Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : SOG એ 6 માસમાં NDPS ના 15 ગુના નોંધ્યા, રૂ. 1.54 કરોડનો મુદ્દામાલ જપ્ત

VADODARA : કાર્યવાહીમાં મળીને રૂ. 1.25 કરોડનો નાર્કોટિક્સનો મુદ્દામાલ, રૂ, 3.94 લાખ રોકડ, તેમજ રૂ. 24.57 લાખનો અન્ય મુદ્દામાલ પકડાયો
vadodara   sog એ 6 માસમાં ndps ના 15 ગુના નોંધ્યા  રૂ  1 54 કરોડનો મુદ્દામાલ જપ્ત
Advertisement
  • વડોદરા એસઓજી પોલીસને ટુંકા ગાળામાં મળી મોટી સફળતા
  • નશાખોરોની કમર તોડવામાં એસઓજી સફળ રહી
  • 6 મહિનામાં વિવિધ પ્રકારના નશા પ્રેરક મુદ્દમાલ જપ્ત કર્યા

VADODARA : વડોદરા (VADODARA) માં નશીલા પદાર્થો (NARCOTICS RELATED) ની હેરાફેરી ડામવા માટે વડોદરા પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ બ્રાન્ચ (SOG - POLICE દ્વારા વિતેલા 6 માસમાં એનડીપીએસ હેઠળ (NDPS ACT) 15 કેસો નોંધવામાં આવ્યા છે. જેમાં 26 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ કાર્યવાહીમાં રૂ. 1.54 કરોડની કિંમતના ગાંજો, ચરસ, એમડી ડ્રગ્સ, નશાકારક ટેબ્લેટ્સ, હાઇબ્રીડ ગાંજાનો સમાવેશ થાય છે. આમ, વડોદરામાં નશાખોરોની કમર તોડવામાં એસઓજીને સફળતા મળી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.

મુદ્દામાલનું વર્ગીકરણ

વડોદરામાં 1 ડિસે. 2024 થી 31, મે 2025 સુધીમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા નશાખોરોની કમર તોડી નાંખવામાં આવી છે. 6 માસના સમયગાળામાં એસઓજી દ્વારા એનડીપીએસના 15 કેસો કરવામાં આવ્યા છે. જેમાં 26 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ કાર્યવાહી દરમિયાન રૂ. 43.33 લાખની કિંમતનો વનસ્પતિ જન્ય માદક પદાર્થ, રૂ. 46.78 લાખની કિંમતને હાઇબ્રીડ ગાંજો, રૂ. 50.50 લાખની કિંમતની ગેરકાયદેસર કફ સીરપ અને ટેબ્લેટ્સ, રૂ. 6.73 લાખની કિંમતનું એમડી ડ્રગ્સ, રૂ. 6.82 લાખની કિંમતના અફિણ અને રૂ. 18 હજારની કિંતના ચરસનો સમાવેશ થાય છે.

Advertisement

નાર્કોટિક્સ, રોકડ તેમજ અન્ય મુદ્દામાલ જપ્ત

ઉપરોક્ત કાર્યવાહીમાં મળીને રૂ. 1.25 કરોડનો નાર્કોટિક્સનો મુદ્દામાલ, રૂ, 3.94 લાખ રોકડ, તેમજ રૂ. 24.57 લાખનો અન્ય મુદ્દામાલ મળીને કુલ રૂ. 1.54 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ જોતા ખુબ જ ઓછા ગાળામાં એસઓજી પોલીસ નશાખોરોની કમર તોડવામાં સફળ રહી હોવાનો અંદાજો લગાડવામાં આવી રહ્યો છે.

Advertisement

આ પણ વાંચો --- VADODARA : સોના-ચાંદીની વસ્તુ વેચવાની ફિરાકમાં ફરતા તસ્કરોને ક્રાઇમ બ્રાન્ચે દબોચ્યા

Tags :
Advertisement

.

×