ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Vadodara : મુજપુર ગંભીરા બ્રિજ તૂટતા 4 વાહન નદીમાં પડ્યા, 2ના મોત 3 લોકોનું રેસ્કયુ કરાયું

મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતા બ્રિજમાં ભંગાણ થયુ છે. અનેક વાહનો નદીમાં ખાબક્યા હોવાની આશંકા
09:09 AM Jul 09, 2025 IST | SANJAY
મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતા બ્રિજમાં ભંગાણ થયુ છે. અનેક વાહનો નદીમાં ખાબક્યા હોવાની આશંકા
Vadodara, Accident, Padra, Vehicle, KhabakyaRiver Gujarat News, Gujarati Top News, Top Gujarati News, Gujarati News, Gujarat First

Vadodara : વડોદરાના પાદરામાં સૌથી મોટી દુર્ઘટના સર્જાઈ છે. જેમાં મુજપુર ગંભીરા બ્રિજ તૂટતા વાહનો નદીમાં ખાબક્યા છે. મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતા બ્રિજમાં ભંગાણ થયુ છે. અનેક વાહનો નદીમાં ખાબક્યા હોવાની આશંકા છે. જેમાં લોકોના ટોળા ઉમટ્યા છે તથા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. તેમજ કેટલાક લોકો નદીમાં પડ્યા હોવાની શંકાએ તપાસ શરૂ કરવામાં આવી છે.

મુજપુર ગંભીરા બ્રિજ તૂટતા 4 વાહન નદીમાં પડ્યા

મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો ગંભીરા બ્રિજ સવારે તૂટતા વાહનો નદીમાં પડ્યા છે. ઘટના બનતાની સાથે જ લોકોના ટોળા ઉમટ્યા છે અને પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી છે. બ્રિજ તૂટતા 4 વાહન મહીસાગર નદીમાં પડ્યા છે અને 2 લોકોના મોત થયા છે, જ્યારે 3 લોકોનું રેસ્કયુ કરાયું છે. સુસાઇડ પોઇન્ટ તરીકે કુખ્યાત ગંભીરા બ્રિજ તૂટ્યો છે.

પોલીસ અને મોટી સંખ્યામાં લોકો સ્થળ પર પહોંચ્યા

પોલીસ અને મોટી સંખ્યામાં લોકો સ્થળ પર પહોંચ્યા હતા. બ્રિજ જર્જરીત હોવા છતાં ભારે વાહનો પસાર થતા હતા. પૂર્વ ધારાસભ્ય જશપાલસિંહ પઢીયારે કહ્યું હતું કે કાર અને બાઈક પણ પૂલમાં ખાબકી છે. પૂલ છેલ્લા સમયથી જર્જરિત હતો. બ્રિજ તૂટતા નદીમાં બે ટ્રક ખાબક્યા હતા. દુર્ઘટનામાં એક ટેન્કર બ્રિજ પર લટક્યું હતું. પાણીમાં ખાબકેલા લોકોને બચાવવાની કામગીરી શરુ કરાઇ છે. સ્થાનિકોએ જણાવ્યું છે કે મહીસાગર નદી પર મુંજપુર બ્રિજ તૂટ્યો ત્યારે એક બોલેરો, એક બાઈક નદીમાં ખાબક્યા હતા.

Tags :
AccidentGujarat FirstGujarati NewsGujarati Top NewsPadraTop Gujarati NewsVadodaraVehicle
Next Article