ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : મોટરો મુકી થતી પાણીચોરી રોકતી ટીમને કડવો અનુભવ

VADODARA : સુત્રોના જણાવ્યા અનુસાર, આ ઘટના બાદ પાલિકાના સ્ટાફ દ્વારા એસઆરપી જવાનોનો બંદોબસ્ત સાથે રાખીને કરવામાં આવશે
09:38 AM May 16, 2025 IST | PARTH PANDYA
VADODARA : સુત્રોના જણાવ્યા અનુસાર, આ ઘટના બાદ પાલિકાના સ્ટાફ દ્વારા એસઆરપી જવાનોનો બંદોબસ્ત સાથે રાખીને કરવામાં આવશે

VADODARA : ભર ઉનાળે શહેરના અલગ અલગ વિસ્તારોમાં પાણીની સમસ્યાની બુમો ઉઠવા પામી છે. ત્યારે આ વચ્ચે પાણીની લાઇનમાં મોટર મુકીને પાણીચોરી કરતા તત્વો વિરૂદ્ધ પાલિકા (VMC - VADODARA) દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ વચ્ચે પાલિકાની ટીમને કડવો અનુભવ થયો છે. અકોટામાં સુબેદાર કમ્પાઉન્ડમાંથી પાણીચોરી માટે વપરાતી 7 મોટર સહિતનો સામાન જપ્ત કરવામાં આવ્યો હતો. આ ટીમને ઘેરી વળીને લોકોએ પોતાની મોટરો પાછી લઇ લીધી છે. જેથી આવનાર સમયમાં પાલિતા તંત્ર બંદોબસ્ત સાથે આ કાર્યવાહી કરનાર હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

અત્યાર સુધીની કામગીરી સફળતા પૂર્વક ચાલી

વડોદરા પાલિકા દ્વારા મોટર મુકીને પાણીચોરી કરતા તત્વો સામે લાલ આંખ કરવામાં આવી છે. પાલિકાની બે ટીમો દ્વારા છેલ્લા કેટલાય દિવસથી વિવિધ વિસ્તારોમાં જઇને પાણીચોરી ડામવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત અત્યાર સુધીની કામગીરી સફળતા પૂર્વક ચાલી છે. તાજેતરમાં પાલિકાની ટીમ દ્વારા અટોકા વિસ્તારમાં આવેલા સુબેદાર કમ્પાઉન્ડમાં તપાસ કરવામાં આવી હતી. જ્યાંથી પાણીચોરીમાં ઉપયોગમાં લેવાતી 7 મોટર સહિતનો સામાન જપ્ત કરવામાં આવ્યો છે.

ઘેરીવળીને પોતાની મોટરો છોડાવી ગયા

જો કે, આ મોટરનો સામાન જપ્ત કરીને પરત ફરતી પાલિકાની ટીમને કડવો અનુભવ થયો છે. લોકોએ તેમને ઘેરીવળીને પોતાની મોટરો છોડાવી ગયા હતા. પાલિકાના સુત્રોના જણાવ્યા અનુસાર, આ ઘટના બાદ પાલિકાના સ્ટાફ દ્વારા આગામી સમયમાં એસઆરપી જવાનોનો બંદોબસ્ત સાથે રાખીને કરવામાં આવશે. જેથી આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન ટાળી શકાય.

આ પણ વાંચો --- VADODARA : કોર્પોરેટર સહિત 20 ને લેન્ડગ્રેબિંગની નોટીસ ફટકારાતા ફફડાટ

Tags :
bycatchGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsIncidentinitiativemeetmotortheftUNEXPECTED.VadodaraVMCwaterwith
Next Article