VADODARA : દુધની પ્રોડક્ટ સહિત અનેક ખાદ્યપદાર્થો બિનઆરોગ્યપ્રદ મળ્યા, વાંચો યાદી
VADODARA : વડોદરા પાલિકા દ્વારા સમયાંતરે શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી દુકાન, મોલ, ડેરી તથા અન્યત્રેથી નમુના એકત્ર કરવામાં આવે છે. અને તેની ચકાસણી કરવા માટે લેબોરેટરીમાં આપવામાં આવે છે. તાજેતરમાં વડોદરા પાલિકાની ટીમો દ્વારા દુધની પ્રોડક્ટ, કરિયાણું, મીઠાઇની દુકાનોમાંથી સેમ્પલ એકત્ર કર્યા હતા. જેના પરિણામો આજે સામે આવ્યા છે. આ પરિણામો ચોંકાવનારા છે. આ યાદીમાં ખાસ કરીને જનતા આઇસક્રીમ, નેચરલ્સ આઇસક્રીમ, ભરકાદેવી આઇસક્રીમ જેવા જાણીતા નામોને ત્યાંથી મેળવેલા નમુના પણ પાલિકાના ટેસ્ટમાં પાસ થયા નથી. જેને પગલે ઉનાળાની સીઝનમાં લોકોએ અત્યારથી જ ચેતી જવું પડશે, નહિંતો પૈસા ખર્ચીને બિમારી ઘરે લાવો તેવો ઘાટ સર્જાય તો નવાઇ નહીં. (VMC REPORT OF FAILED FOOD SAMPLES IN LABORATORY TEST - VADODARA)
વાંચો યાદી વિગતવાર :
આ પણ વાંચો --- VADODARA : ચેકીંગ દરમિયાન લાવારીસ બેગને સુંઘતા જ સ્નીફર ડોગે સંકેત આપ્યો