ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Vadodara : Dynamic Inks And Coating કંપનીમાં ભીષણ આગ, કલાકોથી ફાયરની જહેમત જારી

સામી દિવાળીએ વાઘોડિયા જીઆઇડીસીમાં આવેલી ઇન્ક બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં કંપનીમાં રાખવામાં આવેલું રો મટિરિયલ મોટા ભાગે બળીને ખાખ થઇ ગયું હોવાનું જાણવા મળી રહ્યું છે. બીજી તરફ ફાયર વિભાગને જાણ થતા જ અડધો ડઝન ફાયર ફાયટરો આવી પહોંચ્યા હતા. અને આગ પર કાબુ મેળવવાની કામગીરીમાં જોડાયા હતા.
05:09 PM Oct 15, 2025 IST | PARTH PANDYA
સામી દિવાળીએ વાઘોડિયા જીઆઇડીસીમાં આવેલી ઇન્ક બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં કંપનીમાં રાખવામાં આવેલું રો મટિરિયલ મોટા ભાગે બળીને ખાખ થઇ ગયું હોવાનું જાણવા મળી રહ્યું છે. બીજી તરફ ફાયર વિભાગને જાણ થતા જ અડધો ડઝન ફાયર ફાયટરો આવી પહોંચ્યા હતા. અને આગ પર કાબુ મેળવવાની કામગીરીમાં જોડાયા હતા.

Vadodara : વાઘોડિયા જીઆઇડીસીમાં આવેલી Dynamic Inks And Coating કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. કંપનીમાં રાખેલુ મટીરીયલ આગની ચપેટમાં આવી ગયું છે. તે પૈકીનું કેટલુંક મટિરિયલ જ્વલનશીલ હોવાના કારણે આગ વધુ ઝડપથી પ્રસરી હોવાનું જાણવા મળી રહ્યું છે. વિતેલા ત્રણ કલાકથી પણ વધુ સમયથી ફાયર બ્રિગેડના જવાનો દ્વારા આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પરંતુ જોઇએ તેવી સફળતા મળી શકી નથી. આ આગમાં કંપનીને મોટું નુકશાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે. આગ પર કાબુ મેળવી લીધા બાદ નુકશાનીની ગણતરી કરવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.

જ્વલનશીલ પદાર્થ હોવાના કારણે આગ પ્રસરી

વડોદરા ગ્રામ્યમાં આવેલા વાઘોડિયા જીઆઇડીસીમાં Dynamic Inks And Coating નામની ખાનગી કંપની આવેલી છે. સિદ્ધિ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આવેલી કંપનીમાં આજે બપોરના સમયે આગ લાગવાની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક દોડી ગયા હતા. અને વિતેલા ત્રણ કલાકથી વધુ સમયથી આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. કંપની કલરનું મટિરિયલ બનાવતી હોવાનું જાણવા મળી રહ્યું છે. કંપનીમાં રાખેલા મુદ્દામાલ પૈેકી કેટલોક જ્વલનશીલ હોવાના કારણે આગ ઝડપથી પ્રસરી હોવાનું અનુમાન છે.

અડધો ડઝન ફાયર ફાયટરો કામે લાગ્યા

કિલોમીટર દૂરથી ધૂમાડાના ગોટેગોટા જોઇ શકાય છે, તેને પગલે આગની વિકરાળતાનો અંદાજો લગાડી શકાય છે. મામલાની ગંભીરતાને ધ્યાને રાખીને ફાયરના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે. અત્યાર સુધીમાં અડધો ડઝન ફાયર ફાયટરો આગ પર કાબુ મેળવવાના કામે લાગ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. આગમાં કંપનીનું મોટા ભાગનું રો મટિરિયલ સ્વાહા થિઇ ગયું હોવાનું અનુમાન છે. જેની કિંમત કરોડોમાં હોવાનું પ્રાથમિક તબક્કે સુત્રો જણાવી રહ્યા છે.

આ પણ વાંચો -----  તારીખ પે તારીખ - રાજકુમાર સંતોષીની મુશ્કેલીમાં થયો વધારો, 2 વર્ષની સજા સામેની અરજી Jamnagar કોર્ટે ફગાવી

Tags :
CompanyFireDynamicInksAndCoatingGujaratFirstgujaratfirstnewsGujaratiNewsVadodaraWaghodia
Next Article