ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Vadodara : તહેવાર પહેલા રોડ પરના દબાણો દુર કરવા પાલિકા અને પોલીસનું સંયુક્ત ઓપરેશન

Vadodara : આજે સવારથી જ લહેરીપુરા ગેટથી ન્યુ લહેરીપુરા તરફના રસ્તા પર આવતા દબાણો દુર કરવાનું કામ જારી છે - કર્મચારી, પાલિકા
02:35 PM Aug 14, 2025 IST | PARTH PANDYA
Vadodara : આજે સવારથી જ લહેરીપુરા ગેટથી ન્યુ લહેરીપુરા તરફના રસ્તા પર આવતા દબાણો દુર કરવાનું કામ જારી છે - કર્મચારી, પાલિકા

Vadodara : તહેવારો પહેલા વડોદરા શહેરના (Vadodara City) રોડ પર લારી-ગલ્લા તથા પથારા પાથરીને બેસતા લોકો દ્વારા કરવામાં આવતું દબાણ દુર (Encroachment Removal Drive - Vadodara) કરવા માટે પાલિકા અને પોલીસ (VMC And Vadodara Police) તંત્રએ કમર કસી છે. આજે શહેરના વહીવટી વોર્ડ નં - 13 અને 14 માં દબાણો દુર કરવાનું સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ કામગીરીને પગલે રોડ-રસ્તા ખુલ્લા થવા, તથા ટ્રાફિકને અડચણરૂપ દબાણો દુર થવાની કામગીરી વ્યાપક ધોરણે હાથ ધરવામાં આવી રહી છે. તંત્રની કામગીરીની લોકો સરાહના કરી રહ્યા છે, જ્યારે દબાણખોરોમાં ભારે ફફડાટ પેંસી જવા પામ્યો છે.

લોકો દબાણ કરતા મુશ્કેલી સર્જાય છે

પાલિકાના કર્મચારીએ મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, આજે સવારથી જ લહેરીપુરા ગેટથી ન્યુ લહેરીપુરા તરફના રસ્તા પર આવતા દબાણો દુર કરવાનું કામ જારી છે. જે રસ્તા પર લોકો ઉભા રહે છે, લારીઓ લગાવે છે, પથારા લગાવે છે, તેમને કારણે રસ્તા પર દબાણ ઉભુ થાય છે. તે માટે વડોદરા પોલીસ, અને પાલિકાની ટીમો દ્વારા સંયુક્ત રીતે કામગીરી કરીને દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. હાલમાં વહીવટી વોર્ડ નં - 13 અને 14 માં દબાણો દુર કરવાની (Encroachment Removal Drive - Vadodara) કામગીરી ચાલી રહી છે.

પોલીસ તંત્ર પાલિકાની મદદે આવ્યું

ડીસીપી અભિષેક ગુપ્તાએ મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, વડોદરા પાલિકાની હાજરીમાં ટ્રાફિક પોલીસ, સિટી અને વાડી પોલીસ મથકનો સ્ટાફ હાજર છે. અમે દબાણ હટાવવાની કામગીરીમાં (Encroachment Removal Drive - Vadodara) સહકાર આવી રહ્યા છે. કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે પોલીસ દ્વારા યોગ્ય બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. લહેરીપુરા ગેટથી ચાલુ કરીને દુધવાળા મહોલ્લા, ચોખંડી થઇને માંડવી થઇને આગળનો જે પટ્ટો છે, ત્યાં ઘણાબધા લારી ગલ્લા આવી ગયા છે. તેને દુર કરવા માટે અમે વીએમસીની મદદે છીએ. રોડ પર કોઇ વાહન દેખાય તો તેને ડિટેઇન કરવાની કામગીરી સાથે જ પાવતી આપવા માટે ટ્રાફિક પોલીસના જવાનોને વિશેષ તૈનાત કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો ---- Vadodara : ફાયર વિભાગના ખરીદી કૌભાંડમાં તપાસ માટે ACB એ સરકારની મંજૂરી માંગી

Tags :
#JointDrive#VadodaraVMCdriveencroachmentGujaratFirstgujaratfirstnewspolice
Next Article