Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : ત્રણ સંતાનની માતાની ઘાતકી હત્યા, ઘાસના પુડામાંથી મૃતદેહ મળ્યો

VADODARA : તપાસમાં જેથી પોલીસને શંકા છે કે, હત્યા કોઈ બીજી જગ્યાએ કરી હત્યારાએ મૃતદેહને સવારેજ ખેતરમાં પુડાનીચે સંતાડી દિઘો હોઇ શકે છે.
vadodara   ત્રણ સંતાનની માતાની ઘાતકી હત્યા  ઘાસના પુડામાંથી મૃતદેહ મળ્યો
Advertisement

VADODARA : વડોદરા ગ્રામ્યમાં આવતા વાઘોડિયા (WAGHODIA - VADODARA RURAL) તાલુકાના વેસણીયા ગામની સીમમા 45 વર્ષીય મહિલા રમીલાબેન બળવંતભાઈ પરમારને ગળાના ભાગે તિક્ષ્ણ હથિયારથી ઘા કરી મોતને ઘાટ ઊતારી દેવામાં આવ્યા હતા. આ વાતની જાણ કોઇને ના થાય તે માટે હત્યારાએ મૃતદેહને (FEMALE BODY FOUND - WAGHODIA, VADODARA) ખેતરમાં જ મકાઈના પુડાના ઢગલા નીચે સંતાડી ફરાર થયો હતો. 19, એપ્રિલે, સિમમા આવેલ ખેતરમા પશુ ચરાવવા નિકળેલી મહિલા સાંજ સુઘી પરત ના ફરતા પરીવારે શોઘખોળ હાથ ધરી હતી. સગા સંબઘીઓને મહિલા ગુમ થયા અંગે જાણ કરતા તેઓ પણ ગામની સીમના ખૂણેખુણા ફેંદી વળ્યા હતા.

પશુને ખેતરમા બાંઘી ઘાસચારો નીરતા હતા

સમગ્ર મામલે પ્રાપ્ત વિગતો અનુસાર, બે પુત્ર અને એક પુત્રીના લગ્ન બાદ છેલ્લા એક મહિનાથી વેસણીયા - ભરવાડી પુરા રોડ પર આવેલા ખેતરમા પતિ પત્ની સુવા જતા હતા. અને સવારે બે દિકરા અને પતિ નોકરીએ જતા રોજીંદા ક્રમ મુજબ પશુને ખેતરમા બાંઘી ઘાસચારો નીરતા હતા. આ ચકચારી ઘટનાના આગલા દિવસે પતિ-પત્ની લગ્ન પ્રસંગેથી આવી પતિ નોકરીએ જતા પત્ની સવારે 10:00 વાગે રમીલાબેન પોતાના ખેતરમાં ગયા બાદ મોડી રાત સુઘી પરત ફર્યા ન્હતા. જેથી મહિલાની પરીવારે શોઘખોળ આરંભી હતી.

Advertisement

લોહીનું ખાબોચીયુ કે કોઈપણ જાતનું હથિયાર મળી આવ્યું ન્હતું

ગત સવારે 10 વાગે મહિલાનો રહસ્યમય સંજોગોમાં મૃતદેહ મળી આવ્યો હતો. હત્યારાએ ગળાના ભાગે તિક્ષ્ણ હથીયારના ઘા ઝીંકી હત્યા કરેલો મૃતદેહ પરીજનોને મળતા પરિવારે વાઘોડિયા પોલીસને જાણ કરી હતી. પ્રાથમિક તપાસમાં જે જગ્યાથી મહિલાનો મૃતદેહ મળ્યો ત્યાંથી લોહીનું ખાબોચીયુ કે કોઈપણ જાતનું હથિયાર મળી આવ્યું ન્હતું. ઉપરાંત જે જગ્યાએ મહિલાનો મૃતદેહ મળ્યો તે જગ્યા પર આખા પરિવારે તપાસ કરી હતી, ત્યારે મૃતદેહ અને મકાઈના પુડાનો ઢગલો ઘટના સ્થળે હતો જ નહીં. જેથી પોલીસને શંકા છે કે, હત્યા કોઈ બીજી જગ્યાએ કરી હત્યારાએ મૃતદેહને સવારેજ ખેતરમાં પુડાનીચે સંતાડી દિઘો હોઇ શકે છે.

Advertisement

વિવિધ થિયરીના આધારે તપાસનો દોર ચલાવ્યો

જેથી પોલીસે ઘટના સ્થળની આસપાસના વિસ્તારોની ઝીણવટ ભરી તપાસ કરી હત્યામા વપરાએલ હથીયાર અને હત્યાનુ સ્થળ શોધવાની દિશામાં તપાસ તેજ કરી છે. પોલીસે વિવિધ થિયરીના આધારે તપાસનો દોર ચલાવ્યો છે. ઘટના સ્થળે ડીવાયએસપી, પીઆઇ જાડેજા, ગ્રામ્ય એલસીબી, ડૉગસ્કોર્ડની મદદથી તપાસ શરૂ કરી છે. ત્રણ સંતાનની મહિલાની હત્યા શા માટે કરવામા આવી તે અંગેનું રહસ્ય હજીસુધી અકબંઘ છે.

આ પણ વાંચો --- VADODARA : કુખ્યાત નિલુ સિંધીના દારૂના ગોડાઉન પર દરોડા, 6 ની ધરપકડ

Tags :
Advertisement

.

×