Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : ટ્રાફિકના નિયમનો ભંગ કર્યો તો મેમાની HOME DELIVERY થશે

VADODARA : હવે વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા નિયમતોડનારાઓને સીધાદોર કરવા માટે નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે
vadodara   ટ્રાફિકના નિયમનો ભંગ કર્યો તો મેમાની home delivery થશે
Advertisement
  • ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા પોલીસ તત્પર બની
  • આજથી નવતર પ્રયોગના ભાગરૂપે કામગીરી કરશે
  • નિયમ તોડનારને મેમો આપીને કચેરીએ બોલાવવામાં આવશે

VADODARA : વડોદરા (VADODARA) માં છાશવારે ટ્રાફિકના નિયમો (TRAFFIC RULES) ના ઉલ્લંઘન અને તે બાદ અકસ્માત સર્જાયાની ઘટના સામે આવતી રહે છે. જેનાથી ટ્રાફિક પોલીસની કામગીરી સામે સવાલો પણ ઉઠતા હોય છે. ત્યારે હવે વડોદરા શહેર ટ્રાફિક પોલીસ (VADODARA CITY TRAFFIC POLICE) દ્વારા નિયમતોડનારાઓને સીધાદોર કરવા માટે નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા ટ્રાફિકના નિયમો તોડનાર વિરૂદ્ધ સીસીટીવી થકી નજર રાખવામાં આવશે. જે કોઇ વાહન સીસીટીવીમાં ઝડપાશે તેના ઘરે ટ્રાફિક મેમાની હોમ ડીલીવરી કરવામાં આવશે. આ મેમાની ભરપાઇ કરવા માટે વ્યક્તિને ટ્રાફિક પોલીસની કચેરીએ બોલાવવામાં આવશે. ત્યાં દંડ ભરપાઇ કરાવવાની સાથે તેને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે સમજ આપવામાં આવશે. આ પ્રયોગ અપનાવવાથી શહેરીજનો ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે પ્રેરાશે તેવી પોલીસ તંત્રને આશા છે.

ટ્રાફિક પોલીસની કામગીરી પર માછલા ધોવાય

વડોદરા ટ્રાફિક પોલીસ દ્વારા નિયમોનું પાલન કરાવવા માટે લોકજાગૃતિના અનેક પ્રયાસો કરવામાં આવ્યા છે. છતાં લોકો સુધરવાનું નામ નથી લેતા, અને જ્યારે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કર્યા બાદ કોઇ અનિચ્છનિય ઘટના બને તો તે માટે ટ્રાફિક પોલીસની કામગીરી પર માછલા ધોવાય છે. આ પરિસ્થિતી વચ્ચે લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરનારા બનાવવા માટે આજથી ટ્રાફિક પોલીસ દ્વારા નવતર પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.

Advertisement

નિયમો નહીં તોડવા અંગે સૂચના અને સલાહ અપાશે

શહેર ટ્રાફિક પોલીસના એસીપી વ્યાસે મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, શહેર પોલીસ કમિશનર તથા ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શનમાં એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવી રહ્યો છે. અમારા સીસીટીવી કેમેરામાં સર્કલ પર ટ્રાફિકના નિયમોનો ભંગ કરે છે, તેમના ફોટા પાડીને તેમને કચેરીએ બોલાવવામાં આવશે. અને દંડ ફટકારવામાં આવશે, તેને ટ્રાફિકના નિયમો નહીં તોડવા અંગે સૂચના અને સલાહ આપવામાં આવશે. મીડિયાના માધ્યમોમાંથી વારંવાર સૂચના આપવા, દંડ કરવા, લોકજાગૃતિના પ્રયાસો પછી પણ નાગરિકો નિયમો તોડતા નજરે પડી રહ્યા છે. જેથી અમે આ પ્રયાસ હાથ ધર્યો છે.

Advertisement

આ પણ વાંચો ---- VADODARA : દિપીકા ગાર્ડન પાસે રીપેર થયેલા ભૂવાથી 10 ડગલાં દૂર બીજો પ્રગટ થયો

Tags :
Advertisement

.

×