Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Vadodara : ટ્રાફિક પોલીસે 108 મોડીફાઇડ સાયલેન્સરની બોલતી બંધ કરી

વડોદરા શહેર પોલીસના ટ્રાફિક પશ્ચિમ ઝોન દ્વારા આવા 108 જેટલા મોડીફાઇ સાઇલેન્સર ધરાવતા ટુ વ્હીલર ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. છેલ્લા ઘણા સમયથી ચાલતી સાઇલેન્સર વિરોધી કાર્યવાહીના પગલે 108 જેટલા ટુ વ્હીલર માંથી મોડીફાઇ સાઇલેન્સર કબજે કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આજે પશ્ચિમ શાખાની ટ્રાફિક કચેરી ખાતે નામદાર કોર્ટ દ્વારા મળેલી મંજૂરી આધારે 108 મોડીફાઈડ સાયલન્સર પર બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો
vadodara   ટ્રાફિક પોલીસે 108 મોડીફાઇડ સાયલેન્સરની બોલતી બંધ કરી
Advertisement
  • શહેર ટ્રાફિક પોલીસે ધ્વનિ પ્રદુષણ વિરૂદ્ધ અભિયાન જારી રાખ્યું
  • આજે 108 મોડીફાઇડ સાયલેન્સરો પર સરકારી બુલડોઝર ફર્યું
  • રસ્તા પર મોટો અવાજ કરતા વાહનો પર રોક લગાડવાનો પ્રયાસ

Vadodara : વડોદરા શહેર ટ્રાફિક પોલીસની (Vadodara City Traffic Police) પશ્ચિમ શાખા દ્વારા મોડીફાઇ સાઇલેન્સર વાળા ટુવિલર ડીટેઇન (Modified Silancer - Vadodara Police) કરવામાં આવ્યા હતા. જેમાંથી આજે તમામ 108 સાઇલેન્સર પર બુલડોઝર ફેરવીને વિધિસર નાશ (Police Bulldozer) કરવામાં આવ્યો હતો. શહેર ટ્રાફિક પોલીસ દ્વારા સમયાંતરે રોડ રસ્તા પર જતા વાહનોમાં ધ્વનિ પ્રદુષણ ડામવા માટે પ્રયત્નો કરવામાં આવતા હોય છે. જેના ભાગરૂપે મોડીફાઇડ સાયલેન્સલર વાળા વાહનમાંથી તેને કાઢી લેવામાં આવે છે. અને બાદમાં તેનું સરકારી રાહે નિકાલ કરવામાં આવે છે. પોલીસના આ પ્રયત્નોના કારણે રસ્તા પર મોટો અવાજ કરતા, ફટાકડાની જેમ ફૂટવાનો ધડાકો કરતા સાયલેન્સરો પર કાબુ મેળવી શકાયો છે.

Tags :
Advertisement

.

×