VADODARA : સ્વચ્છતા સર્વેક્ષણમાં 'પ્રોમીસીંગ શહેર'ની કેટેગરીમાં વડોદરાએ બાજી મારી
- વડોદરાને પ્રોમીસીંગ શહેર કેટેગરીમાં પ્રથમ અને ઓવરઓલ 18 મો ક્રમાંક મળ્યો
- આજે સ્વચ્છતા સર્વેક્ષણના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે
- દિલ્હી ખાતે આયોજિત કાર્યક્રમમાં શહેરને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો
VADODARA : આજરોજ કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ (SWACHCHHATA SURVEKSHAN) ની 9 મી આવૃત્તિના પરિણામો લોન્ચ કર્યા છે. જેમાં વડોદરા (VADODARA) એ પ્રોમીસીંગ શહેર (PROMISING SHAHER - VADODARA) ની કેટેગરીમાં એવોર્ડ મેળવ્યો છે. લાખો વડોદરાવાસીઓ વતી પાલિકા કમિશનર અરૂણ મહેશ બાબુ, મેયર પિન્કીબેન સોની અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડો. શિતલ મિસ્ત્રી દ્વારા એવોર્ડ રીસીવ કરવામાં આવ્યો છે. આ એવોર્ડ સમારંભની શરૂઆત ભારતના રાષ્ટ્રપતિ દ્ગોદપી મૂર્મુના હસ્તે કરવામાં આવી હતી. આ તકે વડોદરા પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડો. શિતલ મિસ્ત્રીએ વીડિયો મારફતે જણાવ્યું કે, વડોદરા એક પ્રોમીસિંગ શહેર છે, તેમાં સ્વચ્છતાને લઇને ઘણું બધું કરવાની શક્યતાઓ છે.
ઓવર ઓલ રેન્કીંગમાં 18 મો ક્રમ મેળવ્યો
વડોદરાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડો. શિતલ મિસ્ત્રીએ મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, આજે સ્વચ્છતા સર્વેક્ષણની 9 મી આવૃત્તિ અંતર્ગત અલગ અલગ 4500 શહેરો રજીસ્ટર્ડ થયા હતા. આજે એવોર્ડ જાહેર કરવામાં આવ્યા છે. આજે રાષ્ટ્રપતિની હાજરીમાં એવોર્ડનું વિતરણ કરવામાં આવ્યું છે. વડોદરા શહેરને ગુજરાત સ્ટેટમાં પ્રથમ ક્રમાંકે આવ્યું છે. વડોદરાએ ઓવર ઓલ રેન્કીંગમાં 18 મો ક્રમ મેળવ્યો છે. સ્કોરમાં 12500 માંથી 10713 માર્ક મેળવ્યા છે. 14-22 જાન્યુઆરી - 24 સુધી ડ્રાઇવ ચલાવવામાં આવી હતી. 1-15 જુન 24 સુધી નિર્મલ ગુજરાત સ્વચ્છતા પખવાડિયા તરીકે ઉજવવામાં આવ્યું હતું.
ઝોન પ્રમાણે સારી કેપેટીસી વિકસાવવાની વ્યવસ્થા કરવામાં આવશે
તેમણે વધુમાં જણાવ્યું કે, વડોદરા શહેરમાં નવા ઇજારા કરવામાં આવ્યા છે. વડોદરા શહેરમાં નવા ઇજારા કરવામાં આવ્યા છે, તેમાં ડોર ટુ ડોરના ઇજારા કરવામાં આવ્યા છે. ઝોન પ્રમાણે સારી કેપેટીસી વિકસાવવાની વ્યવસ્થા કરવામાં આવશે. વડોદરા એક પ્રોમીસિંગ શહેર છે, તેમાં સ્વચ્છતાને લઇને ઘણું બધું કરવાની શક્યતાઓ છે. જે રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વ્યવસ્થા છે, અને વિશ્વામિત્રી નદીમાં 22 હજારથી વધુ મેટ્રીક ટનનો વેસ્ટ નીકળ્યો તેને પણ પ્રોસેસ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો ---- VADODARA : ટ્રાફિકના નિયમનો ભંગ કર્યો તો મેમાની HOME DELIVERY થશે