું., બાદમાં તેની હાજરીની પુષ્ટિ થતા પોલીસે સ્થળ પર સઘન તપાસ હાથ ધરી હતી. અંતે ભાગવા જતા આરોપી સાગર કલ્પેશ સુથાર (મિસ્ત્રી) (રહે. સરદાર પટેલ હાઇટ્સ, સમતા) (મુળ રહે. વણા, વઢવાણ, સૂરેન્દ્રનગર) ની ધરપકડ કરી છે. આરોપી વિરૂદ્ધ અગાઉ એનડીપીએસ વાહન અકસ્માત અને પ્રોહીબીશનના મળીને ત્રણ ગુનાઓ નોંધાઇ ચૂક્યા છે.
આ પણ વાંચો ----- Vadodara : GUJCTOC કેસમાં ચુઇ ગેંગ વિખેરાઇ, આરોપીઓ અલગ અલગ જેલમાં ધકેલાયા