ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : નવા પાલિકા કમિશનર વિશ્વામિત્રી પ્રોજેક્ટનું નિરીક્ષણ કરવા પહોંચ્યા

VADODARA : જે નિયમો છે, તેને ધ્યાને રાખીને કામ કરીશું. અત્યારે 400 જેટલા ડમ્પર, 16 પેકેજમાં અને 4 ભાગોમાં કામ કરી રહ્યા છે - અરૂણ મહેશ બાબુ
12:35 PM Apr 21, 2025 IST | PARTH PANDYA
VADODARA : જે નિયમો છે, તેને ધ્યાને રાખીને કામ કરીશું. અત્યારે 400 જેટલા ડમ્પર, 16 પેકેજમાં અને 4 ભાગોમાં કામ કરી રહ્યા છે - અરૂણ મહેશ બાબુ

VADODARA : વડોદરા મહાનગર પાલિકાના નવા કમિશનર (VMC COMMISSIONER - ARUN BABU IAS) તરીકે અરૂણ મહેશ બાબુએ ચાર્જ સંભાળ્યો છે. તે બાદ આજે તેઓ પહેલી વખત સમા વિસ્તારમાં ભરવાડ વાસ પાછળથી પસાર થતી વિશ્વામિત્રી નદી (VISHWAMITRI PROJECT) પર ચાલતી કામગીરીનું નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા છે. તેમની સાથે પાલિકાના તમામા મહત્વના હોદ્દેદારો હાજર રહ્યા છે. અત્યાર સુધીમાં 40 ટકા જેટલી કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી હોવાનું તેમણે મીડિયા સાથેની વાતમાં જણાવ્યું છે. સાથે જ આગામી સમયમાં કામગીરી ઝડપી બનાવવાની સાથે નદીના પટ વિસ્તારમાંથી માટીનું ધોવાણ અટકાવવાની કામગીરી અંગે પણ પોતાની વાત મુકી હતી.

40 ટકા જેટલી કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી

વડોદરાના નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર અરૂણ મહેશ બાબુ પહેલી વખત આજે સમા ભરવાડ વાસ પાસેથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં થતી કામગીરીનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા. જે અંગે તેમણે મીડિયાને કહ્યું કે, પાલિકાના પાંચેય પદાધિકારીઓ વિશ્વામિત્રીની મુલાકાત લીધી છે. કામગીરી સારી રીતે થઇ રહી છે. અગાઉની ટીમોએ સારી કામગીરી કરી છે. 40 ટકા જેટલી કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે.

કામગીરી ઝડપ પકડે તે માટે અમે પ્રયત્ન કરીશું

વધુમાં જણાવ્યું કે, જૂન 10 પહેલા આ કામગીરી પૂર્ણ કરવાની રહેશે. આ કામગીરી ઝડપ પકડે તે માટે અમે પ્રયત્ન કરીશું. જરૂર પડ્યે કામ કરવાનો સમય વધારીશું. જે નિયમો છે, તેને ધ્યાને રાખીને કામ કરીશું. અત્યારે 400 જેટલા ડમ્પર, 16 પેકેજમાં અને 4 ભાગોમાં કામ કરી રહ્યા છે. આવનાર દિવસોમાં જે માટી કાઢી રહ્યા છે, તેને ફિક્સ કરવાનુ પણ કરવામાં આવશે. પર્યાવરણ માટે યોગ્ય કામગીરી કરીશું. વૈજ્ઞાનિક ઢબે કામગીરી કરાશે. એનજીટીના નિયમોઅનુસાર કામ થશે. ભગવાનને પ્રાર્થના કરીએ કે, આ વખતે સમસ્યા ના બને. તમામના સહયોગથી કામગીરી સુપેરે પાર પાડીશું.

માટી વરસાદમાં પાણીમાં સમાય તો કદાચ તે અવરોધ ઉભો કરી શકે

આ તકે મેયરે પિન્કી સોનીએ જણાવ્યું કે, વિશ્વામિત્રી નદીમાં સમા ખાતે ભરવાડ વાસ ખાતે તટ વિસ્તારમાં વિઝીટ કરી છે. જરૂર પડે તો કામના કલાકો વધારીને અને મશીનરી વધારવામાં આવશે. હજી પણ શક્ય તેટલી વધારે ઝડપ કરીએ તેવા પ્રયાસો છે. આ માટી વરસાદમાં પાણીમાં સમાય તો કદાચ તે અવરોધ ઉભો કરી શકે તેમ છે. ત્યારે તેના પર ઘાસ ઉગાડવા સહિતનું પ્લાનીંગ છે. તટને મજબુત બનાવાશે, અને લાંબા ગાળા સુધી પરિણામ મળી શકે તેવા અમારા પ્રયાસો છે.

આ પણ વાંચો --- Gujarat : ખેડૂતો આનંદો, આજથી સરકાર ટેકાના ભાવે ચણા અને રાયડાની ખરીદી કરશે

Tags :
CommissionerGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsOtherProjectrepresentativestaketoUpdateVadodaraVishwamitrivisitVMCwith
Next Article