ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : પ્રેમી માટે જેન્ડર ચેન્જ કરીને બનેલી યુવતિ તરછોડાઇ

VADODARA : પીડિતા જોડે અવાર-નવાર શારીરિક સંબંધો બાંધવામાં આવ્યા હતા. તે પૈકી કેટલીક વખત તેની મરજી વિરૂદ્ધ પણ સંબંધ બાંધવામાં આવ્યા
01:08 PM Apr 21, 2025 IST | PARTH PANDYA
VADODARA : પીડિતા જોડે અવાર-નવાર શારીરિક સંબંધો બાંધવામાં આવ્યા હતા. તે પૈકી કેટલીક વખત તેની મરજી વિરૂદ્ધ પણ સંબંધ બાંધવામાં આવ્યા

VADODARA : વડોદરાના રાવપુરા પોલીસ મથક (RAOPURA POLICE STATION - VADODARA) માં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પ્રેમીને પામવા માટે ટ્રાન્સજેન્ડર ઓપરેશન કરાવીને યુવતિ (TRANSGENDER CHANGE INTO GIRL) બન્યો હતો. બાદમાં તેને પ્રેમી દ્વારા તરછોડી દેવામાં આવી હતી. જે અંગે વાત કરવા જતા પ્રેમીના માતા-પિતાએ ધમકી આપી કે, તું અહિં જેતપુર આવીશ તો તને જાનથખી મારી નાંખીશ, તું મરી જા. આખરે પીડિતાએ પ્રેમી, અને તેના માતા-પિતા વિરૂદ્ધ રાવપુરા પોલીસ મથકમાં ધ ટ્રાન્સજેન્ડર પર્સન (પ્રોટેક્શન ઓફ રાઇટ્સ) સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી છે.

સર્જરી કરાવવા માટે લોન લીધી

રાવપુરા પોલીસ મથકમાં પીડિતાએ આપેલી ફરિયાદ અનુસાર, તે વર્ષ 2021 થી 2025 સુધીમાં હાર્દિક સિદ્ધરાજભાઇ મેરના સંપર્કમાં હતા. તેઓ ટ્રાન્સજેન્ડર હતા, તેઓ હાર્દિક મેર સાથે લિવ ઇન રિલેશનશીપમાં રહેતા હતા. હાર્દિકે લગ્ન કરવાની લાલચ આપીને તેમનો વિશ્વાસ જીત્યો હતો. બાદમાં પીડિતાએ સેક્સ ચેન્જ ઓપરેશન કરાવીને ટ્રાન્સજેન્ડરમાંથી મહિલા બન્યા હતા. જે માટે તેમણે સર્જરી કરાવવા માટે લોન લીધી હતી. હવે પીડિતા લોનના નાણાં ભરીને ઘણી આર્થિક મુશ્કેલીઓ સહન કરી રહ્યા છે.

અવાર-નવાર શારીરિક સંબંધો બાંધવામાં આવ્યા

દરમિયાન પ્રેમી હાર્દિક મેર દ્વારા વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવામાં આવી હોવાનું ધ્યાને આવ્યું હતું. બંને વચ્ચેને સંબંધ દરમિયાન પીડિતા જોડે મારઝૂડ કરવામાં આવી હતી. એટલું જ નહીં તેની જોડે અવાર-નવાર શારીરિક સંબંધો બાંધવામાં આવ્યા હતા. તે પૈકી કેટલીક વખત તેની મરજી વિરૂદ્ધ પણ સંબંધ બાંધવામાં આવ્યા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. આખરે તેના માતા-પિતાને કહેવા જતા ફોન પર ગાળાગાળી કરીને ધમકી આપી કે, તું અહિં જેતપુર આવીશ તો તને જાનથી મારી નાંખીશ, તું મરી જા.

પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી

આખરે ઉપરોક્ત મામલે પ્રેમી હાર્દિક સિદ્ધરાજભાઇ મેર, સિદ્ધરાજભાઇ મેર અને ગિતાબેન મેર (ત્રણેય રહે. રામજી મંદિર પાસે, નવાગઢ, જેતપુર, રાજકોટ) વિરૂદ્ધ ધ ટ્રાન્સજેન્ડર પર્સન (પ્રોટેક્શન ઓફ રાઇટ્સ) સહિતની કલમો હેઠળ રાવપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો --- VADODARA : ત્રણ સંતાનની માતાની ઘાતકી હત્યા, ઘાસના પુડામાંથી મૃતદેહ મળ્યો

Tags :
BecomecheatedcomplaintfilledgirlGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsLoverpolicetransgenderVadodara
Next Article