VADODARA : ભરૂચથી MD ડ્રગ્સની ડિલિવરી કરવા આવેલા શખ્સને દબોચતી SOG
- એમડી ડ્રગ્સની ડિલિવરી થાય તે પહેલા જ પેડલર ઝબ્બે
- ભરૂચથી આવેલા શખ્સને દબોચી લેવાયો, બે વોન્ટેડ
- આરોપીની એક્ટિવા પર પ્રેસ લખેલું મળી આવ્યું છે
VADODARA : વડોદરાની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG POLICE - VADODARA) ની ટીમોને મોટી સફળતા મળી છે. એસઓજી પોલીસ (SOG POLICE) દ્વારા માદક દ્રવ્યોની હેરાફેરી કરતા તત્વો પર સતત વોચ રાખવામાં આવે છે. તાજેતરમાં ટીમો બાતમીના આધારે સ્થળ પર દરોડા પાડ્યા હતા. જેમાં એમડી ડ્રગ્સનો (MD DRUGS) કોમર્શિયલ જથ્થો મળી આવ્યો છે. આ કાર્યવાહીમાં પોલીસે ડ્રગ્સ સાથે રૂ. 10 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
એસઓજીની ટીમોએ સ્થળ પર દરોડા પાડ્યા
તાજેતરમાં વડોદરા એસઓજીની ટીમો પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલને બાતમી મળી કે, ભરૂચમાં રહેતો સાદ્દીક મહેબુબ શેખ, વાદળી કલરની એક્ટિવા લઇને બપોરના સમયે જુના પાદરા રોડ પર આવેલા ગરબા ગ્રાઉન્ડમાં ડિલિવરી આપવામાં આવનાર છે. ત્યાર બાદ એસઓજીની ટીમોએ સ્થળ પર દરોડા પાડ્યા હતા. જેમાં સાદીક મહેબુબ શેખને ઝડપી પાડ્યો હતો., તેની પાસેથી વગર પરમીટે એમડી ડ્રગ્સનો 93.310 ગ્રામનો જથ્થો મળી આવ્યો હતો.
જે. પી. રોડ પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો
આરોપી પાસેથી મળેલી એક્ટિવા પર પ્રેસ લખ્યું હતું. તેની પાસેથી ન્યુઝ ચેનલના ફોટો વાળું આઇડી કાર્ડ પણ મળી આવ્યું છે. આરોપી સાદીક મહેબુબ શેખ (રહે. સોનેરી મહેલ, જાલીયા મસ્જીદની સામે, ભરૂચ) વિરૂદ્ધ જે. પી. રોડ પોલીસ મથકમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આરોપી વિરૂદ્ધ વર્ષ 2008 માં બોરસદના ભાદરણ પોલીસ મથક ખાતે મર્ડરનો ગુનો નોંધાયેલો છે.
કુલ રૂ. 10.23 લાખનો મુદ્દામાલ કબ્જે
ઉપરોક્ત કાર્યવાહીમાં એસઓજીએ રૂ. 9.33 લાખની કિંમતનું ડ્રગ્સ, એક્ટિવા, મોબાઇલ, અને રોકડ મળીને કુલ રૂ. 10.23 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ મામલે એમડી નો જથ્થો મંગાવનાર અને મોકલનાર બે ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો ---- VADODARA : હોટલમાં જમવાનું નહી મળતા સંચાલકના ઘરે જઇને હુમલો કરનાર ઝડપાયા