VADODARA : પાલિકામાં પસંદગી પામેલા 110 કર્મી હાજર જ ના થયા
- એક તરફ સરકારી નોકરી મેળવવવા પડાપડી, બીજી તરફ ઉમેદવારો હાજર થતા નથી
- પાલિકામાં મોટી સંખ્યામાં પસંદગી પામેલા ઉમેદવાર હાજર નહીં થતા ફરી ભરતી કરવાની નોબત
- કોમ્પ્યુટરની દરખાસ્ત નામંજુર થતા કર્મીઓ મેન્યુઅલી કામ કરવા મજબુર
VADODARA : વડોદરા પાલિકા (VMC - VADODARA) દ્વારા સમયાંતરે ભરતી કરવામાં આવે છે. એક તરફ સરકારી નોકરીને લઇને ઉમેદવારોમાં ક્રેઝ અને ત્યાર બાદ હાજર નહીં થવાની નીતિના કારણે અનેક લોકો વિચારમાં મુકાયા છે. પાલિકામાં ક્લાર્ક સહિત પસંદગી પામેલા 110 કર્મીઓ હાજર જ ના થયા હોવાનું સામે આવ્યું છે. તો બીજી તરફ કેટલાક કર્મીઓ દ્વારા ગણતરીના મહિનાઓમાં જ નોકરીને છોડી દેવામાં આવી હોવાનું સામે આવી રહ્યું છે. આ બધાની આડકતરી અસર લોકસેવા પર પડી રહી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.
નોકરી છોડવા પાછળનું કારણ અન્યત્રે તેમને નોકરી મળી
વડોદરા પાલિકા દ્વારા તાજેતરમાં 512 જેટલી જગ્યાઓ પર ક્લાર્ક, આરોગ્ય વિભાગમાં નર્સ, એક્સ-રે ટેક્નિશીયન, લેબ ટેક્નિશીયન સહિનતી પોસ્ટ પર ભરતી કરવામાં આવી હતી. જેમાં પસંદગી પામેલા પૈકી 110 જેટલા કર્મચારીઓ હાજર ના થયા હોવાનું સપાટી પર આવી રહ્યું છે. બીજી તરફ હાજર થયેલા કર્મચારીઓ પૈકી 35 એ ગણતરીના મહિનામાં જ નોકરી છોડી દીધી હતી. આ નોકરી છોડવા પાછળનું કારણ અન્યત્રે તેમને નોકરી મળી હોવાનું સપાટી પર આવી રહ્યું છે.
કોમ્પ્યુટર્સ ની દરખાસ્ત નામંજુર કરી દેવામાં આવી
સુત્રોએ ઉમેર્યું કે, પાલિકામાં હાજર નહીં થયેલા 110 કર્મીઓ કાયમી ભરતીમાં લેવાયેલા હતા. આટલી મોટી સંખ્યામાં હાજર નહીં થવાના કારણે હવે પાલિકાએ ફરી ભરતી કરવી પડે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. બીજી તરફ પાલિકામાં કર્મચારીઓની ભરતી કરી દેવામાં આવી છે. પરંતુ 150 જેટલા કોમ્પ્યુટર્સ ની દરખાસ્ત નામંજુર કરી દેવામાં આવી છે. જેને પગલે આ કર્મચારીઓ કોમ્પ્યુટર વગર જ કામ કરી રહ્યા છે. આ બધાય ઘટનાક્રમની સીધી કે આડકતરી અસર લોકસેવાના કાર્યો પર પડી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ પણ વાંચો --- VADODARA : ઇન્ટરનેશનલ એરપોર્ટની દિશામાં ડગ મંડાયું, આધુનિક વેધર સિસ્ટમ કાર્યરત


