VADODARA : ભાજપ વિરૂદ્ધ વોટમાં પૂર્વ વિપક્ષી નેતાએ તટસ્થ વલણ અપનાવ્યું
- કોંગ્રેસની જુથબંધી ખુલી પડી
- પૂર્વ વિપક્ષી નેતાએ ભાજપ વિરૂદ્ધ મતદાન ના કર્યું
- માત્ર 7 કોર્પોરેટર બચ્યા, છતાં હુંસાતુંસી યથાવત
VADODARA : વડોદરા પાલિકા (VADODARA VMC) માં કોંગ્રેસના કોર્પોરેટરો (CONGRESS CORPORATOR) વચ્ચેની જુથબંધી છતી થવા પામી છે. પાલિકામાં કોંગ્રેસના પૂર્વ વિપક્ષી નેતા અમિ રાવતે સામાન્ય સભામાં દરખાસ્ત દરમિયાન 3 કામોમાં વોટીંગ દરમિયાન ભાજપ વિરોધી મત આપવાની જગ્યાએ તટસ્થ વલણ અપનાવ્યું હતું. જેને પગલે વિવાદ સર્જાયો છે. આ અંગે પ્રદેશ સુધી ફરિયાદ કરવામાં આવી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. હવે આ મામલે પ્રદેશ તરફથી શું પગલાં લેવામાં આવે છે તે જોવું રહ્યું.
ભાજપના 55 કોર્પોરેટરોએ વિરૂદ્ધમાં વોટીંગ કર્યું
વડોદરામાં જુથબંધીથી પીડિત કોંગ્રેસના માત્ર 7 કોર્પોરેટર જ બચ્યા છે. છતાં તેમનો આંતરિક ખટરાગ શમવાનું નામ નથી લેતો. તાજેતરમાં પાલિકાની સામાન્ય સભામાં કામની દરખાસ્ત દરમિયાન જુથબંધી ખુલીને સપાટી પર આવી છે. 19, મે ના રોજ પાલિકાની સામાન્ય સભામાં સ્વિસ એજન્સી સાથે એમઓયુ અને તે માટેના આયોજન અંગેની બે અલગ અલગ દરખાસ્તો પર વોટિંગ કરવામાં આવ્યું હતું. આ દરખાસ્ત અંગે કોંગ્રેસના 6 કોર્પોરેટરોએ તરફેણમાં અને ભાજપના 55 કોર્પોરેટરોએ વિરૂદ્ધમાં વોટીંગ કર્યું હતું. આ મામલે કોંગ્રેસના અમિ રાવત તટસ્થ રહ્યા હતા.
મેં દરખાસ્તની ફાઇલ વાંચવા માટે સમય માંગ્યો
તે દિવસે સરકારની સ્વર્ણિંમ ગ્રાન્ટની ફાળવણી અને સામે રૂ. 2175 કરોડના કામોની મંજુરી અંગેની દરખાસ્તમાં પણ પોલ એન્ટ વોટમાં અમિ રાવત તટસ્થ રહ્યા હતા. જેને પગગે પાર્ટીનો આંતરિક ડખો ખુલીને સામે આવ્યો છે. જો કે, આ અંગે અમિ રાવતનું કહેવું છે કે, 5 વાગ્યે સભામાં એજન્ડા ચઢ્યો હતો, 5 - 05 કલાકે વોટિંગ શરૂ કરવામાં આવ્યું હતું. મેં દરખાસ્તની ફાઇલ વાંચવા માટે સમય માંગ્યો હતો. ફાઇલ વાંચ્યા વગર હું કેવી રીતે અભિપ્રાય આપી શકું, જેથી મેં તટસ્થ વલણ અપનાવ્યું હતું. આ અંગે મેં નોટીંગ પણ કરાવ્યું છે.
આ પણ વાંચો --- Amit Khunt Case : પીડિત પરિવારના સમર્થનમાં સરપંચો, આગેવાનોની પ્રેસ કોન્ફોરન્સ, કરી આ માગ