Vadodara : પોલીસપુત્ર જ ચોર નીકળ્યો, વ્યાજના ચક્કરમાંથી બહાર નીકળવાં મહિલાનો અછોડો તોડયો
- Vadodara શહેરમાં અછોડો તોડનાર ઝડપાયો
- પેટ ડોગને લઈ મહિલા નીકળી હતી બહાર
- સરનામું પૂછવાના બહાને મહિલાનો અછોડો આંચકયો
- પોલીસના પુત્રે જ કર્યો ગુનો
- 1.23 લાખના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ
Vadodara : અમદાવાદ ગ્રામ્યમાં ફરજ બજાવતા પોલીસના પુત્રએ મહિલાનો અછોડો તોડયો છે અને વડોદરા ક્રાઈમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી છે, મહિલા પેટ ડોગ લઈને બહાર નીકળી હતી તે સમયે આરોપીએ એડ્રેસ પૂછવાના બહાને મહિલાનો અછોડો તોડયો હતો. પોલીસે સીસીટીવી અને વાહનના આધારે આ ગુનાનો ભેદ ઉકેલ્યો છે, વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં આ ઘટના બની હતી. આરોપી પાસેથી 1.18 લાખની ચેન, મોબાઇલ ફોન મળીને કુલ 1.23 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
આરોપી તુષારના પિતા અમદાવાદ ગ્રામ્ય પોલીસમાં ASI છે
વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં તાજેતરમાં વહેલી સવારે પેટ ડોગ સાથે મોર્નિંગ વોકમાં નીકળેલા ગૃહિણીનો અછોડો તોડનાર આરોપીની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. સુભાનપુરા વિસ્તારમાં રહેતાં લક્ષ્મીબેન અગ્નિહોત્રી પેટ ડોગ સાથે મોર્નિંગ વોકમાં નીકળ્યાં હતા ત્યારે આ બનાવ બન્યો હતો. અજાણ્યા ટુ વ્હિલર ચાલક સામે ગોરવા પોલીસે ગુનો નોંધ્યો હતો. કારેલીબાગ અમિત નગરથી પાણીની ટાંકી રોડ પરથી ક્રાઈમ બ્રાન્ચે કાવો લક્ષ્મણભાઈ પરમાર (ઉ.વ.26) (રહે, મકરબા પોલીસ લાઈન, સરખેજ રોડ, અમદાવાદ મૂળ દાહોદ)ને શંકાસ્પદ હાલતમાં ઝડપી લીધો હતો.
વહેલી સવારના સમયે મોર્નિંગ વોક માટે ચાલતા નીકળેલ ફરિયાદી મહિલા ગળામાં પહેરેલ સોનાની ચેઇન આંચકી જનાર આરોપીને મુદામાલની સોનાની ચેઇન સાથે શોધી કાઢી ચેઇન સ્નેચીંગનો ગુનો શોધી કાઢવામાં આવેલ @dgpgujarat @GujaratPolice#vadodaracitypolice #vadodarapolice #safety #protection pic.twitter.com/WCEeo9DzMA
— Vadodara City Police (@Vadcitypolice) May 24, 2026
Vadodara : આરોપી પાસેથી તૂટેલો અછોડો મળ્યો હતો
આરોપી તુષારના પિતા લક્ષ્મણભાઈ પરમાર અમદાવાદ ગ્રામ્યમાં એ.એસ.આઈ. તરીકે ફરજ બજાવી રહ્યાં છે. તુષાર વ્યાજના ચક્કરમાં ફસાયો હતો. તે પોતે બોલેરો જીપ ચલાવે છે. થોડાક દિવસ પહેલાં વડોદરા આવ્યો હતો. રેલવે સ્ટેશન પાસે સેલ્ફ ડ્રાઈવ માટે મળતું ટુ વ્હિલર ભાડે લીધું હતુ અને ગુનો આચર્યો હતો, તો આરોપીએ અગાઉ કોઈ શહેરમાં આવા ગુના કર્યા છે કે નહી તે દિશામાં તપાસ કરી રહી છે. ટુ વ્હીલર ભાડે આપનાર એજન્ટ પાસે જમા કરાવેલા ડૉક્યુમેન્ટ પરથી આરોપીની ઓળખ થઈ હોવાનું જાણવા મળ્યું છે.
આ પણ વાંચો : Headline 12 PM : વાંચો સવારના 7 થી બપોરના 12 વાગ્યા સુધીના મહત્વના સમાચાર એક કિલક પર


