Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Vadodara : આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ફરી એકવાર પૂરગ્રસ્ત વડોદરાની મુલાકાતે

વડોદરામાં પૂર બાદની સ્થિતિની થશે ફરીથી સમીક્ષા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કલેક્ટર કચેરીમાં અધિકારીઓ પાસેથી મેળવશે સ્થિતિનો તાગ શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે પણ આજે વડોદરામાં વડોદરામાં (Vadodara) મેઘરાજાએ ભયાવહ તારાજી સર્જી હતી. સતત 3-4 દિવસ પડેલા...
vadodara   આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ફરી એકવાર પૂરગ્રસ્ત વડોદરાની મુલાકાતે
  1. વડોદરામાં પૂર બાદની સ્થિતિની થશે ફરીથી સમીક્ષા
  2. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક
  3. કલેક્ટર કચેરીમાં અધિકારીઓ પાસેથી મેળવશે સ્થિતિનો તાગ
  4. શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે પણ આજે વડોદરામાં

વડોદરામાં (Vadodara) મેઘરાજાએ ભયાવહ તારાજી સર્જી હતી. સતત 3-4 દિવસ પડેલા વરસાદે સમગ્ર વડોદરાને ઘમરોળ્યું હતું. વિશ્વામિત્રી નદીએ (Vishwamitri River,) રૌદ્ર સ્વરૂણ ધારણ કરતા ભારે પૂરની સ્થિતિ સર્જાતા જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું. જો કે, હવે વરસાદી પાણી ઓસરતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. પરંતુ, હજી પણ અનેક વિસ્તારમાં દૂધ, પીવાનું પાણી, ખાદ્યપદાર્થ જેવી જીવન જરૂરિયાત વસ્તુઓ માટે લોકોને વલખાં મારવા પડી રહ્યા છે. ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) આજે ફરી વડોદરાની મુલાકાતે આવવાના છે.

Advertisement

આ પણ વાંચો -Weather Report : આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે વરસાદની આગાહી

Advertisement

કલેક્ટર કચેરી ખાતે અધિકારીઓ સાથે બેઠક

પ્રાપ્ત માહિતી મુજબ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) આજે વડોદરાની મુલાકાતે આવશે. અહીં, તેઓ કલેક્ટર કચેરી ખાતે અધિકારીઓ સાથે બેઠક કરશે. બેઠકમાં પૂરગ્રસ્ત વિસ્તારનાં સરવે બાદ કેશ ડોલ અને સહાય વિતરણની કામગીરી અંગેની માહિતી મેળવશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વડોદરાની (Vadodara) મુલાકાત દરમિયાન શહેરનાં વેપારી મંડળ અને નાગરિકોને પણ મળશે. જણાવી દઈએ કે, પૂરનાં પાણી ઓસર્યા બાદ હર્ષ સંઘવીની આ સતત ત્રીજી વડોદરાની મુલાકાત છે.

આ પણ વાંચો -Vadodara : નેતા, કોર્પોરેટર અને અધિકારીઓ સામે વડોદરાવાસીઓમાં રોષ, હવે આ નેતાનો લોકોએ ઉધડો લીધો!

Advertisement

શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે પણ આજે વડોદરામાં

માહિતી અનુસાર, શિક્ષણમંત્રી કુબેર ડિંડોર (Kuber Dindor) પણ આજે વડોદરાની મુલાકાતે છે. કુબેર ડિંડોરે આજે પૂરગ્રસ્ત વિસ્તારનાં નાગરિકોને રાશન કીટનું વિતરણ કરશે. જણાવી દઈએ કે, વડોદરામાં પૂર દરમિયાન ઘરોમાં વરસાદી પાણી ફરી વળતા લોકોને દૂધ, પીવાનું પાણી અને ભોજન વગર દિવસો પસાર કરવાની ફરજ પડી હતી. પૂરનાં કારણે કેટલાક વિસ્તારમાં હજી પણ વરસાદી પાણીનો નિકાલ ન થતાં લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. ત્યારે સ્થાનિક નેતા, કોર્પોરેટર, ઉચ્ચ અધિકારીઓ સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો - Gujarat: રાજ્યભરમાં ભારે વરસાદના પરિણામે અસરગ્રસ્ત માર્ગોના મરામત માટે યુધ્ધના ધોરણે કામગીરી

Tags :
Advertisement

.