VADODARA : માતાજીના મંદિરે તસ્કરે હાથ જોડ્યા બાદ તાંબાની લોટી સેરવી
- વડોદરાના સોશિયલ મીડિયા સર્કલમાં સીસીટીવી ભારે વાયરલ
- મંદિરમાં પ્રવેશી તસ્કરે બે તાંબાની લોટીઓ સેરવી લીધી
- યુવકે સમગ્ર મામલે તપાસ કરવા સમા પોલીસ મથકમાં અરજી કરી
VADODARA : વડોદરા (VADODARA) ના સમા વિસ્તારમાં મંદિરમાં ચોરી (TEMPLE THEFT) નો અનોખો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટનાના સીસીટીવી સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થવા પામ્યા છે. જે અનુસાર, મંદિરમાં અજાણ્યો શખ્સ પ્રવેશે છે, અને તે માતાજી સમક્ષ હાથ જોડે છે. ત્યાર બાદ તે આમ તેમ ડાફોળિયા મારે છે, અને બાદમાં તે મંદિરમાં પડેલી બે તાંબાની લોટીઓને પોતાના જેકેટમાં મુકી દે છે. અને ત્યાર બાદ તે ત્યાંથી નાસી જાય છે. આ ઘટના અંગે યુવકે સમા પોલીસ મથકમાં અરજી સ્વરૂપે ફરિયાદ આપી હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યાર બાદ હવે પોલીસ કેટલા સમયમાં આ લોટી ચોરને પકડે છે તે જોવું રહ્યું.
રાત્રીના સમયે એક અજાણ્યો શખ્સ મંદિરમાં પ્રવેશે છે
સમગ્ર મામલે પ્રાપ્ત વિગતો અનુસાર, વડોદરા શહેરના સમા વિસ્તારમાં શીતલ પાર્ક સોસાયટી આવેલી છે. જેમાં ગજેન્દ્રસિંહ ઠાકુર દ્વારા તેમના ઘરની બાજુમાં અંબે માતાનું મંદિર બનાવવામાં આવ્યું છે. આ મંદિરમાં ચોરીની ઘટનાના સીસીટીવી હાલ સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઇ રહ્યા છે. વાયરલ સીસીટીવીમાં જોવા મળ્યા અનુસાર, રાત્રીના સમયે એક અજાણ્યો શખ્સ મંદિરમાં પ્રવેશે છે, પ્રથમ તે હાથ જોડીને માતાજીને પ્રાર્થના કરતો હોય તેમ જણાય છે. ત્યાર બાદ તે ધીરે રહીને આજુબાજુમાં નજર ફેરવે છે.
અગાઉ પણ મંદિરમાં ચોરીની ઘટના સામે આવી હતી
બાદમાં પાછળ જઇને દિવાલ પર મુકેલી બે તાંબાની લોટીઓ પોતાના શર્ટમાં છુપાવીને લઇ જાય છે. બાદમાં તે ત્યાંથી જતો રહે છે. સુત્રોના જણાવ્યા અનુસાર, આ ઘટના અંગે ગજેન્દ્રસિંહ ઠાકુર દ્વારા સમા પોલીસ મથકમાં રજી કરવામાં આવી છે. તેમને આશંકા છે કે, અગાઉ મંદિરમાં ચોરીની ઘટના સામે આવી હતી. તેમાં પણ આ શખ્સની સંડોવણી હોઇ શકે છે.
આ પણ વાંચો --- VADODARA : ટુ વ્હીલરની ડીકીમાંથી રૂ. 15 લાખનો હાઇબ્રીડ ગાંજો જપ્ત, બે ની ધરપકડ