VADODARA : રોડ પરના ખાડામાં પડતા રીક્ષા પલટી, ચાલકનું મોત
- વડોદરામાં પાલિકાએ ખોદેલા ખાડા જીવલેણ સાબિત થયા
- રીક્ષા પલટી જતા ચાલક ગંભીર ઘાયલ થતા મોત
- પાલિકા સામે પરિજનોમાં ભારે રોષ
VADODARA : વડોદરામાં પાલિકા (VMC - VADODARA) દ્વારા રોડ રસ્તા પરના ખાડાના કારણે રીક્ષા પલટી (RICKSHAW TURNED) ગઇ હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં રીક્ષા ચાલકને ગંભીર ઇજાઓ પહોંચતા તેનું મોત નિપજ્યું છે. આ ઘટનાને પગલે ચાલકનો પરિવાર નોંધારો બન્યો છે. મૃતકના પરિજને મીડિયા સમક્ષ પોતાની વ્યથા ઠાલવી છે. પ્રિ-મોન્સૂન (PRE-MONSOON) કામગીરીના નામે શહેરમાં ખાડા ખોદીને મુકી રાખવામાં આવ્યા હોવાનું સ્થાનિકોનું માનવું છે. હજી પણ શહેરના અનેક રોડ-રસ્તાઓ પર ખાડાઓ જોવા મળે છે. હવે તેમાં આ રીતે કોઇ નિર્દોષનો જીવ ના જાય તે માટે પાલિકાનું તંત્ર શું પગલાં લે છે તે જોવું રહ્યું.
ખુલ્લી ગટરો અને રોડ પર ખાડા પડેલા જવા મળે છે
મૃતકના પરિજને મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, આજે સવારે સરદાર એસ્ટેટથી બાપોદ તરફ જતા મારા પરિજન અનિલભાઇ વસાવાની રીક્ષા ખાડામાં પડીને પલટી ગઇ હતી. આ ખાડા પાલિકા તંત્ર દ્વારા ખોદવામાં આવ્યા છે. ખાડા પૂર્યા નથી તે પહેલા જ તંત્ર દ્વારા રોડ શરૂ કરી દેવામાં આવ્યો છે. તેમણે વ્યવસ્થિત રીતે ખાડા પૂર્યા નથી. વડોદરામાં અનેક જગ્યાઓ પર ખુલ્લી ગટરો અને રોડ પર ખાડા પડેલા જવા મળે છે. જેના કારણે હવે લોકોના જીવ જઇ રહ્યા છે. લોકોના આ રીતે જીવ ના જાય તે માટે પાલિકાના અધિકારીઓએ આવા ખાડા પહેલા પૂરવા જોઇએ. જેથી નાના બાળકોના માથેથી છતના ગુમાવી છે.
આખુ ઘર તેના પર જ ચાલતું હતું
વધુમાં તેમણે કહ્યું કે, મેયર અને ચેરમેનને કહેવું કે, તમારી પાસે પબ્લીકના પૈસા છે, તેનો સારી જગ્યાએ ઉપયોગ કરો. તો મૃતકને ન્યાય મળશે. મૃતકના પરિવારમાં માતા-પિતા, પત્ની અને બે સંતાનો છે. આખુ ઘર તેના પર જ ચાલતું હતું. તે બધાયને પાલવતો હતો. મૃતકને ન્યાય મળવો જોઇએ, અમે પાલિકા પર ફરિયાદ કરવા જઇ રહ્યા છીએ. ખરેખર રોડ બંધ રાખીને તેનું પુરાણ કરવું જોઇએ, તેની જગ્યાએ તેમાં આડેધડ પુરાણ કરીને ખુલ્લો મુકી દેવામાં આવ્યો છે. કોઇના જીવ ના જાય તે માટે યોગ્ય પુરાણ કર્યા બાદ જ રોડ ખુલ્લો કરવો જોઇએ.
આ પણ વાંચો --- Gram Panchayat Election : રસપ્રદ પરિણામો થઈ રહ્યા છે જાહેર, રીબડામાં સત્યજિત સિંહ જાડેજા જીત્યા