Vadodara : પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યા મામલે 2 પોલીસકર્મી વિરુદ્ધ કડક કાર્યવાહી!
- ભાજપ નેતાનાં પુત્રની કરપીણ હત્યાનો મામલો (Vadodara)
- SSG હોસ્પિટલ ખાતે પોલીસ જાપ્તા હાજર બે પોલીસકર્મીઓ સસ્પેન્ડ
- આરોપી બાબરને જાપ્તામાં લઈ જનાર બંને પોલીસકર્મીઓ સામે કાર્યવાહી
વડોદરામાં (Vadodara) પૂર્વ કોર્પોરેટરનાં પુત્રની હત્યાને લઈને મામલો ખૂબ જ ગરમાયો છે. ત્યારે આ મામલે મોટા સમાચાર આવ્યા છે. આ કેસમાં બે પોલીસકર્મીઓની સૌથી મોટી બેદરકારી સામે આવતા તેમની વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી છે. બંને પોલીસકર્મીઓને ફરજ પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. SSG હોસ્પિટલ ખાતે પોલીસ જાપ્તામાં હાજર બે પોલીસકર્મી સસ્પેન્ડ કરાયા છે. આરોપ છે કે પોલીસની હાજરીમાં આરોપીએ હત્યા કરી હતી.
આ પણ વાંચો - Ahmedabad : વધુ એક PI સસ્પેન્ડ, કાગડાપીઠ મર્ડર કેસમાં સસ્પેન્ડેડ PI નો લેટર વાઈરલ!
Vadodara : BJPના પૂર્વ Corporatorના પુત્ર સાથે આ શું થયું | Gujarat First
- ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ પરમારના પુત્ર તપન પર હુમલા બાદ સારવાર દરમિયાન નિપજ્યુ મોત- ઘટના પોલીસ સામે બની હોવાનો પરિવારજનોનો આક્ષેપ
- કુખ્યાત આરોપી બાબર એ ઘટનાને અંજામ આપ્યો
- સયાજી હોસ્પિટલ પોલીસ… pic.twitter.com/6Gc5ByyEYn— Gujarat First (@GujaratFirst) November 18, 2024
ફરજ પર બેદરકારી રાખવા બદલ બે પોલીસકર્મી સસ્પેન્ડ
વડોદરામાં (Vadodara) પૂર્વ કોર્પોરેટરનાં પુત્ર તપન પરમારની હત્યા બાદ પરિવારે કારેગીબાગ પોલીસ સ્ટેશનનો (Karelibaug Police Station) ઘેરાવ કર્યો હતો. પરિવારજનો સાથે મોટી સંખ્યામાં લોકો કારેલીબાગ પોલીસ સ્ટેશન પર ઉમટી પડ્યા હતા. ન્યાયની માગ સાથે પરિવારે પોલીસ સ્ટેશનમાં ભારે હંગામો મચાવ્યો હતો. મામલાની ગંભીરતાને જોતા તપાસમાં બે પોલીસકર્મીઓની સૌથી મોટી બેદરકારી સામે આવતા તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી છે. પ્રાપ્ત અહેવાલ અનુસાર, SSG હોસ્પિટલમાં પોલીસ જાપ્તામાં આરોપી બાબર હતો, ત્યારે ફરજ પર બેદરકારી રાખવા બદલ લોકરક્ષક હિતેન્દ્ર કુમાર, પોલીસ કોન્સ્ટેબલ હિતેન્દ્રસિંહને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો - Ahmedabad : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસ ગુજરાતનાં પ્રવાસે, સ્નેહમિલન સમારોહમાં કરી આ ટકોર!
પોલીસની હાજરીમાં આરોપીએ હત્યા કરી હોવાનો ગંભીર આરોપ
જણાવી દઈએ કે, પૂર્વ કોર્પોરેટરનાં પુત્ર તપન પરમારની હત્યા બાદ પરિવાર સાથે વડોદરા શહેર ભાજપ સંગઠન (Vadodara BJP), વડોદરા મનપાનાં નેતાઓ અને શહેરનાં કેટલાક ધારાસભ્યો પણ પોલીસ સ્ટેશન આવી પહોંચ્યા હતા. મૃતક તપનના પરિવારે પોલીસની કામગીરી પર પણ સવાલ ઉઠાવ્યા છે. પરિવારે આરોપ લગાવ્યો છે કે પોલીસની હાજરીમાં જ તપનની હત્યા થઈ હોવા છતાં નક્કર કાર્યવાહી કરવામાં નથી આવી રહી. સાથે જ એવો પણ આરોપ લગાવ્યો છે કે આરોપીએ એક વ્યક્તિની હત્યા કરી દીધી અને અન્ય કેટલાક લોકોને છરીનાં ઘા ઝીંકી દીધા હોવા છતાં પણ આરોપીને હાથકડી નહોતી પહેરાવાઈ. મૃતકનાં પરિવારે આરોપીને ફાંસીની સજા આપવાની માગ કરી છે.
આ પણ વાંચો - Surat : ચોકબજારમાં હત્યાનો ભેદ ઉકેલાયો, 3 આરોપીની ધરપકડ, હત્યાનું કારણ ચોંકાવનારું!


