VADODARA : ઠગ અપૂર્વ પટેલ અને સોહમ વિરૂદ્ધ રેડ કોર્નર નોટીસની તજવીજ
- ફરિયાદ નોંધાયા બાદથી ઠગાઇના બંને આરોપીઓ ફરાર છે
- બંનેનું છેલ્લું લોકેશન યુએઇ હોવાનું ઓથોરીટીના ધ્યાને આવ્યું હતું
- રેડ કોર્નર નોટીસ ખોલવાની સાથે ઇન્ટરપોલને પણ જાણ કરવામાં આવી છે
VADODARA : વડોદરા (VADODARA) માં અનેક લોકોને મોટી રકમમાં નવડાવી દેનાર ઠગ બિલ્ડર અપૂર્વ પટેલ (FRAUD APOORVA PATEL) અને અન્ય ઠગાઇના કિસ્સામાં સંડોવાયોલે સોહમ પટેલ ફરાર છે. બંને દેશ છોડીને વિદેશમાં સંતાયા હોવાની પ્રબળ આશંકાને ધ્યાને રાખીને તેમના વિરૂદ્ધ રેડ કોર્નર નોટીસ (RED CORNER NOTICE) ઇશ્યુ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. તેમની જોડે મળીને કુલ 41 આરોપીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી હોવાનું પોલીસ સુત્રો જણાવી રહ્યા છે. જેને પગલે આગામી સમયમાં બંને ઠગોની મુશ્કેલી વધશે.
બંને ઠગાઇ કેસના આરોપી
વડોદરામાં બિલ્ડ અપૂર્વ દિનેશભાઇ પટેલ (રહે. સમૃદ્ધિ બંગ્લો, મુજમહુડા) દ્વારા માંજલપુર, અક્ષરચોક અને વડસર રોડ વિસ્તારમાં દુકાનો અને મકાનોની અનેક સ્કિમોની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં દુકાન અને મકાન લેનાર રોકાણકારોના પૈસા લઇને તેમને નવડાવ્યા હતા. એક જ મકાન અનેક લોકોને વેચ્યા હોવાના કિસ્સા પણ પોલીસ ચોપડે પહોંચ્યા છે. મહાઠગ અપૂર્વ પટેલ વિરૂદ્ધ 40 થી વધુ પોલીસ ફરિયાદો નોંધાયેલી છે. ઠગાઇના અન્ય કિસ્સામાં સોહમ પટેલ વિરૂદ્ધ ફરિયાદ નોંધાયેલી છે. આ બંને ફરિયાદ બાદથી લાંબા સમયથી ફરાર ચાલી રહ્યા છે.
41 આરોપીઓને કાર્યવાહી માટે શોર્ટ લિસ્ટ કરાયા
તાજેતરમાં બંને વિરૂદ્ધ રેડ કોર્નર નોટીસ ઓપન કરવામાં આવી હોવાનું ક્રાઇમ બ્રાન્ચ સુત્રો જણાવી રહ્યા છે. અને રેડ કોર્નર નોટીસ ઇશ્યુ કરવાની કાર્યવાહી આરંભી દેવામાં આવી છે. બંને આરોપીઓનું છેલ્લું લોકેશન યુએઇ મળ્યું હોવાનું સુત્રો ઉમેરી રહ્યા છે. રેડ કોર્નર નોટીસ અંગે ઇન્ટરપોલને જાણ કરી દેવામાં આવી છે. આશરે 41 આરોપીઓને કાર્યવાહી માટે શોર્ટ લિસ્ટ કરવામાં આવ્યા છે. તેમના વિરૂદ્ધ એલઓસી ઇશ્યું કરીને એરપોર્ટ ઓથોરીટીને એલર્ટ કરી દેવામાં આવી છે.
આ પણ વાંચો --- VADODARA : ઉચાપત કેસમાં દૂધ મંડળીના મંત્રી રિમાન્ડ પર, મોટા ખુલાસા થવાની શક્યતા