Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : સાયબર ગઠિયાઓનો શિકાર બન્યા પાલિકા કમિશનર અરૂણ બાબુ

VADODARA : અત્યાર સુધીમાં સામે આવેલા મોટા ભાગના કિસ્સાઓમાં બોગસ એકાઉન્ટ બનાવનારાઓ સુધી પહોંચવામાં કોઇ નક્કર સફળતા મળતી નથી
vadodara   સાયબર ગઠિયાઓનો શિકાર બન્યા પાલિકા કમિશનર અરૂણ બાબુ
Advertisement

VADODARA : વડોદરાના નવ નિયુક્ત પાલિકા કમિશનર (VMC COMMISSIONER) અરૂણ મહેશ બાબુ (ARUN MAHESH BABU - IAS) સાયબર ગઠિયાઓનો શિકાર બન્યા છે. અજાણ્યા શખ્સો દ્વારા તેમનું બોગસ ફેસબુક આઇડી (BOGUS FACEBOOK ACCOUNT) બનાવવામાં આવ્યું છે. જેના થકી અલગ અલગ એકાઉન્ટને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલવામાં આવતી હોવાનું તેમના ધ્યાને આવ્યું છે. જે બાદ તેમણે પોતાના સત્તાવાર એકાઉન્ટ થકી લોકોને આ અંગે જાગૃત કર્યા છે. અને કોઇ પણ પ્રકારનો પ્રત્યુત્તર નહીં આપવા અંગે સ્પષ્ટ પણે જણાવ્યું છે.

Advertisement

આ જુની મોડસ ઓપરેન્ડી છે

સાયબર ગઠિયાઓ જાણીતા ચહેરાના નામે એકાઉન્ટ બનાવીને કોઇ પણ પ્રકારનો લાભ મેળવવાનો પ્રયત્ન કરતા હોય છે. આ જુની મોડસ ઓપરેન્ડી છે, પરંતુ આજે પણ તેનો ઉપયોગ કરીને ફાયદો લેવાની ચાલાકી વાપરવામાં આવે છે. અત્રે નોંધનીય છે કે, મોટા ભાગના કિસ્સાઓમાં બોગસ એકાઉન્ટ બનાવનારાઓ સુધી પહોંચવામાં કોઇ નક્કર સફળતા મળતી નથી. વડોદરાના નવ નિયુક્ત પાલિકા કમિશનર તાજેતરમાં સાયબર ગઠિયાઓનો શિકાર બન્યા હોવાની ઘટના સામે આવી છે. મહેશ બાબુના નામથી બોગસ ફેસબુક એકાઉન્ટ બનાવવામાં આવ્યું છે. અને તેમાં તેમના ફોટાનો દુર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

Advertisement

કોઇ પણ રિકવેસ્ટ સ્વિકારવી નહીં

અજાણ્યા શખ્સોએ આ કારસ્તાન કરીને મહેશ અરૂણ બાબુના નજીકના લોકોને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી છે. જે બાદ સમગ્ર મામલો સપાટી પર આવ્યો છે. તેમણે પોતાના સત્તાવાત સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી આ અંગેનો ખુલાસો કર્યો છે. તેમણે લખ્યું કે, કોઇએ મારા નામથી બોગસ સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવ્યું છે. હું તમામને જણાવવા માંગું છું કે, તેનો ઉપયોગ હું નથી કરતો. તેમાંથી આવેલી કોઇ પણ રિકવેસ્ટ સ્વિકારવી નહીં. તેને અવગણવી સાથે જ તેને તુરંત રીપોર્ટ કરવું.

આ પણ વાંચો --- VADODARA : ઐતિહાસિક વારસાની જાળવણી માટે હેરિટેજ વિભાગની રચના કરવાનું સૂચન

Tags :
Advertisement

.

×