VADODARA : SSG હોસ્પિટલમાં લિવર અને આંખોનું સફળ અંગદાન
- મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલમાં અંગદાન કરાયું
- દર્દીના પરિજનોને સંમતિ બાદ કાનુની અને તબિબિ પ્રક્રિયા હાથ ધરાઇ
- અંગદાતાનું લિવર અને આંખો અન્યને નવું જીવન પુરૂ પાડશે
VADODARA : તાજેતરમાં સુરેશભાઈ જીવરાજભાઈ ચૌહાણ નામના દર્દીને એસ.એસ.જી. હોસ્પિટલ (SSG HOSPITAL - VADODARA) ના મેડિસિન બી યુનિટમાં કરવામાં આવ્યા હતા. તેઓને હાઇપરટેન્શન (ઉંચા બ્લડપ્રેશર) ના ઈતિહાસ સાથે ઇન્ટ્રા-પેરેન્ખાઈમલ હેમોરેજ (IPH)ની તાત્કાલિક ગંભીર સ્થિતિમાં દાખલ કરવામાં આવ્યા હતા. શરૂઆતમાં સર્જરી કરવા આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ દર્દીની તબિયત લથડતા સર્જરી કરવું શક્ય ન્હતું.
અંગદાન ટીમના સહયોગથી તમામ કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ
આ ઘટનાક્રમ બાદ હોસ્પિટલ સત્તાધીશો પરિવારજનો સાથે સંવાદ કરી તેમને અંગદાન (ORGAN DONATION) અંગે સમજાવવામાં આવ્યા હતા. દર્દીના પરિજનોએ કટોકટીભર્યા સમયે ખુબ જ હૃદયસ્પર્શી નિર્ણય લઈ પરિવારજનો અંગદાન માટે સંમતિ આપી હતી. તે બાદ 5 જૂન, 2025ના રોજ તમામ કાનૂની અને તબીબી કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. અંગદાન ટીમના સહયોગથી તમામ કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી. દર્દીના લિવર અને બંને નેત્રો સફળતાપૂર્વક અંગદાનમાં સ્વીકારવામાં આવ્યા હતા.
મેડિકલ ટીમની સરાહનીય કામગીરી
આ સમગ્ર પ્રક્રિયામાં ડૉ. અજય, ડૉ. દીપ, ડૉ. દિવાકર, મેડિસિન બી યુનિટની ટીમ, તમામ એનેસ્થીસિયા તજજ્ઞો, તથા ICU સ્ટાફ ઉદયભાઈ, હેતલબેન અને રોશ્નીબેનનો અભૂતપૂર્વ સહકાર રહ્યો હતો. સમગ્ર કામગીરી ડૉ. નરેન્દ્ર ઉમાના માર્ગદર્શન હેઠળ પૂર્ણ કરવામાં આવી હતી. અંગદાનના આ પવિત્ર કાર્ય માટે ડૉ. શ્રેયા, ડૉ. નરેન્દ્ર ઉમા, ડૉ. મમતા અને ડૉ. પાર્થ જેવા તબીબી અધિકારીઓનો મહત્વનો ફાળો રહ્યો.
દાતાના પરિવારે સમજદારી દાખવી
અંગદાતાનાના પત્ની શ્રીમતી જ્યોતિબેન તથા પુત્રો અમિતભાઈ અને લલિતભાઈનો, જેમણે સંપૂર્ણ સમજદારી અને ધીરજ રાખી આ માનવતાવાદી પગલાંને શક્ય બનાવ્યું હતું. એસ.એસ.જી. હોસ્પિટલની આઈ.સી.યૂ. અને ઓર્ગન ડોનેશન ટીમે જે રીતે સાથે મળીને કાર્ય કરી પ્રેરણારૂપ માનવસેવાનો દાખલો આપી સમગ્ર સમાજ માટે પ્રેરણારૂપ કાર્ય હાથ ધર્યું હતું.
આ પણ વાંચો --- VADODARA : કોરોના પોઝિટિવ દર્દીનો આંક 22 પર પહોંચ્યો, 6 માસનું બાળક ઓક્સિજન પર