Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : વિશ્વામિત્રી નદીમાં ફીણવાળું પાણી વહેતા આશ્ચર્ય સર્જાયું

VADODARA : આ વાતને પગલે લોકોમાં ઉત્સુકતા અને પર્યાવરણવિદ દ્વારા ચિંતા વ્યક્ત કરાઇ છે. સાથે ઘટનાના મૂળ સુધી પહોંચવાની માંગ કરાઇ છે.
vadodara   વિશ્વામિત્રી નદીમાં ફીણવાળું પાણી વહેતા આશ્ચર્ય સર્જાયું
Advertisement
  • વડોદરામાં કમોસમી વરસાદને પગલે ભારે અવ્યવસ્થા સર્જાઇ હતી
  • વરસાદ બાદ વિશ્વામિત્રી નદીમાં ફીણ જોવા મળતા લોકોમાં કુતૂહલ સર્જાયું
  • સમગ્ર ઘટનાને લઇને પર્યાવરણવિદ દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી છે

VADODARA : વડોદરા (VADODARA) માં પૂર નિવારણ માટે હાલ વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટ (VISHWAMITRI PROJECT) હાથ ધરવામાં આવી રહ્યો છે. આ વચ્ચે તાજેતરમાં વડોદરામાં ભારે પવન ફૂંકાવવાની સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો. જે બાદ મંગલપાંડે બ્રિજ નીચેથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં ફીણવાળું પાણી વહી રહ્યું હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા. જેને પગલે આશ્ચર્ય ફેલાયું હતું. આ ઘટનાએ લોકોને વિચારતા કરી દીધા છે. સાથે જ કિનારામાં કેટલીક જગ્યાએ જમીનનું ધોવાણ થયું હોવાનું પણ જોવા મળી રહ્યું છે.

Advertisement

નદીની એક કિનારીએ ફીણ પથરાયું

વડોદરાની મધ્યમાંથી વિશ્વામિત્રી નદી પસાર થઇ રહી છે. ગત વર્ષે વિશ્વામિત્રી નદીમાં ભીષણ પુર આવ્યું હતું. જેને પગલે શહેરભરમાં ભારે તારાજી સર્જાઇ હતી. જે બાદ વિશ્વામિત્રી નદીમાં પૂર નિવારણ માટેના પગલાં ભરતા રિવાઇવલ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. હાલ વિશ્વામિત્રી નદીને ઉંડી અને પહોળી કરવાનું કામ ચાલી રહ્યું છે. તાજેતરમાં વડોદરામાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. જે બાદ સમા મંગલપાંડે બ્રિજ નીચેથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં ફીણવાળું પાણી વહી રહ્યું હોવાનું ધ્યાને આવ્યું છે. જેથી નદીની એક કિનારીએ ફીણ પથરાયું હોય તેવું જોવા મળી રહ્યું છે. આ વાતને પગલે લોકોમાં ભારે ઉત્સુકતા સર્જાઇ છે. બીજી તરફ પર્યાવરણવિદ દ્વારા ચિંતા વ્યક્ત કરાઇ છે. અને આ ઘટનાના મૂળ સુધી પહોંચવાની માંગ કરાઇ છે.

Advertisement

ધોવાણ અટકાવવા માટે કોયર વોવેલ પાથરવાનું આયોજન

આ સાથે જ વિશ્વામિત્રી પ્રોજેક્ટના કાર્યસ્થળ નજીકમાં માટીનું ધોવાણ થયું હોવાનું પણ નજરે પડી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ માટીનું ધોવાણ અટકાવવા માટે કોયર વોવેલ પાથરવાનું આયોજન હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

આ પણ વાંચો --- VADODARA : બે મહિલા ખાબક્યા બાદ ભૂવો વિસ્તર્યો, બુમાબુમ થતા લોકો દોડ્યા

Tags :
Advertisement

.

×