Vadodara : હાથીખાના APMC માર્કેટમાં 12 દુકાનના તાળા તૂટયા, વેપારીઓમાં પોલીસ સામે ભારે રોષ
Vadodara : વડોદરા શહેરમાં ફરીથી તસ્કરોનો આતંક સામે આવ્યો છે જેમાં એકસાથે 12 દુકાનના તાળા તૂટયા છે. હાથીખાના એપીએમસીમાં દુકાનોના તાળા તૂટતા પોલીસ પેટ્રોલિંગ પર સવાલો ઉભા થયા છે. વેપારીઓએ પોલીસ સામે રોષ ઠાલવ્યો છે.
Advertisement
Vadodara શહેરમાં તસ્કરોનો ફરી એક વાર આતંક આવ્યો સામે જેમાં હાથીખાના એપીએમસી માર્કેટમાં આવેલ દુકાનોના તાળા તૂટ્યા છે. 12 થી વધુ દુકાનોમાંથી રોકડ તેમજ કિંમતી માલસામાનની લાખો રૂપિયાની ચોરી થઈ છે અને પોલીસને ખુલ્લો પડકાર ફેંકી ચોર ચોરી કરી ફરાર થયા છે. ચોરના સીસીટીવી ફૂટેજ પણ આવ્યા સામે જેમાં મોઢે કપડું બાંધેલી હાલતમાં તે જોવા મળ્યા છે. વહેલી સવારે ત્રણ જેટલા ચોરોએ ચોરીને આપ્યો અંજામ.

