Vadodra માં કોરોનાની એન્ટ્રીઃ નવા 6 કેસ સામે આવતા તંત્ર આવ્યું હરકતમાં
- વડોદરામાં કોરોનાના 6 કેસ સામે આવતા તંત્ર એક્શનમાં
- એસએસજી હોસ્પિટલમાં કોરોનાને લઈને તત્ર એલર્ટ
- હોસ્પિટલના આરએમઓ ડો.હિતેન્દ્ર ચૌહાણનું નિવેદન
- કોરાનાનો વેરિયન્ટ ખતરનાક નથીં પણ સાચવવાની જરૂર
વડોદરામાં કોરોના (vadodra Corona Case)ના નવા 6 કેસ સામે આવતા તંત્ર હરકતમાં આવી જવા પામ્યું છે. એકાએક વડોદરામાં કોરોના (Vadodra Corona)ના 6 નવા કેસ સામે આવતા એસએસજી હોસ્પિટલ (SSG Hospital)ના આરએમઓ ડો. હિતેન્દ્ર ચૌહાણે નિવેદન આપ્યું હતું કે, કોરોનામાં અગાઉ જે નિયમોનું પાલન કર્યું હતું તે નિયમોનું હવે ફરી પાલન કરવા સલાહ આપી છે. તેમજ માસ્કર પહેરવું, સોશિયલ ડિસ્ટન્ટ જાળવવું, ભીડભાડવાલા સ્થળે જવાનું ટાળવું. તેમજ આ કોરોના વેરિઅન્ટ એટલો ખતરનાક નથી. પરંતું તકેદારી લેવી જરૂરી છે. તેમજ એસએસજી હોસ્પિટલ તમામ પરિસ્થિતિને પહોંચી વળવા સજ્જ છે. તેમજ ઓક્સિજન અને દવાઓ પૂરતી માત્રમાં સ્ટાફને પણ આપવામા આવી છે.
-વડોદરામાં કોરોનાના 6 કેસ સામે આવતા તંત્ર એક્શનમાં
-એસએસજી હોસ્પિટલમાં કોરોનાને લઈને તત્ર એલર્ટ
-હોસ્પિટલના આરએમઓ ડો.હિતેન્દ્ર ચૌહાણનું નિવેદન
-કોરાનાનો વેરિયન્ટ ખતરનાક નથીં પણ સાચવવાની જરૂર
-કોરોનાના તમામ નિયમોનું પાલન કરવાની જરૂર
-એસએસજી હોસ્પિટલ તમામ પરિસ્થિતિને પહોંચી વળવા… pic.twitter.com/H4WdZY9yYq— Gujarat First (@GujaratFirst) June 6, 2025
ગુરૂવારે જાહેર કરવામાં આવેલ કોરોનાના નવા કેસના આંકડા પર નજર કરીએ તો, રાજ્યમાં કોરોનાનાં કેસ સતત વધી રહ્યા છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં નવા 167 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે હવે રાજ્યમાં કોરોના એક્ટિવ કેસોની સંખ્યા 615 એ પહોંચી છે. જૈ પૈકીનાં 15 દર્દી હોસ્પિટલમાં જ્યારે 600 દર્દી હોમ આઈસોલેશનમાં રહી સારવાર લઈ રહ્યા છે. આજે વલસાડ (Valsad) અને ભાવનગરમાં (Bhavnagar) પણ કોરોનાનાં નવા કેસ નોંધાયા છે.
મોગરવાડીયામાં કુલ 7 કેસ નોંધાયા
આજે વરસાડમાં (Valsad) પણ કોરોનાનો એક નવો કેસ નોંધાયો છે. માહિતી અનુસાર, મોગરાવાડી ખાતે રહેતા 33 વર્ષીય પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. દર્દીને હોમ આઇસોલેટ કરી સારવાર આપવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગ દ્વારા દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રીને લઈને જાણકારી મેળવવામાં આવી રહી છે. જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 7 કેસ મળી આવ્યા છે.
આ પણ વાંચોઃ Kadi by-Election : કોંગ્રેસની કઠણાઈ, પ્રચારમાં ય ભૂલો - બળદેવજી ઠાકોરની જીભ લપસી
ભાવનગરમાં કોરોનાના વધુ 6 કેસ નોંધાયા
ભાવનગરની (Bhavnagar) વાત કરીએ તો કોરોનાના વધુ 6 કેસ નોંધાયા છે. શહેરના અનેક વિસ્તારોમાં જેમ કે, પાનવાડી, શાસ્ત્રીનગર, ફુલસર, ભાયાણીની વાડી સહિતનાં વિસ્તારમાં દર્દીઓનાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જો કે, રાહતની વાત એ છે કે 1 દર્દી કોરોના મુક્ત થતા હોમ આઇસોલેશનમાંથી ડિસ્ચાર્જ કરાયા છે. પરંતુ, હાલ ભાવનગર શહેર-જિલ્લામાં કુલ 14 એક્ટિવ કેસ છે. આ તમામ દર્દીઓને હોમ આઈસોલેશનમાં રાખી સારવાર અપાઈ રહી છે.
આ પણ વાંચોઃ World Food Safety Day : ખાદ્ય સુરક્ષા અને તેના મહત્વ વિશે જાગૃતિ કેળવવા સરકાર કટિબધ્ધ