Vadodara : તહેવાર પહેલા રોડ પરના દબાણો દુર કરવા પાલિકા અને પોલીસનું સંયુક્ત ઓપરેશન
Vadodara : આજે સવારથી જ લહેરીપુરા ગેટથી ન્યુ લહેરીપુરા તરફના રસ્તા પર આવતા દબાણો દુર કરવાનું કામ જારી છે - કર્મચારી, પાલિકા
Advertisement
- વડોદરા પાલિકાએ પોલીસ સાથે મળીને દબાણ હટાવો ઝૂંબેશ શરૂ કરી
- ડીસીપી અભિષેક ગુપ્તા સમગ્ર કામગીરી સમયે ટીમ જોડે હાજર રહ્યા
- પાલિકા અને પોલીસના વિવિધ વિભાગે સંયુક્ત રીતે કામગીરી હાથ ધરી
Vadodara : તહેવારો પહેલા વડોદરા શહેરના (Vadodara City) રોડ પર લારી-ગલ્લા તથા પથારા પાથરીને બેસતા લોકો દ્વારા કરવામાં આવતું દબાણ દુર (Encroachment Removal Drive - Vadodara) કરવા માટે પાલિકા અને પોલીસ (VMC And Vadodara Police) તંત્રએ કમર કસી છે. આજે શહેરના વહીવટી વોર્ડ નં - 13 અને 14 માં દબાણો દુર કરવાનું સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ કામગીરીને પગલે રોડ-રસ્તા ખુલ્લા થવા, તથા ટ્રાફિકને અડચણરૂપ દબાણો દુર થવાની કામગીરી વ્યાપક ધોરણે હાથ ધરવામાં આવી રહી છે. તંત્રની કામગીરીની લોકો સરાહના કરી રહ્યા છે, જ્યારે દબાણખોરોમાં ભારે ફફડાટ પેંસી જવા પામ્યો છે.

