VADODARA : મોટરો મુકી થતી પાણીચોરી રોકતી ટીમને કડવો અનુભવ
VADODARA : સુત્રોના જણાવ્યા અનુસાર, આ ઘટના બાદ પાલિકાના સ્ટાફ દ્વારા એસઆરપી જવાનોનો બંદોબસ્ત સાથે રાખીને કરવામાં આવશે
Advertisement
- વડોદરા પાલિકા દ્વારા પાણીચોરો વિરૂદ્ધ ઝુંબેશ શરૂ કરાઇ
- પાણીચોરોની મોટર સહિતનો સામાન જપ્ત કરાતા ફફડાટ
- પાલિકાની ટીમને સુબેદાર કમ્પાઉન્ડમાં થયો કડવો અનુભવ
VADODARA : ભર ઉનાળે શહેરના અલગ અલગ વિસ્તારોમાં પાણીની સમસ્યાની બુમો ઉઠવા પામી છે. ત્યારે આ વચ્ચે પાણીની લાઇનમાં મોટર મુકીને પાણીચોરી કરતા તત્વો વિરૂદ્ધ પાલિકા (VMC - VADODARA) દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ વચ્ચે પાલિકાની ટીમને કડવો અનુભવ થયો છે. અકોટામાં સુબેદાર કમ્પાઉન્ડમાંથી પાણીચોરી માટે વપરાતી 7 મોટર સહિતનો સામાન જપ્ત કરવામાં આવ્યો હતો. આ ટીમને ઘેરી વળીને લોકોએ પોતાની મોટરો પાછી લઇ લીધી છે. જેથી આવનાર સમયમાં પાલિતા તંત્ર બંદોબસ્ત સાથે આ કાર્યવાહી કરનાર હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

