Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : લગ્નનની લાલચે સગીરા પર દુષ્કર્મ, ધર્મ પરિવર્તન કરવા સિગારેટના ડામ દીધા

VADODARA : વર્ષ 2023 માં સગીરા આજવા રોડ પર કમલાનગર તળાવ પાસે રીક્ષાની રાહ જોઇ રહી હતી. તેવામાં સોહેલ પઠાણ રીક્ષા લઇને ત્યાં આવ્યો
vadodara   લગ્નનની લાલચે સગીરા પર દુષ્કર્મ  ધર્મ પરિવર્તન કરવા સિગારેટના ડામ દીધા
Advertisement
  • વડોદરામાં લગ્નની લાલચે સગીર યુવતિએ ભારે અત્યાચાર સહ્યા
  • યુવકે દુષ્કર્મ આચર્યું, ધર્મ પરિવર્તન કરવા સતત દબાણ કરતો હતો
  • એક દિવસ તક મળતા સગીરા ઘરમાંથી નાસીને પોતાની નાનીની ઘરે પહોંચી

VADODARA : વડોદરા (VADODARA) ના આજવા રોડ પર ચોંકાવનારી ઘટના સામે આવી છે. સગીરાને સોહેલ પઠાણ નામના યુવકે પોતાના ઘરે લઇ જઇને દુષ્કર્મ (RAPE CASE) ગુજાર્યું હતું. ત્યાર બાદ તેને ધર્મ પરિવર્તન (Conversion of religion) કરવા માટે દબાણ કરવામાં આવતું હતું. જેમાં યુવકે તેને સિગારેટના ડામ દીધા હોવાનું પણ સામે આવ્યું છે. તે તેને ઘરમાં ગોંધી રાખીને તેના પર અત્યાચાર ગુજારતો હતો. આખરે તક મળતા સગીરા ઘરમાંથી નાસી છુટી હતી, અને તેની નાનીના ઘરે પહોંચીને સમગ્ર વ્યથા વર્ણવી હતી. આખરે આ મામલે કપુરાઇ પોલીસ મથક (KAPURAI POLICE STATION) માં ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ પોલીસે આરોપી વિરૂદ્ધ વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સગીરા સમક્ષ લગ્ન કરવાની માંગ મુકી

સમગ્ર મામલે પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર, આજવા રોડ પર સગીરા તેની નાનીના ઘરે રહેતી હતી. વર્ષ 2023 માં સગીરા આજવા રોડ પર કમલાનગર તળાવ પાસે રીક્ષાની રાહ જોઇ રહી હતી. તેવામાં સોહેલ પઠાણ (રહે. ઉનરદીપ નગર, આજવા રોજ) રીક્ષા લઇને ત્યાં આવ્યો હતો. બાદમાં બંને વચ્ચે વાતચીત થઇ હતી. અને ફોન નંબરની આપલે થઇ હતી. જે બાદ સોહેલ રીક્ષામાં સગીરાને ફરવા માટે લઇ જતો હતો. સમય જતા તેણે સગીરા સમક્ષ લગ્ન કરવાની માંગ મુકી હતી. આ અંગે સગીરાએ તેની નાની અને માતાને પુછતા તેમણે જણાવ્યું કે, તારી ઉંમર હજી નાની છે. ઉંમર થશે ત્યારે વિચારીશું.

Advertisement

જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવતી

વર્ષ 2023 માં સોહેલ સગીરાને લગ્નની લાલચે તેના ઘરે લઇ ગયો હતો. જ્યાં તેણીની પર વારંવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ બાદ સગીરાનું ધર્મ પરિવર્તન કરવા માટે દબાણ શરૂ કરવામાં આવ્યું હતું. સગીરા સામે કોઇ દાદ નહીં આપતા તેને સિગારેટના ડામ આપવાની સાથે જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવતી હતી. આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન સોહેલે યુવતિને ઘરમાં ગોંધી રાખી હતી. એક દિવસ તક મળતા જ સગીરા ત્યાંથી નીકળીને પોતાની નાનીના ઘરે પહોંચી હતી. અને સમગ્ર ઘટનાક્રમ વર્ણવ્યો હતો. આખરે સોહેલ પઠાણ વિરૂદ્ધ કપુરાઇ પોલીસ મથકમાં પોક્સો હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. આ મામલે સોહિલને સાથ આપનારા બે મિત્રોની પણ ધરપકડ કરાઇ હોવાનું જાણવા મળી રહ્યું છે.

Advertisement

આ પણ વાંચો --- VADODARA : જોખમી કટ બંધ કરવામાં બુલાર્ડ નિષ્ફળ, હવે ડિવાઇડર ચણી દેવાયા

Tags :
Advertisement

.

×