VADODARA : પાલિકા દ્વારા અખાદ્ય કેરીનો રસ, પાણીપુરીના પાણી સહિતનો મોટી માત્રામાં નાશ
- વડોદરા પાલિકા દ્વારા લોકોની સુરક્ષાને ધ્યાને રાખીને ચેકીંગ હાથ ધરાયું
- વિવિધ જગ્યાએ અખાદ્ય પદાર્થોનું વેચાણ કરનારાઓ પર કાર્યવાહી
- પાલિકાએ સપાટો બોલાવતા કમાણીખોર વેપારીઓમાં ડરનો માહોલ
VADODARA : વડોદરા પાલિકા (VADODARA - VMC) દ્વારા ઉનાળાને ધ્યાને રાખીને વિશેષ ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જેમાં ખાણીપીણીની લારીઓ, દુકાનો, વેન્ડિંગ એસ્ટાબ્લીશમેન્ટ, કેરી-શેરડીના રસના કોલા સહિતનાને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી છે. આ ચેકીંગ દરમિયાન મોટી માત્રામાં અખાદ્ય પદાર્થોનો નાશ કરવામાં આવ્યો છે. જેને પગલે કમાણી કરવા માટે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા તત્વોમાં ભારે ફફડાટ પેંસી જવા પામ્યો છે. આ સાથે જ પાલિકાની ફૂડ સેફ્ટી વાન દ્વાાર પણ સ્થળ પર તપાસ કરીને તેના પરિણામોના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો
તાજેતરમાં વડોદરા પાલિકાની બે ટીમો દ્વારા વિવિધ વિસ્તારોમાં જઇને ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 117 - ખાણીપીણીની લારીઓ, 22 - દુકાનો, 06 - ફૂડ વેન્ડીંગ એસ્ટાબ્લસીશમેન્ટ, 02 - કેરીના રસઘર, 02 - શેરડીના રસઘરનો સમાવેશ થાય છે. ચેકીંગ દરમિયાન 310 લિટર - પાણીપુરીનું પાણી, 28 - કિલો અખાદ્ય પદાર્થ, 27 - કિલો કેરીનો રસ, 15 કિલો સીન્થેટીક ફૂડ કલર વાળી ચાસણીનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. આટલી મોટી માત્રામાં આખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવતા લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા તત્વોમાં ભારે ફફડાટની લાગણી વ્યાપી જવા પામી છે.
266 નમુનાનું સ્થળ પર ચેકીંગ કરવામાં આવ્યું
આ સાથે જ ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સની મોબાઇલ ટેસ્ટીંગ વાન દ્વારા કારેલીબાગ, ગુરૂકુળ ચાર રસ્તા, પરીવાર ચાર રસ્તા, છાણી, અલકાપુરી, પંડ્યા બ્રિજ વિસ્તારની વિવિધ લારીઓમાં ચેકીંગ હાથ ધરીને મસાલા, તેલ, ઘી, ગ્રેવી, માવો, મીઠાઇ, આઇસક્રિમ, ક્રશ સીરપ, ચટણી, પ્રિપેડ ફૂડ વગેરેના 266 નમુનાનું સ્થળ પર ચેકીંગ કરવામાં આવ્યું છે. અને તેના પરિણામોના આધારે વધુ કાયદેસરની કાર્યવાહી
આ પણ વાંચો --- VADODARA : રિટાયર્ડ થવાના એક સપ્તાહ પહેલા આધેડે કંપનીમાં જીવન ટુંકાવ્યું