Vadodara Bridge Collapse : AAP નેતા ઈસુદાન ગઢવી સાથે Gujarat first ની વાતચીત, જાણો શું કહ્યું ?
Vadodara : વડોદરાના પાદરામાં સૌથી મોટી દુર્ઘટના સર્જાઈ છે. જેમાં મુજપુર ગંભીરા બ્રિજ તૂટતા વાહનો નદીમાં ખાબક્યા છે. મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતા બ્રિજમાં ભંગાણ થયુ છે. બ્રિજ ધરાશાયી થવા મુદ્દે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે. જેમાં આણંદ અને પાદરાને જોડતો બ્રિજનો એક ભાગ ધરાશાયી થયો છે. 5 લોકોને રેસ્ક્યુ કરાયા છે. 1985મા બ્રિજ બન્યો હતો. જેમાં 212 કરોડના ખર્ચે નવો બ્રિજ બનાવવા માટે મંજૂરી પણ આપી દીધી હતી.
અનેક વાહનો નદીમાં ખાબક્યા હોવાની આશંકા છે. જેમાં લોકોના ટોળા ઉમટ્યા છે તથા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. તેમજ કેટલાક લોકો નદીમાં પડ્યા હોવાની શંકાએ તપાસ શરૂ કરવામાં આવી છે.
વડોદરા બ્રિજ દુર્ઘટના મુદ્દે AAP નેતા ઈસુદાન ગઢવી સાથે વાતચીત
July 9, 2025 8:27 pm
વડોદરા બ્રિજ દુર્ઘટના મુદ્દે AAP નેતા ઈસુદાન ગઢવી સાથે ગુજરાત ફર્સ્ટે વાતચીત કરી હતી. દરમિયાન, તેમણે ગંભીર આરોપો સાથે કહ્યું કે, ભાજપની સરકાર છે ત્યાં સુધી દુર્ઘટનાઓ નહીં થમે. કમ સે કમ બ્રિજનાં કામોમાં તો ખાવાનું રહેવા દો... બ્રિજ પરથી જનતા સહિત ભાજપના કાર્યકરોનાં દીકરા પણ જતા હશે. અધિકારીઓ પાછા ભાજપની ભાષા બોલે છે. ગુજરાતમાં ભાજપના રાજમાં મનુષ્ય જીવની કિંમત માત્ર 2-5 લાખ છે. ભાજપના રાજમાં બનેલા બ્રિજ પાસેથી દૂર જ રહેજો. આ સાથે તેમણે કહ્યું કે, મૃતકોની આત્માને ઈશ્વર શાંતી અર્પે, પરિજનોને સહનશક્તિ અર્પે. ઘટનાના ઈજાગ્રસ્તો જલ્દી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના છે.
વડોદરા શહેર ભાજપ પ્રમુખ, ધારાસભ્યે પીડિત પરિવારની મુલાકાત લીધી
July 9, 2025 8:27 pm
વડોદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટના મામલે શહેર ભાજપ પ્રમુખે હોસ્પિટલની મુલાકાત લીધી છે. વડોદરા ભાજપ શહેર પ્રમુખ જયપ્રકાશ સોની અને ભાજપ ધારાસભ્ય કેયુર રોકડિયાએ પીડિત પરિવાર સાથે મુલાકાત કરી હતી અને સાંત્વના પાઠવી ખબરઅંતર પૂછ્યા.
કોંગ્રેસના પ્રભારી રામકૃષ્ણ ઓઝા હોસ્પિટલની લીધી મુલાકાત
July 9, 2025 5:54 pm
વડોદરાના પાદરાનો ગંભીરા બ્રિજ તૂટી પડતાં 10 લોકોનાં મોત થયા છે. કોંગ્રેસનાં પ્રભારી રામકૃષ્ણ ઓઝા હોસ્પિટલની મુલાકાત લીધી. પીડિત પરિવારને સાંત્વના પાઠવી અને ખબરઅંતર પૂછ્યા. ઈજાગ્રસ્ત સોનલબેન સાથે પણ રામકૃષ્ણ ઓઝાએ વાત કરી હતી. તેમણે કહ્યું કે, દુર્ઘટના બાદ આંખ બંધ કરવાનું સરકાર બંધ કરે. ગુજરાતમાં બનેલા બ્રિજોની હાલત ગંભીર છે.
ગંભીરા બ્રિજમાં ઇજાગ્રસ્ત સોનલબેને વર્ણવી હૃદયદ્રાવક આપવીતી
July 9, 2025 5:54 pm

ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત સોનલબેન સાથે ગુજરાત ફર્સ્ટે વાત કરી. સોનલબેને કહ્યું કે, અમે પતિ-પત્ની અને 2 બાળકો સહિત 7 લોકો હતા. બ્રિજ તૂટ્યો તો ટ્રકની સાથે અમારી ગાડી પણ પડી હતી. મારા પતિ અને બાળક પાણીમાં ડૂબી ગયા. હું પાછળની દરવાજાથી જેમ-તેમ બહાર નીકળી હતી. કિનારે ઊભા ઊભા લોકો વીડિયો બનાવતા હતા. એક થી દોઢ કલાક સુધી કોઈ પણ મદદે આવ્યું નહીં. ત્યારબાદ પોલીસને બધા બચાવવા આવ્યા હતા.
જો સ્થાનિકની વાત સાંભળી હોત તો દુર્ઘટના ટળી હોત!
July 9, 2025 5:35 pm
વડોદરાના પાદરાનો ગંભીરા બ્રિજ તૂટી પડતાં 10 લોકોનાં મોત નીપજ્યા છે. સ્થાનિકે 6 દિવસ પહેલા જ બ્રિજ અંગે મોટી વાત કરી હતી. 6 દિવસ પહેલા જ સ્થાનિક ચેનલમાં ઈન્ટરવ્યું આપ્યું હતું. સ્થાનિકે કહ્યું હતું કે, બ્રિજની હાલત જોઈને લાગે છે કે વધારે દિવસ નહીં ચાલે. 6 દિવસ પહેલા જ ઈન્ટરવ્યુ આપ્યું અને આજે ઘટના બની.
વડોદરા ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 10 ના મોત, 6 ઇજાગ્રસ્ત
July 9, 2025 5:21 pm
વડોદરા ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 10 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે 6 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ ગોઝારી દુર્ઘટનામાં એક જ પરિવારના 6 લોકોના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે સોનલબેન પઢિયારનો આબાદ બચાવ થયો છે. મહિલાને સારવાર માટે વડોદરાની SSG હોસ્પિટલ લઈ જવાયા છે. ઇકો ગાડીમાં સમગ્ર પરિવાર સવાર હતો. બગદાણા બાધા કરવા માટે પરિવાર જતો હતો. > મૃતકોની યાદી 1) વૈદિકા રમેશભાઈ પઢીયાર, 2) નૈતિક રમેશભાઈ પઢીયાર, 3) હસમુખભાઈ મહીજીભાઈ પરમાર 4) રમેશભાઈ દલપતભાઈ પઢીયાર 5) વખતસિંહ મનુસિંહ જાદવ 6) પ્રવિણભાઈ રાવજીભાઈ જાદવ > ઈજાગ્રસ્તોની યાદી 1) સોનલબેન રમેશભાઈ પઢિયાર 2) નરેન્દ્રસિંહ રતનસિંહ પરમાર 3) ગણપતસિંહ ખાનસિંહ રાજુલા 4) દિલીપભાઈ રામસિંહ પઢિયાર 5) રાજુભાઈ ડુડાભાઇ 6) રાજેશભાઈ ઈશ્વરભાઈ ચાવડા
ગંભીરા બ્રિજ દુર્ઘટનાને લઈ હાઈકોર્ટના વકીલે ઉઠાવ્યા સવાલ
July 9, 2025 3:19 pm
ગુજરાત હાઇકોર્ટનાં વકીલ ઉત્કર્ષ દવે એ ગંભીર સવાલ સાથે કહ્યું કે, ઘટનામાં સરકાર સંબંધિત વિભાગનાં અધિકારીઓ જવાબદાર ! 6 માર્ચ 2023 ના રોજ રાજ્ય સરકારે ઠરાવ પસાર કર્યો હતો. સંબંધિત વિભાગને અહેવાલ રજૂ કરવા સરકારે ઠરાવ કર્યો હતો. રાજ્યમાં 461 બ્રિજનો સરવે કરવામાં આવ્યો હતો. શું આ બ્રીજની ચોમાસા પહેલા તપાસ નહીં થઈ હોય?
શું ગુજરાતમાં માનવજીવની કિંમત કોડી બરાબર છે?
July 9, 2025 2:51 pm
વડોદરા જિલ્લામાં પુલ અકસ્માત મામલે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ટ્વીટ કર્યું,
July 9, 2025 2:44 pm
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ટ્વીટ કર્યું, ગુજરાતના વડોદરા જિલ્લામાં પુલ અકસ્માતમાં અનેક લોકોના મોતના સમાચાર અત્યંત દુ:ખદ છે. હું શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. મારી પ્રાર્થના છે કે આ અકસ્માતમાં ઘાયલ થયેલા તમામ લોકો ઝડપથી સ્વસ્થ થાય.
વડોદરાના પાદરાનો ગંભીરા બ્રિજ તૂટી પડતાં 10 મોત
July 9, 2025 2:18 pm
bridge collapse in vadodara: તમને ખબર પડવી જોઈએ કે લાશ ક્યાં છે...તરતા શીખવું જોઈએ પહેલા...
July 9, 2025 2:17 pm
bridge collapse in vadodara: લોકોએ ટેક્સ આપીને પણ મરવાનું? નેતાઓ સમજી જાઓ, બાકી જનતા ઘરે બેસાડી દેશે
July 9, 2025 1:34 pm
Vadodara Gambhira Bridge Collapse : ગંભીરા બ્રિજ દુર્ઘટનાને લઇ Isudan Gadhvi ગુસ્સે ભરાયા...
July 9, 2025 1:33 pm
વડોદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો મામલો PM મોદીએ CM ભૂપેન્દ્ર પટેલ સાથે કરી વાતચીત
July 9, 2025 1:18 pm
Vadodara Bridge Collapse : બ્રિજ દુર્ઘટના બાદ કેન્દ્ર - રાજ્ય સરકારની સહાયની જાહેરાત
July 9, 2025 1:17 pm
Vadodara Gambhira Bridge Collapse : ગંભીરા બ્રિજ દુર્ઘટના પર ગૃહરાજ્યમંત્રીનું નિવેદન
July 9, 2025 12:44 pm
Vadodara Gambhira Bridge Collapse : 43 વર્ષ જૂનો ગંભીરા બ્રિજ તૂટ્યો... હૃદયદ્રાવક દ્રશ્યો સામે આવ્યા...!
July 9, 2025 12:43 pm
Vadodara Gambhira Bridge Collapse એ...મારા દીકરાને બચાવો... મહી નદીમાં માતાનું રુદન
July 9, 2025 12:42 pm
Vadodara Gambhira Bridge Collapse : 22 Aug 2022 માં કરેલી આ રજૂઆત સાંભળી હોત, તો આ ઘટના ન બની હોત....
July 9, 2025 12:40 pm
પાદરા બ્રિજ પર સવારે 7 વાગ્યે દુર્ઘટના સર્જાઈ : હર્ષ સંઘવી
July 9, 2025 12:38 pm
સરકારની બેદરકારીના કારણે બ્રિજ તૂટી પડ્યો : પૂર્વ મુખ્યમંત્રી શકરસિંહ વાઘેલા
July 9, 2025 12:00 pm
પાદરા બ્રિજ દુર્ઘટના અંગે પૂર્વ મુખ્યમંત્રી શકરસિંહ વાઘેલાની પ્રતિક્રિયા સામે આવી છે. જેમાં જણાવ્યું છે કે સરકારની બેદરકારીના કારણે બ્રિજ તૂટી પડ્યો છે. 30 વર્ષના સતત ભાજપની સરકારનું આ પરિણામ છે. ન તો અધિકારીને કઈ પડી છે અને ન તો પદાધિકારીઓને.
ગુજરાતમાં અસુરક્ષિત જીવન અને ખામીયુક્ત સુવિધાઓ!
July 9, 2025 11:58 am
ગુજરાતમાં વારંવાર બનતી દુર્ઘટનાઓ, ખાસ કરીને જર્જરિત બ્રિજની ઘટનાઓ, એક ગંભીર પ્રશ્ન ઉભો કરે છે. શા માટે આવી લાપરવાહી અને ભ્રષ્ટાચાર ચાલુ રહે છે? સરકાર નાગરિકો પાસેથી નિયમિત ટેક્સ વસૂલે છે, પરંતુ જ્યારે વાત ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને જનસુરક્ષાની આવે છે, ત્યારે નબળી ગુણવત્તા અને અધિકારીઓની ઉદાસીનતા સામે આવે છે. આવી ઘટનાઓ માનવ જીવનની કિંમતને નજરઅંદાજ કરે છે, જ્યાં સામાન્ય નાગરિકો, ખાસ કરીને ગરીબ વર્ગ, નબળી વ્યવસ્થાનો ભોગ બને છે. અધિકારીઓ અને નેતાઓ એ.સી. ઓફિસોમાં બેસીને ચર્ચાઓ કરે છે, પરંતુ નક્કર પગલાંનો અભાવ દેખાય છે. આ ઘટનાઓ દુઃખ અને ગુસ્સો ઉભો કરે છે, કારણ કે ટેક્સના નામે લોકો પોતાનું યોગદાન આપે છે, પરંતુ બદલામાં તેમને મળે છે અસુરક્ષિત જીવન અને ખામીયુક્ત સુવિધાઓ. આવી પરિસ્થિતિ સરકારી તંત્રની નિષ્ફળતા અને ભ્રષ્ટાચારનું પરિણામ છે, જેનો ભોગ સામાન્ય માનવી બની રહ્યો છે. અધિકારીઓ ક્યારે આવી દુર્ઘટનાઓનો અંત લાવવાનો પ્રયત્ન કરતા જોવા મળશે આ એક મોટો સવાલ છે.
ફરી એક ઘટનાએ સાબિત કરી દીધું કે ગુજરાતમાં માનવ જીવનો કોઈ મૂલ્ય નથી
July 9, 2025 11:51 am
ફરી એક ઘટનાએ સાબિત કરી દીધું કે ગુજરાતમાં માનવ જીવનો કોઈ મૂલ્ય નથી. શું કામ આ બ્રિજ ચાલુ રાખ્યો હતો. લોક ચર્ચા થઇ રહી છે કે અધિકારીઓની લાલિયાવાડી, ભ્રષ્ટાચાર અને લાપરવાહી. એક બાદ એક ઘટના જોઈને દુઃખ અને ગુસ્સો આવે છે કે શું કામ આવું થાય છે? મન મૂકીને ટેક્સ આપીને પણ જીવ આપી દેવાનો છે. સરકાર ટેક્સ લે છે અને કામ જોઈએ તો કચરો છે. માનવ જીવનનું મૂલ્ય છે જ નહીં. ગરીબ સામાન્ય વ્યક્તિ મરતો જાય છે અને અધિકારીઓ અને નેતાઓ મસ્ત એ.સી. માં બેસીને ચર્ચા કરે છે.
ગંભીરા બ્રિજ દુર્ઘટનાને લઈ શક્તિસિંહ ગોહિલની X પર પોસ્ટ
July 9, 2025 11:50 am
આ બ્રિજ ટ્રાફિકેબલ હતો એટલે ચાલુ જ હતો: પી આર પટેલિયા
July 9, 2025 11:49 am
પાદરામાં ગંભીરા બ્રિજ ધરાશાયી થવાના મામલે મૃતકો માટે ઇસુદાન ગઢવીએ દુઃખ વ્યક્ત કર્યું
July 9, 2025 11:49 am
ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ કોગ્રેસ નેતા અમિત ચાવડાની X પર પોસ્ટ
July 9, 2025 11:33 am
વડોદરાના પાદરાનો ગંભીરા બ્રિજ તૂટી પડતાં 9 મોત થયા
July 9, 2025 11:32 am
વડોદરાના પાદરાનો ગંભીરા બ્રિજ તૂટી પડતાં 9 મોત થયા છે. અનેક વાહનો નદીમાં ખાબક્યા, મૃત્યુઆંક વધી શકે છે. NDRF અને ફાયર બ્રિગેડ દ્વારા બચાવ કામગીરી તેજ થઇ છે. 5 લોકોનું રેસ્ક્યૂ કરીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
ભ્રષ્ટાચાર ટોચ પર, પુલ જમીન પર
July 9, 2025 11:30 am
ગુજરાતમાં 5 વર્ષમાં બ્રિજ તૂટવાની અનેક મોટી ઘટનાઓ, 2025માં બોટાદના જનડામાં પાટલીયા નદીનો પુલ તૂટ્યો, 2023માં ખેડાના પરીએજથી બામણ વચ્ચેનો બ્રિજ તૂટ્યો, 2023માં પાલનપુરમાં RTO સર્કલનો નિર્માણાધિન બ્રિજ તૂટ્યો, 2020માં મહેસાણા બાયપાસ હાઈવે પરનો બ્રિજ તૂટ્યો હતો, 2021માં અમદાવાદમાં શાંતિપુરા મુમતપુરા ફ્લાયઓવર તૂટ્યો, 2022માં રાજકોટમાં માધાપર ચોકડી પુલ તૂટી પડ્યો હતો, 2022માં મોરબીમાં ઝૂલતો પુલ તૂટતા 135 મોત થયા હતા, 2023માં વડોદરાના સિંઘરોટમાં આવેલો પુલ તૂટ્યો હતો, 2023માં સુરેન્દ્રનગરના વઢવાણના વસ્તડીમાં પુલ તૂટ્યો હતો, 2023માં જૂનાગઢમાં ઉબેણ નદીનો ધંધુસરનો બ્રિજ તૂટ્યો, 2022માં ભરૂચના નંદેલાવમાં બ્રિજ એકાએક તૂટ્યો હતો, 2020માં રાજકોટના આજીડેમ ચોકડી પાસે પુલ તૂટ્યો હતો, 2019માં રાજકોટના સટોડક ગામમાં પુલ તૂટી પડ્યો હતો, 2019માં સુરતમાં પીપોક ફ્લાયઓવર બ્રિજ તૂટ્યો હતો.
પાદરાના ગંભીરા બ્રિજને લઈને મોટો ખુલાસો
July 9, 2025 11:27 am
પાદરાના ગંભીરા બ્રિજને લઈને મોટો ખુલાસો સામે આવ્યો છે. જેમાં બ્રિજ અંગે 2022માં જ અધિકારીએ કબૂલાત કરી હતી. લખન દરબાર નામના નાગરિકે રજૂઆત કરી હતી. જેમાં બ્રિજ જર્જરિત હોવાનો અધિકારીએ ખુલાસો કર્યો હતો. અધિકારી કહી રહ્યાં છે કે બ્રિજ લાંબો ટકે તેમ નથી. ટેલિફોનિક સંવાદમાં અધિકારીએ કહ્યું કે મોટો અકસ્માત થશે. સર્વેમાં બ્રિજની સ્થિતિ અંગે અધિકારીને સમગ્ર જાણ હતી. બે વર્ષથી જાણ હોવા છતાં શા માટે તંત્રએ કર્યો ઢાંકપીછોડો?
Vadodara Bridge Collapse LIVE : પાદરામાં સૌથી મોટી દુર્ઘટના વાહનો ખાબક્યા નદીમાં
July 9, 2025 11:26 am
Vadodara Gambhira Bridge Collapse : ગંભીરા બ્રિજ ધડામ, જુઓ આકાશી દ્રશ્યો
July 9, 2025 11:26 am
Vadodara Gambhira Bridge Collapse : બ્રિજના 2 કટકા થઇ ગયા, મોરબી જેવું વડોદરામાં થયું!
July 9, 2025 11:25 am
Vadodaraનો ગંભીરા બ્રિજ તૂટતા 4 વાહન નદીમાં પડ્યા
July 9, 2025 11:24 am
તંત્રની બેદરકારીના કારણે હજારો લોકોના જીવ સામે હતો ખતરો
July 9, 2025 11:24 am
આણંદ-વડોદરને જોડતો બ્રિજ તૂટી પડ્યો
July 9, 2025 11:20 am
Vadodara : બ્રિજ ધરાશાયી થવા મુદ્દે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું
July 9, 2025 11:20 am
બ્રિજ ધરાશાયી થવા મુદ્દે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે. જેમાં આણંદ અને પાદરાને જોડતો બ્રિજનો એક ભાગ ધરાશાયી થયો છે. તેમાં 5 જેટલા વાહનો બ્રિજ તૂટવાથી અંદર પડ્યા છે. જેમાં 3 લોકોના મૃત્યુ થયા છે અને 5 લોકોને રેસ્ક્યુ કરાયા છે. 1985મા બ્રિજ બન્યો હતો. જેમાં 212 કરોડના ખર્ચે નવો બ્રિજ બનાવવા માટે મંજૂરી પણ આપી દીધી હતી.
ગંભીરા બ્રિજના બે કટકા, 6ના મોત; મૃત્યુઆંક વધવાની શક્યતા
July 9, 2025 11:18 am
ગંભીરા બ્રિજના બે કટકા, 6ના મોત થયા છે. જેમાં મૃત્યુઆંક વધવાની શક્યતા છે. મહીમાં 4 વાહન પડ્યાં તથા 5 લોકોના રેસ્ક્યૂ થયા છે. જેમાં દ.ગુજરાતથી સૌરાષ્ટ્ર જતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે.