Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : ઓવરબ્રિજના પાયા ખોદતી વેળાએ બેદરકારીને પગલે પાણીની રેલમછેલ

VADODARA : લાઇનમાં ભંગાણ સર્જાતા કરોડો લિટર પાણી વગી ગયું હતું. અને રસ્તા પર પાણીની રેલમછેલ સર્જાઇ હતી. જેથી ટ્રાફિકની ગતિ ધીમી પડી હતી
vadodara   ઓવરબ્રિજના પાયા ખોદતી વેળાએ બેદરકારીને પગલે પાણીની રેલમછેલ
Advertisement
  • વડોદરાના સમામાં કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે આવી
  • પાણીની લાઇનમાં ભંગાણ પડતા અનેક વિસ્તારોમાં પાણીનું વિતરણ થઇ ના શક્યું
  • પાલિકા કોન્ટ્રાક્ટર પાસેથી દંડ વસુલશે

VADODARA : વડોદરા (VADODARA) માં સમા તળાવ પાસે ઓવરબ્રિજની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં બ્રિજના પાયા ખોદતી વેળાએ કોન્ટ્રાક્ટરની બેદરકારીથી પાણીની લાઇનમાં (WATER LINE LEAKAGE) મોટું ભંગાણ સર્જાયું હતું. જેને પગલે આખો દિવસ સમારકામ કરવું પડે તેવી સ્થિતી સર્જાઇ હતી. આ ઘટનાને પગલે સમા, હરણી, કારેલીબાગ, સયાજીબાગ, જેલ ટાંકી, લાલબાગ, આજવા, ખોડિયારનગર, વારસિયા બુસ્ટર સહિતના વિસ્તારોમાં સાંજના સમયે પાણીનું વિતરણ થઇ શક્યું ન્હતું. આમ, કોન્ટ્રાક્ટરની બેદરકારીને પગલે લોકોએ પાણી વગર રહેવું પડ્યું હતું.

લાઇનમાં મોટું ભંગાણ સર્જાયું હતું

સમા તળાવ પાસે એબેક્સ સર્કલ નજીક ઓવરબ્રિજની કામગીરી કરવામાં આવી રહી છે. આ દરમિયાન તાજેતરમાં બ્રિજના પાયાનું ખોદકામ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન કોન્ટ્રાક્ટરની બેદરકારીને પગલે પાણીની લાઇનમાં મોટું ભંગાણ સર્જાયું હતું. જેને પગલે કરોડો લિટર પાણી વગી ગયું હતું. અને રસ્તા પર પાણીની રેલમછેલ સર્જાઇ હતી. જેને પગલે ટ્રાફિકની ગતિ ધીમી પડી હતી.

Advertisement

કોન્ટ્રાક્ટર પાસેથી દંડ વસુલવાનો નિર્ણય લેવામાં આવ્યો

આ વાતની જાણ થતા જ પાલિકા દ્વારા સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું. જે મોડી રાત સુધી ચાલ્યું હતું. જેને પગલે સમા, હરણી, કારેલીબાગ, સયાજીબાગ, જેલ ટાંકી, લાલબાગ, આજવા, ખોડિયારનગર, વારસિયા બુસ્ટર સહિતના વિસ્તારોમાં સાંજના સમયે પાણીનું વિતરણ થઇ શક્યું ન્હતું.આ ઘટના અંગે પાણી પુરવઠા વિભાગ દ્વારા બ્રિજ પ્રોજેક્ટ શાખાને જાણ કરવામાં આવી હતી. તે બાદ વિભાગ દ્વારા કોન્ટ્રાક્ટરને નોટીસ ફટકારીને તેની પાસેથી દંડ વસુલનાનો નિર્ણય કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

Advertisement

આ પણ વાંચો --- VADODARA : જિલ્લાના 55 ગામો સુધી સરકારના 17 વિભાગોની યોજનાઓ પહોંચાડવાની નેમ

Tags :
Advertisement

.

×