Vadodara : રખડતા શ્વાનને દોરી વડે બાંધીને, સિમેન્ટની કોથળીમાં મુકીને નાળામાં ફેંકતા રોષ
Vadodara : વાઘોડિયાથી આજવા ચોકડી તરફ જવાના રસ્તે વચ્ચે આવતા નાળામાં રખડતા શ્વાનને બાંધીને તેને સિમેન્ટની થેલીમાં મુકીને ફેંકી દેવાયો
Advertisement
- વડોદરામાં ચોંકાવનારી ઘટના સામે આવી
- રખડતા શ્વાન પર માણસે અમાનવીય અત્યાચાર ગુજાર્યો
- યશ તડવીએ શ્વાનનું રેસ્ક્યૂ કરીને બચાવ્યો
- હાલ શ્વાનને સારવાર અર્થે મોકલી આપવામાં આવ્યો છે
Vadodara : સંસ્કારી નગરી વડોદરા (Vadodara) માં માનવતાને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. વડોદરામાં રખડતા શ્વાન (Stray Dog Thrown - Vadodara) ને દોરી વડે બાંધીને તેને સિમેન્ટની કોથળીમાં મુકીને નાળામાં ફેંકી દેવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ શ્વાન પર રાહદારીનું ધ્યાન જતા તેણે તુરંત એનિમલ રેસ્ક્યૂઅર યશ તડવીને જાણ કરી હતી. યશ તડવીએ ગણતરીના સમયમાં ઘટના સ્થળ પર પહોંચીને શ્વાનનું રેસ્ક્યૂ (Stray Dog Thrown - Vadodara) કર્યું છે. શ્વાન ઇજાગ્રસ્ત થયું હોવાનું જણાતા તેને સારવાર અર્થે અન્ય એનજીઓમાં મોકલી આપવામાં આવ્યું છે. આ ઘટના સામે આવતા આવા અમાનવીય કૃત્યને અંજામ આપનારાઓ વિરૂદ્ધ લોકોને રોષ ફાટી નીકળ્યો છે.

