Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : પેલેસ્ટાઇન અને ભારતના ઝંડા સાથેના વીડિયોએ ચર્ચા જગાવી, તાંદલજા કનેક્શનનું રહસ્ય

VADODARA : વીડિયો સામે આવતાની સાથે જ લોકો પેલેસ્ટાઇનમાં પહોંચેલી મદદ અને તેના તાંદલજા કનેક્શનને લઇને તરહ તરહની ચર્ચાઓ જાગી છે
vadodara   પેલેસ્ટાઇન અને ભારતના ઝંડા સાથેના વીડિયોએ ચર્ચા જગાવી  તાંદલજા કનેક્શનનું રહસ્ય
Advertisement
  • ભારત અને ઇઝરાયલના સંબંધો પહેલાથી જ મજબુત છે
  • પેલેસ્ટાઇનમાં ભોજન સહાયના વીડિયોમાં પોસ્ટર સામે આવ્યું
  • આ પોસ્ટરમાં ભારત અને પેલેસ્ટાઇનના ઝંડા સાથે તાંદલજા, વડોદરાના નામનો ઉલ્લેખ

VADODARA : વડોદરા (VADODARA) ના સોશિયલ મીડિયા સર્કલ (SOCIAL MEDIA CIRCLE) માં એક વીડિયો ભારે વાયરલ (VIRAL VIDEO) થવા પામ્યો છે. આ વીડિયોમાં ભારત અને પેલેસ્ટાઇનના ઝંડા સાથેનું એક પોસ્ટર દર્શાવવામાં આવ્યું છે. પોસ્ટરમાં જ તાંદલજા, વડોદરા, ગુજરાત પણ લખવામાં આવ્યું છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ વીડિયો પેલેસ્ટાઇનના યુદ્ધ ગ્રસ્ત વિસ્તારનો હોવાનું જોવા મળી રહ્યું છે. આ વીડિયો સપાટી પર સામે આવતાની સાથે વીડિયોમાં જોવા મળતા જમવાનું બનાવીને જરૂરિયાતમંદ લોકોને વહેંચાતી ભોજન સેવા અને તેના તાંદલજા, વડોદરા કનેક્શનને લઇને તરહ તરહની ચર્ચાઓએ સ્થાન લીધું છે. અત્રે નોંધનીય છે કે, ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. જેમાં ભારત ઇઝરાયલના પક્ષે છે. ભારત અને ઇઝરાયલના સંબંધો વર્ષોથી મજબુત છે.

Advertisement

સત્યતા અંગે કોઇ પણ પ્રકારની ખરાઇ થઇ શકી નથી

હાલ ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે ભારે તણાવભરી સ્થિતી છે. બંને દેશો એકબીજા પર હુમલા કરી રહ્યા છે. ખાસ કરીને ઇઝરાયલ સામે પેલેસ્ટાઇનને ભારે ખુવારીનો સામનો કરવો પડી રહ્યો છે. વૈશ્વિક સમુદાયના અનેક પ્રયાસો છતાં અહિંયા શાંતિ સ્થપાવવાનું નામ નથી લઇ રહી. આ વચ્ચે વડોદરાના સોશિયલ મીડિયામાં એક વીડિયો ભારે વાયરલ થવા પામ્યો છે. આ વીડિયોમાં યુદ્ધ ગ્રસ્ત વિસ્તારમાં થયેલા નુકશાન વચ્ચે જમવાનું બનાવવામાં આવી રહ્યું હોવાનું જોવા મળી રહ્યું છે. જેમાં પાછળ એક કાળા કલરનું પોસ્ટર લગાડવામાં આવ્યું છે. આ પોસ્ટરમાં ભારત અને પેલેસ્ટાઇનનો ઝંડો મુકવામાં આવ્યો છે. સાથે જ તાંદલજા, વડોદરા, ગુજરાત, ભારત લખવામાં આવ્યું છે. આ વીડિયો સામે આવતાની સાથે જ લોકો પેલેસ્ટાઇનમાં પહોંચેલી મદદ અને તેના તાંદલજા વડોદરા કનેક્શનને લઇને લોકો તરહ તરહની ચર્ચાઓ કરી રહ્યા છે. જો કે, આ વીડિયો ક્યારનો છે, અને તેની સત્યતા અંગે કોઇ પણ પ્રકારની ખરાઇ થઇ શકી નથી. આર્ટીફીશીયલ ઇન્ટેલિજન્સના જમાનામાં આ પ્રકારના વીડિયો બનાવીને મુકવા કોઇ અઘરું કામ નથી.

Advertisement

કંઇ સમજવું કઠીન છે

અત્રે નોંધનીય છે કે, ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે લાંબા સમયથી તણાવભર્યા સંબંધો ચાલી રહ્યા છે. આ મામલે ભારત ઇઝરાયલના પક્ષે છે. ભારત અને ઇઝરાયલના સંબંધો પહેલાથી જ મજબુત ચાલી રહ્યા છે. આ વચ્ચે આ વીડિયો સામે આવતા જ ભારે લોકચર્ચા જાગી છે. આ વીડિયો સ્થાનિક ભાષામાં હોવાથી તે શું કહેવા માંગે છે, તે સમજવું કઠીન છે.

આ પણ વાંચો --- VADODARA : લિસ્ટેડ બુટલેગરો વિરૂદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો

Tags :
Advertisement

.

×