VADODARA : નાગરિકોની સુરક્ષાને ધ્યાને રાખીને શહેર-જિલ્લાના બ્રિજ અંગે મહત્વના નિર્ણયો લેવાયા
- ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ વડોદરા શહેર-જિલ્લાનું તંત્ર સતર્ક બન્યું
- પોતાની હદમાં આવતા બ્રિજ અંગે જાહેરનામું બહાર પડાયું
- લોકોની સુરક્ષાને લઇને તંત્ર પગલાં ભરી રહ્યું હોવાનું સામે આવ્યું
VADODARA : વડોદરાના પાદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટના (GAMBHIRA BRIDGE TRAGEDY) બાદ નાગરિકોની સુરક્ષાને ધ્યાને રાખીને વડોદરા જિલ્લા વહીવટી તંત્ર (VADODARA DISTRICT ADMINISTRATION) અને વડોદરા પાલિકા (VADODARA VMC) તંત્ર દ્વારા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. વડોદરા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ડભોઇ-સેગવા-રાજપીપળા રોડ પર નર્મદા નદી પર આવેલા રંગસેતુ બ્રિજને ભારે વાહન વ્યવહાર માટે બંધ કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બીજી તરફ વડોદરા પાલિકા દ્વારા તેમની ઓથોરીટી અંતર્ગત આવતા બ્રિજોનું ઇન્સ્પેક્શન કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેનો રિપોર્ટ સામે આવ્યા બાદ જરૂર જણાશે ત્યાં કાર્યવાહી કરવાનું પાલિકા તંત્ર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે.
લોડ ટેસ્ટ ના થાય ત્યાં સુધી ભારે વાહનો માટે તેનો ઉપયોગ
વડોદરા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ડભોઇ-સેગવા-રાજપીપળા રોડ પર નર્મદા નદી પર આવેલા રંગસેતુ બ્રિજને ભારે વાહન વ્યવહાર માટે બંધ કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં જણાવ્યું છે કે, આ પુલ જોખમી હાલતમાં છે. આ બ્રિજની ક્ષમતા ચકાસવા માટે તેનો લોડ ટેસ્ટ ના થાય ત્યાં સુધી ભારે વાહનો માટે તેનો ઉપયોગ બંધ કરી દેવામાં આવ્યો છે. આ સાથે જ ચાર અન્ય વૈકલ્પિક રસ્તાઓ જાહેર કરવામાં આવ્યા છે. વર્ષ 2025 ની અંતિમ તારીખ સુધી આ બ્રિજને ભારદારી વાહનો માટે બંધ કરવામાં આવ્યો હોવાનો જાહેરનામામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
બ્રિજનો સ્ટેબિલિટી રિપોર્ટ કરવામાં આવશે
બીજી તરફ વડોદરા પાલિકાના મ્યુનિસિપલ કમિશનર દ્વારા આજે પાલિકાના એન્જિનિયરોને સાથે રાખીને સ્થળની પરિસ્થિતીનો તાગ મેળવ્યો છે. સાથે જ ઝોનલ એન્જિનિયરોની ટીમ બનાવીને અન્ય પ્રોજેક્ટ શાખા સાથે સંકલનમાં રહીને શહેરમાં આવતા તમામ બ્રિજોનું ઇન્સ્પેક્શન કરવા માટેની સૂચના આપવામાં આવી છે. આ ટીમો આગામી ત્રણ દિવસમાં રીપોર્ટ સબમિટ કરશે. આ બ્રિજનો સ્ટેબિલિટી રિપોર્ટ કરવામાં આવશે. અત્રે નોંધનીય છે કે, પ્રિમોન્સૂન કામગીરી હેઠળ જૂન મહિનામાં ત્રણ જેટલી એજન્સીઓ દ્વારા બ્રિજનો સર્વે કરીને તેનો રીપોર્ટ સોંપવામાં આવ્યો હતો. તેને પણ ધ્યાને લેવામાં આવનાર છે. આ સાથે જ પાલિકા દ્વારા બંધ કરવામાં આવેલા બ્રિજનો ઉપયોગ ના કરવા માટેની શહેરીજનોને તાકીદ કરવામાં આવી છે.
આ પણ વાંચો ---- VADODARA : ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં પીડિતો સુધી મદદ માટે સૌથી પહેલા પોલીસ પહોંચી