VADODARA : દુકાનમાં ચપ્પલની ખરીદી કરતી દિકરી પણ સુરક્ષિત નથી
- દુકાનમાં ચપ્પલ ખરીદતા પહેલા ટ્રાયલ લેતી સગીરા જોડે અડપલાં
- મૂળ ઉત્તરપ્રદેશના મોહંમદ ફરમાન મોહંમદ અસ્પાક કુરેશી ની કરતુત
- ભોગ બનનારના માતાએ લક્ષ્મીપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી
VADODARA : વડોદરા શહેરના ગોત્રી તળાવ પાસે કે. એમ. સી. ફૂટવેર નામની દુકાન આવેલી છે. તાજેતરમાં માતા અને તેમની 13 વર્ષિય પુત્રી ચપ્પલ ખરીદવા આવ્યા હતા. દરમિયાન દુકાનના કર્મચારીએ સગીરા જોડે અડપલાં કરતા તેણે માતાને અચાનક ના પાડી દીધી હતી. જે બાદ માતાને શંકા જતા તેણીએ દિકરીને પટાવીને પુછ્યું હતું. જેમાં તેણે સમગ્ર ઘટના વર્ણવી હતી. આખરે ઉપરોક્ત મામલે લક્ષ્મુપુરા પોલીસ મથકમાં આરોપી વિરૂદ્ધ ગુનો નોંધાયો છે. તે બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
સગીરા એકલી હોવાથી તે ખુબ ડરી ગઇ
ગોત્રી તળાવ પાસેની કે. એમ. સી ફૂટવેરમાં માતા અને સગીર પુત્રી ચપ્પલ ખરીદવા ગયા હતા. દિકરી ચપ્પલ ખરીદતા પહેલા તેનું ટ્રાયલ લઇ રહી હતી. તેવામાં તેના માતા લોટ ખરીદવા માટે હું આવું છું તેમ કહીને થોડાક સમય માટે ગયા હતા. આ દરમિયાન દુકાનમાં કામ કરતા મોહંમદ ફરમાન મોહંમદ અસ્પાક કુરેશી (મૂળ રહે. ઉત્તરપ્રદેશ) એ કિશોરી જોડે બિભત્સ અડપલાં કર્યા હતા. આ સમયે સગીરા એકલી હોવાથી તે ખુબ ડરી ગઇ હતી.
માતાને શંકા જતા તેણે ઘરે જઇને દિકરીને શાંતિપૂર્વક પુછ્યું
થોડીક વારમાં જ સગીરાના માતા ત્યાં આવ્યા હતા. તે બાદ તુરંત તેણે અહિંયાથી ચપ્પલ નહીં ખરીદવા અંગેની વાત જણાવી દીધી હતી, અને દુકાનેથી જતા રહેવા માટે જણાવ્યું હતું. જો કે, આ બાદ માતાને શંકા જતા તેણે ઘરે જઇને દિકરીને શાંતિપૂર્વક પુછ્યું હતું. જેમાં તેણે તેની જોડે થયેલી ઘટના વર્ણવી હતી. બાદમાં સમગ્ર મામલે વડોદરા શહેરના લક્ષ્મીપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. જે બાદ પોલીસે નરાધમ મોહંમદ ફરમાન મોહંમદ અસ્પાક કુરેશી (મૂળ રહે. ઉત્તરપ્રદેશ) વિરૂદ્ધ વધુ કાયદેસરની કાર્યવાહી કરતા તેની ધરપકડ કરી છે. અને તેના વિરૂદ્ધ વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
આ પણ વાંચો --- VADODARA : બરોડા ડેરીમાં ગેરવહીવટ મામલે તપાસના આદેશ, ધારાસભ્યની રજુઆત રંગ લાવી